Mumbai, તા.29
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ બિગ સ્ક્રીન પર એટલી તો હિટ હતી કે ફેન્સ હવે તેની સિક્વલની રાહ જોઇ રહ્યા છે. તાજા ખબરો મુજબ અલ્લુ અર્જુને આ સિક્વલ માટે એટલી તો ફી લીધી છે કે તે દેશનો સૌથી વધુ ફી લેનાર કલાકાર બની ગયો છે.
ખબરો મુજબ તેમણે ‘પુષ્પા-2’ માટે અધધધ 300 કરોડ રૂપિયા ફી લીધી છે. જો કે આ ખબરને અધિકૃત પુષ્ટિ નથી પણ કહેવામાં આવે છે કે આ રીતે તેણે ફીના મામલે સાઉથના સુપર સ્ટાર દલપતિ વિજયને પાછળ છોડી દીધો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નેશનલ વિનીંગ અલ્લુ અર્જુને ‘પુષ્પા-2’ના રોલ માટે 300 કરોડ રુપિયા ચાર્જ કર્યો છે.
ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો અને તેણે કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મની સફળતા બાદ અલ્લુ અર્જુનની માત્ર સ્ટાર વેલ્યુઝ ન વધી બલ્કે તેની ફીમાં પણ વધારો થયો. રિપોર્ટ મુજબ દલપતિ વિજયે ‘દલપતિ 69’ માટે 275 કરોડ રુપિયા ફી લીધી હતી.
ત્યારે દલપતિ વિજયે શાહરુખ ખાનને પાછળ રાખીને ભારતનો સૌથી વધુ ફી લેતો એક્ટર બની ગયો હતો. હવે અલ્લુ અર્જુન સૌથી વધુ ફી વસુલનાર એક્ટર બન્યો છે.