Jakarta,તા.18
ઈન્ડોનેશિયામાં રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા ઈસ્ટ નુશા ટેંગારામાં આવેલ જવાળામુખી લેવોટોબી લાકી-લાકી જવાળામુખી આજે સવારે પુરી તાકાત સાથે ફાટતા વધુ એક વખત ખુવારીનો ભય છે.
1584 મીટર ઉંચો આ જવાળામુખી ફલોરેસ્ટ ટાપુ પર આવેલો છે અને સામાન્ય રીતે તે શાંત રહે છે. પરંતુ બે દિવસ પહેલા જ તેમાંથી લાવા નિકળવાનો પ્રારંભ થઈ ગયો હતો જેના કારણે આસપાસના રહેવાસીઓને ખસેડી લેવાયા હતા.
આ જવાળામુખી ફાટવાને કારણે વધુ એક વખત વૈશ્વિક હવાઈસેવાને અસર થવા લાગી છે અને ભારત, સિંગાપુર તથા ઓસ્ટ્રેલિયાની બાલી ખાતેની વિમાની સેવા હાલ બંધ કરવામાં આવી છે.
એરઈન્ડિયાનું દિલ્હીથી બાલી જતુ વિમાન અર્ધરસ્તેથી જ પરત ફર્યુ હતું અને હવે ફરી ઓલકલીયરના સિગ્નલ મળ્યા બાદ જ બાલી સાથેનો વિમાની વ્યવહાર શરુ કરવામાં આવશે.
એરઈન્ડિયા સહિતની ભારતીય એરલાઈન્સ હાલ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે તેમાં હવે આ જવાળામુખીએ આગામી બે-ત્રણ દિવસ સુધી વિમાની સેવા ફરી શરુ થાય તેવી શકયતા નથી.