Ahmedabad,તા.24
ચોમાસાના પ્રારંભ સાથે જ મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થવાની દહેશત છે. મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધવા માટે હવે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
વર્ષ 2030 સુધી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ વિસ્તારોને મેલેરિયામુક્ત રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગ પર અંકૂશ મેળવવા માટે આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિસ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેકટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર જીઆઇડીસી અને સાણંદ જીઆઇડીસીના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા.વાસણા, બોળ, શિયાવાડા, છારોડી વિસ્તારોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.