New Delhi તા.30
પહેલગામ આતંકી હુમલામાં નિર્દોશ નાગરિકોનો જીવ લીધા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તકરારની સ્થિતિ બની છે. યુદ્ધ જેવી હાલત બની રહી છે. માની લો કે યુદ્ધ થયું તો ભારત પાસે એવા હથિયાર છે જે એકલા જ પાકિસ્તાનને તબાહ કરવાની ક્ષમતા રાખે છે.આવા હથિયારોની ઝાંખી કરીએ.
અગ્નિ-5:ભારતની બેલેસ્ટીક મિસાઈલ
ભારતની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5 એકલી જ પુરા પાકિસ્તાનમાં તબાહી મચાવવાની ક્ષમતા રાખે છે. અગ્નિ-5 ભારતની સૌથી લાંબા અંતર સુધી પાર કરવામાં સક્ષમ મિસાઈલ છે તે પરમાણું હથિયાર પણ લઈ જઈ શકે છે.
મારગિક્ષમતા 5 હજાર કિલોમીટરથી વધુ
અગ્નિ-5 ભારતની આંતર ખંડીય બેલેસ્ટિક મિસાઈલ છે તેની મારક ક્ષમતા 5 હજાર કિલોમીટરથી વધુ છે. તે પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ છે. તેને સૈન્ય ટ્રકનાં માધ્યમથી દેશના કોઈપણ ભાગમાં લઈ જઈ શકાય છે.
દુનિયાની સૌથી ઝડપી મિસાઈલોમાંની એક
ભારતના રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ અગ્નિ-5 નો વિકાસ કર્યો છે. આ દુનિયાની સૌથી ઝડપી મિસાઈલો પૈકીની છે તેની દર કલાક 29400 કિલોમીટરની સ્પીડ છે.તેના એરીયામાં ચીન અને પુરૂ પાકિસ્તાન આવી શકે છે.
ભારત પાસે બ્રહ્મોસ મિસાઈલ પણ છે
પાકિસ્તાનને પાઠ ભણાવવા ભારત પાસે માત્ર અગ્નિ મિસાઈલ જ નથી, દુનિયાની સૌથી ઝડપી બ્રહ્મોસ મિસાઈલ પણ છે.આ મિસાઈલ ભારત અને રશિયા દ્વારા વિકસીત કરાઈ છે. અત્યાર સુધીની તે આધુનિક મિસાઈલ છે.
બ્રહ્મોસ ભારતની ત્રણેય સેના પાસે
બ્રહ્મોસ એક સુપર સોનિક ક્રુઝ મિસાઈલ છે. તેને સબમરીનથી પાણીમાં જહાજથી વિમાનથી અને જમીનથી છોડી શકાય છે.
ક્રુઝ અને હાઈપર સોનિક મિસાઈલ
ભારત પાસે માઈકા, અસ્ત્ર, નોધટર, કે-100, ત્રિશુલ, આકાશ, બરાક, ધનુષ, શૌર્ય, પ્રહાર, નિર્ભય, સાગરિકા, (કે-15) હેલીના જેવી ક્રુઝ અને હાઈપર સોનિક મિસાઈલ છે.તેની તાકાતથી જ દુશ્મનના મોતિયા મરી જાય છે.
વિભિન્ન લક્ષ્યો પર અલગ અલગ વોરહેડ પહોંચાડી શકે છે
મધ્ય અને દક્ષિણી સેનાના બેઝ પરથી લોન્ચ કરવા પર અગ્નિ-5 પુરૂ એશીયા અને યુરોપમાં લક્ષ્યો પર હુમલો કરી શકે છે.અગ્નિ-વી.એમ.આઈ આરબી (મલ્ટીપલ ઈન્ડ્રીપેન્ડેન્ટલ ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વીઈકલ) પેલોડ પણ લઈ જવામાં સક્ષમ છે. આનો મતલબ છે કે તે એક વારમાં જ વિભિન્ન લક્ષ્યો પર અલગ અલગ વોરહેડ પહોંચાડી શકે છે.