Mumbai,તા.15
અજય દેવગણ, તમન્ના ભાટિયા તથા સંજય દત્તનું ફિલ્મ ‘રેન્જર’નું શૂટિંગ હવે થાઈલેન્ડમાં આગળ ધપાવાશે. આ માટે ટૂંક સમયમાં જ ફિલ્મની ટીમ થાઈલેન્ડ જવાની છે.
ફિલ્મનું શૂટિંગ ગત માર્ચ માસથી મુંબઈમાં શરુ થયું હતું. છેલ્લા ચાર-પાંચ માસમાં ફિલ્મનાં મહત્વનાં દ્રશ્યોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. હવે કેટલાક સીન્સનું શૂટિંગ થાઈલેન્ડમાં નક્કી કરાયું છે. વન્ય પ્રાણીઓના શિકાર વિશેની ફિલ્મમાં અજય દેવગણ ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જ્યારે સંજય દત્ત નેગેટિવ રોલમાં હશે એમ કહેવાય છે.