Mumbai,તા.07
અહાન પાંડેની ફિલ્મ ‘સૈયારા’ બહુ ઓછાં બજેટમાં બની હતી. જોકે, હવે તેની અને શર્વરીની નવી ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુરોપમાં થવાનું છે. મોટાભાગે આગામી ફેબુ્રઆરીથી આ શૂટિંગ શરુ થવાની સંભાવના છે.
ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ થઈ ગયું છે અને ફિલ્મની એક ટીમ જુદાં જુદાં લોકેશન્સની રેકી માટે યુરોપ પણ પહોંચી ચૂકી છે. સૈયારાની સફળતા બાદ આ ફિલ્મ માટે બજેટ અનેક ગણું વધારવામાં આવ્યું છે.
જોકે, યશરાજ દ્વારા આ ફિલ્મ માટે ડાયરેક્ટર તરીકે અલી અબ્બાસ ઝફરની પસંદગી કરવામાં આવતાં તે મુદ્દે અનેક ચર્ચાઓ જાગી છે. ઉલ્લેખનીય છે કે અલી અબ્બાસ ઝફર પર ‘બડે મિયાં છોટે મિયાં’નાં શૂટિંગ વખતે નાણાંકીય ગેરરીતીનો આરોપ ફિલ્મના નિર્માતા વાસુ ભગનાનીએ કર્યો હતો.

