Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો
    • Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું
    • Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર
    • Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા
    • Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ
    • પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય
    • Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો
    • Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Ajma નું વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
    સૌરાષ્ટ્ર

    Ajma નું વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદના કારણે અજમાના પાકને નુકસાન : ખેડૂતોને ૫૦ ટકા કરતા વધારે નુકસાની

    Bhavnagar, તા.૭

    સામાન્ય રીતે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર વધારે થઈ રહ્યું છે. પરંતુ મહુવા તાલુકાના ડુંડાસ ગામે સૌથી વધારે અજમાનું વાવેતર થાય છે.

    આ ગામમાં ખેડૂતો વધુ પ્રમાણમાં અજમાની ખેતી કરે છે. બિનપિયત ખેતી હોવાના કારણે વર્ષ દરમિયાન ખેડૂતો એક જ પાક લઈ શકે છે અને સારી આવક મેળવી રહ્યા છે. પરંતુ આ વર્ષે પડેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દર વર્ષે થતા ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. ડુંડાસ ગામના ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

    ડુંડાસ ગામના ખેડૂત ભરતભાઈ જેરામભાઈ સોડવડીયાએ સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી અજમાની ખેતી કરે છે. ખેડૂતે ૧૫૦ વિઘા જમીનમાં અજમાનું વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદના કારણે અજમાના પાકને ભારે નુકસાન થયું છે. વિઘે ૧૫ હજાર સુધીનું નુકસાન થયું છે.

    ખેડૂત ભરતભાઈ જેરામભાઈ સોડવડીયાએ જણાવ્યું કે, “મેં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને હું અમારી વડીલોની પરંપરાગત ખેતી સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું. છેલ્લા ૨૫ વર્ષથી અજમાની ખેતી કરી રહ્યા છીએ. પરંતુ આ વર્ષે અજમાની ખેતીમાં વરસાદના કારણે વધુ નુકસાન જોવા મળી રહ્યું છે. વરસાદના કારણે આ વર્ષે ૧૫૦ વિઘા કરતા પણ વધુ જમીનમાં વાવેલ અજમાને નુકસાન પહોંચ્યું છે. તેમજ અન્ય ખેડૂતોને પણ આ વર્ષે અજમાની ખેતીમાં નુકસાન પહોંચ્યું છે.”

    વધુમાં ખેડૂતે જણાવ્યું, “સરકાર દ્વારા રાહત પેકેજમાં ભાવનગર જિલ્લાની શા માટે બાદ રાખવામાં આવ્યો છે તે પણ એક પ્રશ્ન થાય છે. વરસાદ બધી જગ્યાએ સરખો થયો છે. કપાસમાં નુકસાન છે તેમજ અજમાની ખેતીમાં પણ નુકસાન પહોંચ્યું છે. અજમાની ખેતીમાં આવેલ નુકસાન અટકાવવા માટે દવાનો છંટકાવ, ખાતરનો છંટકાવ સહિત પ્રયાસ કર્યો હતો. છતાં પણ કોઈ પ્રકારની સફળતા મળી નથી. અજમાની ખેતીમાં આ વર્ષે અજમા પાક ઉપર આવી ગયા હતા. ત્યારે જ નુકસાન થયું છે.

    “અજમાના છોડ ઉભા સુકાઈ ગયા છે અને ખેતરો ખાલી થવા લાગ્યા છે. અજમાની ખેતીમાં આ વર્ષે વારંવાર નુકસાન પહોંચ્યો છે. અમુક એવા પણ ખેતરો રહેલા છે, જેમાં પાણીનો ઢાળ હોવાથી પાણી ન લાગતું હોય તે ખેતરોમાં અજમાને નુકસાન ઓછું પહોંચ્યું છે. આવા ખેતરમાં ૨૦% જ નુકસાન છે, બાકી ૮૦% નુકસાની થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડ્યો હતો, જેના કારણે આ નુકસાન પહોંચ્યો છે. ખેતરમાં રહેલા અજમાના ઉભા છોડ સુકાઈ રહ્યા છે. વિઘે ૨૫,૦૦૦ રૂપિયાની આવક થઈ હતી. પરંતુ આ વર્ષે ૧૦ હજાર રૂપિયાની આવક થશે.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025

    Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા

    June 17, 2025

    Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ

    June 17, 2025

    પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.