Junagadh તા. ૯
જુનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને કરવામાં આવેલી મારપીટ બાદ જુનાગઢ કલેકટરે પાંચ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની તપાસ કમિટી બનાવી રિપોર્ટ મંગાવ્યો હતો જે ૧૦ પાનાનો ખાનગી રિપોર્ટ બંધ કવરમાં કલેકટરને આજે સોંપવામાં આવ્યો હતો.
જુનાગઢની એક હોસ્ટેલમાં અમુક વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને મારપીટ કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના ઉચ્ચ કક્ષાના ૫ અધિકારીઓની તપાસ કમિટી બનાવી તપાસ રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કમિટીએ શનિવારે તપાસ પૂર્ણ પણ કરી હતી, અને હોસ્ટેલમાંથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી, ૧૦ પાનાનો રિપોર્ટ સાથે જોડી, ગઈકાલે સોમવારે આપવાનો હતો, પરંતુ ગઈકાલે સોમવારે જિલ્લા કલેકટર સુનાવણી સહિતની કામગીરીમાં વ્યસ્ત હોવાથી રિપોર્ટ અંગે રીવ્યુ લઈ શક્યા ન હતા.
દરમિયાન આજે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના ઉચ્ચ કક્ષાના ૫ અધિકારીઓની તપાસ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ૧૦ પાનાનો તપાસ રિપોર્ટ બંધ કવરમાં જિલ્લા કલેકટરને સબમિટ કરવામાં આવ્યો હતો. અને હવે આ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહીના જે નિર્દેશ અપાશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે.