Washington,તા.21
અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમનના દિવસો ગણાઈ રહ્યા છે તે સમયે દેશની સરકારની દેવા મર્યાદા વધારવા મુદે વર્તમાન બાઈડન સરકાર અને પ્રેસીડેન્ટ ઈલેકટ- ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જબરી ટકકર સર્જાઈ છે.
આ દેવા મર્યાદા કામચલાવ વધારીને ક્રિસમસ સમયે જ શટડાઉન ટાળવા બાઈડન તંત્ર ભરચક પ્રયાસો કરી રહ્યો છે. પ્રેસીડેન્ટ ઈલેકટ ટ્રમ્પે દેવા મર્યાદા સસ્પેન્ડ કરવા જ માંગ કરી હતી પણ તે માન્ય રાખ્યા વગર જ અમેરિકી હાઉસ ઓફ રીપ્રેન્ટેટીવએ આ ખરડા 366-34 મતોની બહુમતી પસાર કરી લીધો હતો. ટ્રમ્પે રીપબ્લીકન સાંસદોને આ ખરડામાં દેવા મર્યાદા 2029 સુધી સસ્પેન્ડ કરવા માટે ટેકામાં આપવા અને ‘યસ’ વોટીંગ કરવા અપીલ કરી હતી.
પરંતુ રીપબ્લીકન પક્ષના 38 સાંસદોએ તેમણે ‘યસ’ કર્યુ ન હતુ. આમ ટ્રમ્પને તેના જ પક્ષમાંથી ફટકો પડયો છે. હવે આ ખરડો સેનેટ સમક્ષ છે તથા માર્ચ માસ સુધી આ દેવા મર્યાદા વધારાશે તો ખાસ સ્પેન્ડીંગ-બિલ ખર્ચના બિલ મંજુર કરવા માટે સેનેટ મંજુરી આપશે. આ મંજુરીમાં સરકારના ડિઝાસ્ટર અને કૃષી ખર્ચની જોગવાઈ છે.
હવે સેનેટ આ ખરડો મંજુર કરે એટલે રાષ્ટ્રપતિ જો બાઈડનને સહી માટે મોકલાશે અને તે રીતે ક્રિસમસ સમયે શટડાઉન થશે નહી. આ લડાઈને ટ્રમ્પ સામે તેના જ પક્ષમાં બળવા તરીકે જોવાઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રમ્પ શાસનમાં એલન મસ્કના વધતા પ્રભાવ મંત્રીમંડળની પસંદગીમાં જે રીતે ટ્રમ્પ આગળ વધી રહ્યા છે.
તેની સામે નારાજગી છે તેની દેવા મર્યાદા 2029 સુધી વધારવાની દરખાસ્ત મંજુર થઈ શકી નથી. જો શટડાઉન આવે તો સરકારના 22 લાખમાંથી 8 લાખ કર્મચારીઓને ‘રજા’ પર મોકલી દેવામાં આવશે અને ક્રિસમસ સમયે આ સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે અને અમેરિકાના તમામ ક્ષેત્રો પર અસર થશે.