Ahmedabad,તા.૧૩
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એટીએસને એક નવો સંકેત મળ્યો છે. ગુજરાત એટીએસએ કાટમાળમાંથી ડિજિટલ વિડિયો રેકોર્ડર એટલે કે ડીવીઆર મળી આવ્યો છે.એટીએસના એક કર્મચારીએ જણાવ્યું કે ફોરેન્સિક ટીમ ટૂંક સમયમાં અહીં આવીને તેની તપાસ કરશે.
આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૬૫ લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતું વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું હતું. વિમાનમાં ૨૪૨ લોકો હતા, જેમાંથી ૨૪૧ લોકોએ જીવ ગુમાવ્યો. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હોસ્ટેલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા.
વિમાનની અંદર સ્થાપિત ડ્ઢફઇ ઝ્રઝ્ર્ફ સિસ્ટમની જેમ કામ કરે છે. તે પ્લેનમાં સ્થાપિત અનેક કેમેરામાંથી વીડિયો કેપ્ચર કરે છે. ડ્ઢફઇ કેબિનમાં બેઠેલા મુસાફરોના ફૂટેજ પણ રેકોર્ડ કરે છે. તે પાઇલટને બહારનો નજારો જોવામાં મદદ કરે છે. ડ્ઢફઇ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે પ્લેનની દરેક ક્ષણ રેકોર્ડ કરી શકે છે.
કોઈપણ વિમાનની સલામતી માટે, બે ઉપકરણો સૌથી મહત્વપૂર્ણ છે. જે બ્લેક બોક્સ અને ડ્ઢફઇ છે. બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર હોય છે. તેમનું કામ કોકપીટ અવાજ રેકોર્ડ કરવાનું છે. બીજી તરફ, ડ્ઢફઇ પ્લેનમાં વિડીયો રેકોર્ડ કરે છે. જે ફ્લાઇટ પેરામીટર્સ અને કોકપીટ અવાજો સાથે પુરાવા પૂરા પાડે છે. સુરક્ષા દૃષ્ટિકોણથી પ્લેનમાં ડ્ઢફઇ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ડ્ઢફઇ કોઈપણ ઘટના પહેલા અને પછી બનેલી પ્રવૃત્તિઓને સમજવામાં મદદ કરે છે.
પ્લેનમાં ડીવીઆરને રોકાયા વિના સતત વિડીયો રેકોર્ડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સમગ્ર ફ્લાઇટ દરમિયાન કોઈપણ વિક્ષેપ વિના વિડીયો ફૂટેજ રેકોર્ડ કરે છે. આ ઉપકરણો ખૂબ જ મજબૂત છે. તેમને કોઈપણ સંજોગોમાં નાશ કરી શકાતા નથી. તે એટલા માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે કારણ કે પ્લેન ઉડતી વખતે વિડીયો ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે.