New Delhi, તા.૨૧
કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અરજી પર બુધવારે Delhi High Courtમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી સામેની અરજી પર સુનાવણી કરી હતી. બંનેએ જંતર-મંતર પર કથિત ગેરાકાયદેસર પ્રવેશના કેસમાં તેમની કસ્ટડી વધારવાના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (જીઈસ્)ના આદેશને પડકાર્યો છે. દિલ્હી પોલીસ તરફથી છજીય્ ચેતન શર્મા અને વકીલ આશિષ દીક્ષિત અદાલતમાં હાજર રહ્યા હતા, જ્યારે સૌરવ દાસ અને અન્ય લોકો તરફથી વકીલ અભિક ચિમનીએ દલીલો રજૂ કરી હતી. ચાલો જાણીએ કે સુનાવણી દરમિયાન બંને પક્ષોએ શું દલીલો કરી અને અદાલતે શું કહ્યું.
સૌપ્રથમ સમગ્ર મામલો સમજી લઈએ. ઝ્રત્નઁના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો છે. તાજેતરમાં જીઈસ્એ બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી વધારી હતી. બુધવારે તેમની કસ્ટડીની મુદત પૂરી થઈ રહી હતી. આથી બંનેએ કસ્ટડી વધારવાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન બંને નેતાઓએ કસ્ટડી વધારવાના આદેશ સામે સવાલો ઉઠાવ્યા હતા.
આ મામલે સુનાવણી દરમિયાન Delhi High Court મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. અદાલતે ઝ્રત્નઁના પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા તથા બેરિકેડ તોડવા જેવી પ્રવૃત્તિઓનાં સંભવિત પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે હાલમાં બંને અરજદારો પ્રદર્શનના અગ્રભાગમાં છે. જ્યારે તમે ત્યાં જઈને બેરિકેડ તોડો છો, ત્યારે એવી આશંકા રહે છે કે અન્ય ૧૦થી ૨૦ લોકો પણ આવું કરવા લાગે, જેમના પર તમારું નિયંત્રણ નહીં હોય. હાઈકોર્ટે આશુતોષ રાંકા અને સૌરવ દાસને સવાલ કર્યો કે, જ્યારે જંતર-મંતર પર જવાની પરવાનગી જ નહોતી, તો તેઓ ત્યાં ગયા જ શા માટે? આ ઉપરાંત કોર્ટે કહ્યું, અમે બીજા દેશોમાં પણ જોયું છે કે શરૂઆત શાંતિપૂર્ણ રીતે થઈ હતી, પરંતુ પછી પરિસ્થિતિ ક્યાં પહોંચી ગઈ. આ દરમિયાન હાઇકોર્ટે બંનેને મેજિસ્ટ્રેટ સમક્ષની સુનાવણીના પરિણામની રાહ જોવાનું પણ જણાવ્યું હતું. જે પછી તેમણે હાઇકોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

