Ahmedabad,તા.13
જનરલ બોડીએ ભારતના દાવાને મંજૂર કર્યો છે અને ભારતમાં ગેમ્સના આયોજન માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે.કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારી મંજૂર કરાઇ છે. આ પહેલા ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સને લઇ દાવેદારી કરી હતી અને આજે IOA જનરલ બોડીએ ભારતના દાવાને મંજૂર કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
ઇન્ડિયન ઓલિમ્પીક એસોસિએશનની સ્પેશયલ જનરલ મિટીંગ નવી દિલ્હી ખાતે મળી હતી ભારતે અગાઉ જ કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદમાં આયોજન થાય તે માટે દાવેદારી કરી હતી પણ ભારતે 31ની ઓગષ્ટ પહેલા ફાઇનલ બિડની પ્રપોઝલ રજૂ કરવાની હતી. કેનેડા દાવેદારીમાંથી હટી જતાં ભારત માટે આ ગેમ્સનું આયોજન કરવાની તકો ઉજળી બની હતીઉલ્લેખનિય છે કે કોમનવેલ્થ સ્પોર્ટસના ડાયરેક્ટર ડરેન હેલ સાથેની એક ટીમ તાજેતરમાં જ અમદાવાદ પહોંચી હતી અને ગેમ્સનું સ્થળ વગેરે જોયા બાદ ગુજરાતના સરકારી અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી