New Delhi,તા.04
એર ઈન્ડિયાની એક ફલાઈટમાં ટેકનિકલ ખરાબીના કારણે ભોપાલમાં ઈમરર્જન્સી લેન્ડીંગ કરાવવું પડયું હતું. કોઈ અનિચ્છનીય ઘટના બની નથી, બધા 164 યાત્રીઓ સુરક્ષિત છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ એર ઈન્ડીયાની દિલ્હીથી બેંગલુરૂ જઈ રહેલી ફલાઈટ નંબર એઆઈ-2487ની ભોપાલમાં ઈમર્જન્સી લેન્ડીંગ કરાવી પડી હતી.
આ ફલાઈટમાં 164 જેટલા યાત્રીઓ સવાર હતા. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ કરાવવું પડયું હતું. બધા યાત્રીઓ સુરક્ષિત છે અને તેમના માટે અન્ય એરલાઈન દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા કરાઈ હતી.

