Visavadar,તા.05
વિસાવદર ગાઠાણી હોસ્પિટલ ખાતે તાજેતરમાં રોટરી કોમ્યુનિટી કોપ્ર્સ તથા ગાઠાણી હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે સ્વ. જમનાબેન વિરજીભાઇ ખુહાની નવમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો જેમાં જૂનાગઢ ના ખ્યાતનામ ડોક્ટરો , હિમાંશુ ચુડાસમા, તારક ચુડાસમા, આકાશ મહેતા, દર્શિલ સોઢા,પ્રતીક ટાંક, ચાર્મી ઉનળકટ, ફોરમ ટાંક, કલ્પેશ રામોલિયા એ સેવા આપેલ હતી.
જેનોઅંદાજે 110 જેટલા દર્દી ઑ એ લાભ લીધેલ હતો, કેમ્પને સફળ બનાવવા ગાઠાણી હોસ્પિટલ ના સ્ટાફે તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સ્થાપક પ્રમુખ રમણીક દુધાત્રા, પ્રમુખ ચંદ્રકાંત ખૂહા, મહામંત્રી અમિતપરી ગોસ્વામી, સભ્યો ગિજુભાઈ વિકમાં, ઈલ્યાસ મોદી, અબાસી ખેતી, કૌશિકપરી ગોસ્વામી, મુકેશ રીબડીયા, રાજન રીબડીયા, ઓસુભાઈ હમીરકા, કિશોર સાગઠીયાએ જહેમત ઉઠાવેલ હતી.