Israel તા.25
ભારતીય વડાપ્રધાન મોદી આજથી ઈઝરાયેલના બે દિવસના પ્રવાસે ગયા છે અને આજે તેઓ ઈઝરાયેલની સંસદ `નેસેટ’ને સંબોધીત કરનાર છે ત્યારે ઈઝરાયેલની સંસદ નેસેટને તિરંગાથી સજાવાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલની સંસદને સંબોધનાર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે, જો કે પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2015માં નેસેટને સંબોધન કર્યું હતું. નેસેટના સભ્યો પાસે અમોધશક્તિ હોય છે. આ દરમિયાન ભારતીય વડાપ્રધાન મોદીના ઈઝરાયેલમાં નેસેટમાં સંબોધન પુર્વે નેસેટને ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાથી સજાવી
દેવાઈ છે.
ઈઝરાયેલની સંસદ નેસેટમાં સંબોધન કરવું એક દુર્લભ સન્માન છે, જે બન્ને લોકશાહી દેશો વચ્ચે રાજનીતિક સૌહાર્દને બતાવે છે. આ દરમિયાન નેસેટ પર ભારતીય તિરંગો લહેરાવી દેવામાં આવ્યો છે. ખુદ ઈઝરાયેલી સ્પીકર આમીર સોહાનાએ સોશ્યલ મીડીયા એકસ પર નેસેટની તસ્વીર પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી છે.
નેસેટ ઈઝરાયેલની સંસદનું નામ છે, જેનો અર્થ છે સભા અથવા ભેગા થવું નેસેટ યુનિ કેમરલ લેજીસ્લેચ છે. નેસેટ નામ પ્રાચીન `હેગડોલા’માંથી આવ્યું છે જે હિબ્રુ ભાષાનો શબ્દ છે.
જેનો મતલબ યહુદી પરંપરાઓમાં ગ્રેટ એસેમ્બલી છે. આ 120 વિદ્વાનો, ચિંતકો અને ભવિષ્યવકતાઓની સભા માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલી સંસદ નેસેટ દરેક પ્રકારના કાનૂન પસાર કરે છે. તે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને ચુંટે છે અને સરકારના કામકાજ પર નજર રાખે છે.

