Mumbai તા.10
મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પુત્ર પાથટ્રપવાર એ વેચી ન શકાય તેવી રૂા.1800 કરોડની કિંમતની ગણાતી સરકારી જમીન ફકત 300 કરોડમાં ખરીદી લીધાનો ઘટ્ટસ્ફોટ થયા બાદ હવે તેમાં વધુ ધડાકા થયા છે અને આ પ્રકારના સોદામાં રૂા.21 કરોડની જે સ્ટેમ્પ ડયુટી ભરવાની થતી હતી તે પણ પવાર પુત્ર માટે માફ કરીને ફકત રૂા.500માં સોદો કરી લેવાયો હતો તેવો ધડાકો થતા રાજય સરકારે તે સોદો રદ કર્યો છે.
મહારાષ્ટ્રના સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટના સંયુક્ત મહાનિરીક્ષક રાજેન્દ્ર મુથેના જણાવ્યા મુજબ મુંધવા-કોરેગાંવ પાર્કની 43.26 એકર જમીન જે મહારાષ્ટ્ર સરકારની છે તે વેચવાની કોઈને સતા નથી. 1955માં સરકારે આ જમીન કબ્જે કરી હતી અને બોટેનીકલ સર્વે ઓફ ઈન્ડીયાને તે ભાડે પટ્ટે આપવામાં આવી હતી જેની મુદત 2038માં પુરી થાય છે અને જમીનના દસ્તાવેજોમાં પણ મહારાષ્ટ્ર સરકારનો ઉલ્લેખ છે.
જેમાં શિતલ તેજવાની નામના એક વ્યક્તિએ જમીનના મૂળ માલીકની પાવર ઓફ એટર્ની બનાવીને આ જમીન પાર્થ પવાર અને તેના પિતરાઈ ભાઈ દિગ્વીજયસિંહ અમર પાટીલની કંપની અમાડીયા એન્ટરપ્રાઈઝીસને રૂા.300 કરોડમાં વેચી હતી આમ રૂા.1 લાખની મુળીવાળી કંપનીએ રૂા.300 કરોડનો સોદો કર્યો હતો.
ફકત રૂા.500ના સ્ટેમ્પ પેપર પર આ સોદો થયો. ડેટા સેન્ટર બનાવવા માટે સ્ટેમ્પ ડયુટી માફ કરવામાં આવી હતી અને તેની કુલ 21 કરોડની સ્ટેમ્પ ડયુટી પણ સરકારને મળી નથી.
અનુભવથી શીખી જશેઃ અજીત પવારે ફરી બચાવ કર્યો
હજુ બે વર્ષ પહેલા જ રૂા.70 હજાર કરોડના સિંચાઈ જમીન કૌભાંડ અને 25000 કરોડના કોઓપરેટીવ બેન્ક ગોટાળામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નામ ગાજયુ હતું અને રાજયના તે સમયના અને હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવુ પણ કહ્યું હતું કે આ ગોટાળામાં અજીત પવારને જેલ થશે અને તે જેલમાં ચકકી પીસશે તેવો પણ પ્રચાર કર્યો હતો પણ અજીત પવાર હવે ભાજપ સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ જતા તેમની સામેના તમામ આરોપો હવે પડતા મુકાયા છે.
તે સમયે તેના પુત્રનું કૌભાંડ બહાર આવ્યું છે. જો કે અજીત પવારે એક જ શબ્દમાં કહ્યું કે એ અનુભવથી શીખી જશે. આમ કહીને પોતાના પુત્રનો બચાવ કરવાની કોશીશ કરી હતી. અગાઉ તેમણે એવું કહ્યું હતું કે મારો પુત્ર મોટો છે અને તે પોતાના નિર્ણય કરે છે. આમ કહીને બચવા પ્રયત્ન કર્યો પણ હવે સરકારે સોદો રદ કર્યો છે.

