Mumbai,તા.22
જ્યારે પણ અક્ષય કુમાર કપિલ શર્માના શોમાં આવે છે, ત્યારે બંને વચ્ચે મજેદાર જુગલબંધી જોવા મળે છે. અક્ષય ફરી એકવાર ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માં મહેમાન બન્યો હતો.
કપિલે તેને પૂછ્યું કે તમારી સૌથી મોટી એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) કેટલા રૂપિયાની છે. તો બીજી તરફ અક્ષયે જણાવ્યું કે આજે પણ જ્યારે પણ હું લાઈટ કે પંખો ચાલુ જોઉં છું તો દોડીને બંધ કરી દઉં છું. આ કંજૂસી નથી પણ બાળપણની આદત છે.
કપિલ અને અક્ષય વચ્ચે નાણાકીય બાબતોની ચર્ચા થઈ રહી હતી. કપિલે અક્ષયને પૂછ્યું કે, તમારી સૌથી મોટી એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) કેટલા રૂપિયાની છે? અક્ષયે જવાબ આપ્યો કે, ‘હું તને એ નહીં જણાવું.’
ત્યારબાદ કપિલે અક્ષયને પૂછ્યું કે શું તમારામાં કોઈ મધ્યમ વર્ગની ટેવ છે? અક્ષયે જવાબ આપ્યો કે, ‘આજે પણ જો મારો દીકરો કે દીકરી પંખો કે લાઈટ ચાલુ રાખી દે છે, તો હું દોડીને તેને બંધ કરી દઉં છું.
અક્ષયે કહ્યું કે, ‘આજે સવારે મેં મારા કોચને પણ ઠપકો આપ્યો. મેં તેને કહ્યું હતું કે, હું રૂમમાં આવું તેની પાંચ મિનિટ પહેલા એસી ચાલુ કરવું, પણ તેણે 25 મિનિટ વહેલા એસી ચાલુ કરી દીધું. આ કંજૂસી નથી, હું આ રીતે જ મોટો થયો છું – સંસાધનોનું ધ્યાન રાખીને.’