Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    02 જુલાઈ નું રાશિફળ

    July 1, 2026

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026

    Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 02 જુલાઈ નું રાશિફળ
    • America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો
    • Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી
    • તંત્રી લેખ…ભારત અને ફ્રાન્સ સહકારના નવા યુગમાં
    • Europe માં ગરમીથી ટ્રામના ટ્રેક પણ વળી ગયા, રોડ પીગળ્યા
    • Pakistan માં ISIS ના ઠેકાણાઓ પર ડ્રોન વડે હવાઈ હુમલા કરાયા
    • Microsoft ના એક જ મહિનામાં ૫૭૦ અબજ ડોલરની માર્કેટકેપ સાફ
    • ગૃહમંત્રી અમિત શાહે અઢી વર્ષમાં રામ મંદિરની મુલાકાત કેમ નથી લીધી: Arvind Kejriwal
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: આર્મીના નિવૃત્ત જવાનના ત્રાસથી કંટાળી ૩ મહિનાના ગર્ભ સાથે પત્નીએ જીવન લીલા સંકેલી
    અમદાવાદ

    Ahmedabad: આર્મીના નિવૃત્ત જવાનના ત્રાસથી કંટાળી ૩ મહિનાના ગર્ભ સાથે પત્નીએ જીવન લીલા સંકેલી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧

    શહેરના વટવા વિસ્તારમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસની એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી ૩૧ વર્ષીય પરિણીતાએ પતિ, જેઠ અને સાસુના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક પરિણીતા પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો છે.

    મળતી માહિતી મુજબ, જશોદાનગરમાં રહેતા ૬૦ વર્ષીય શરીમતીબેન સિંહની ૩૧ વર્ષીય પુત્રી રીંકીદેવીના લગ્ન વર્ષ ૨૦૧૩માં વટવા ખાતે રહેતા અને લુધિયાણા આર્મીમાંથી નિવૃત્ત થયેલા નરેન્દ્ર રાજપૂત સાથે થયા હતા. લગ્નના શરૂઆતના બે મહિના બાદ જ પતિ નરેન્દ્ર, સાસુ ફુલાબેન અને જેઠ પ્રવિણે રીંકીદેવીને દહેજ બાબતે મેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

    સાસરિયાઓ પરિણીતાને મોબાઇલ પણ વાપરવા દેતા નહોતા અને પિયરમાં માતા-પિતા સાથે વાત કરવા કે ઘરે જવા પર પણ પાબંદી લગાવી દીધી હતી. વર્ષ ૨૦૧૮માં પણ પતિના મારથી કંટાળી રીંકીદેવી પિયર જતી રહી હતી અને પોલીસમાં અરજી કરી હતી, જો કે બાદમાં સમાજના આગેવાનોની મધ્યસ્થતાથી સમાધાન થતાં તેઓ પરત સાસરીમાં આવ્યા હતા.

    સમાધાન બાદ પણ સાસરિયાઓ સુધર્યા નહોતા અને તેમણે ફરીથી દહેજમાં સોનાની ચેઈન, બુલેટ બાઈક અને રોકડા રૂપિયાની માંગણી સાથે અત્યાચાર ગુજારવાનું શરૂ રાખ્યું હતું. ગત ૨૫ જૂનના રોજ રીંકીદેવીએ કોઈક રીતે પોતાની માતાને ફોન કરીને રડતા રડતા જણાવ્યું હતું કે, ’તેને ત્રણ મહિનાનો ગર્ભ હોવા છતાં પતિ તેની પાસે ઘરનું ભારે કામ કરાવે છે અને મારઝૂડ કરે છે.’

    જે તે સમયે માતાએ પુત્રીને સાંત્વના આપી સમજાવી હતી, પરંતુ સાસરિયાઓનો ત્રાસ અસહ્ય બની જતાં આખરે ૨૮ જૂનની સવારે પરિણીતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન પરિણીતાના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.

    આ સ્યૂસાઇડ નોટમાં પરિણીતાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, તે પોતાના પતિ, જેઠ અને સાસુના અતિશય ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકની માતા શરીમતીબેને જમાઈ નરેન્દ્ર રાજપૂત, જેઠ પ્રવિણ અને સાસુ ફુલાબેન સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નવસારી, તાપી, ભરૂચ, અમરેલી-ઉનામાં ધોધમાર Rain

    June 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રા સુરક્ષા અનુસંધાનને ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું

    June 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: ડ્રગ્સ કેસના આરોપી પાસેથી વધુ રૂ.૩૩ લાખનો એમ ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

    June 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabadના ઓઢવમાં ૩ કરોડની ઠગાઈ આચરનાર બે બિલ્ડરની ધરપકડ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    02 જુલાઈ નું રાશિફળ

    July 1, 2026

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026

    Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી

    July 1, 2026

    તંત્રી લેખ…ભારત અને ફ્રાન્સ સહકારના નવા યુગમાં

    July 1, 2026

    Europe માં ગરમીથી ટ્રામના ટ્રેક પણ વળી ગયા, રોડ પીગળ્યા

    July 1, 2026

    Pakistan માં ISIS ના ઠેકાણાઓ પર ડ્રોન વડે હવાઈ હુમલા કરાયા

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    02 જુલાઈ નું રાશિફળ

    July 1, 2026

    America માં જન્મજાત નાગરિકતા પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ટ્રમ્પનો આદેશ રદ કર્યો

    July 1, 2026

    Afghanistan માં આતંકવાદી માળખા સામે પાકિસ્તાનની કાર્યવાહી “કાયદેસર, લક્ષ્યાંકિત અને વાજબી” હતી

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.