હાલમાં ‘રાકા’ સિવાય રશ્મિકા પાસે ‘માયસા’, ‘રણબલી’, ‘પુષ્પા ૩’ અને ‘એનિમલ પાર્ક’ જેવી ફિલ્મો પણ છે
Mumbai, તા.૨૯
‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીમાં શ્રિવલ્લી અને પુષ્પા રાજની લોકપ્રિય જોડી તરીકે દિલ જીતનાર રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન હવે ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મફ્રી શકે છે. આ અંગેના અહેવાલો મુજબ, દિગ્દર્શક અટલીની મહત્ત્વાકાંક્ષી સાયન્સ-ફિક્શન ફેન્ટસી એક્શન ફિલ્મ ‘રાકા’ના મુંબઈ શીડ્યુલમાં રશ્મિકા ટૂંક સમયમાં જોડાવાની છે.અહેવાલો અનુસાર, ‘પુષ્પા’ બાદ આ બંને કલાકારોની એકબીજા સાથે પહેલી ફિલ્મ હશે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ ભારે પસંદ કરી હતી અને હવે ‘રાકા’માં તેમની જોડી ફરી એકવાર જોવા મળશે.સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મમાં રશ્મિકા મંદાના નેગેટિવ પાત્ર ભજવતી જોવા મળી શકે છે. જો આ માહિતી સાચી સાબિત થશે તો મેઇનસ્ટ્રીમ કમર્શીયલ ફિલ્મમાં રશ્મિકાનો આ પહેલો વિલન અવતાર હશે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી તેનાં પાત્ર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ફિલ્મનું ડિરેક્શન અટલી કરે છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મ ૨૦૨૭ના અંતમાં થિએટર્સમાં રિલીઝ થાય તેવી શક્યતા છે, જોકે સ્ટારકાસ્ટ, કથાવસ્તુ અને રિલીઝ ડેટ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. તાજેતરના વર્ષોમાં રશ્મિકા મંદાનાએ તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત સફળતા મેળવી છે. ‘પુષ્પા’ ઉપરાંત ‘એનિમલ’ અને ‘છાવા’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓને પણ પ્રશંસા મળી હતી. વર્ક ળન્ટની વાત કરીએ તો ‘રાકા’ સિવાય રશ્મિકા પાસે ‘માયસા’, ‘રણબલી’, ‘પુષ્પા ૩’ અને ‘એનિમલ પાર્ક’ જેવી ફિલ્મો પણ છે. તેમાંની કેટલીક ફિલ્મોની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે કેટલીક હજુ વિકાસના તબક્કામાં છે.હાલ ચાહકોની નજર હવે ‘રાકા’ અંગેની આગામી સત્તાવાર જાહેરાત પર છે, ખાસ કરીને રશ્મિકા અને અલ્લુ અર્જુનની ફરી એકવાર સાથે જોવા મળનારી જોડી અને અભિનેત્રીના સંભવિત નેગેટિવ રોલને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

