Washington, તા.25
એચવનબી વીઝાની ફીને લઈને મચેલી બબાલ વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલીન લેવિટને મોટું નિવેદન બહાર આવ્યું છે. લેવિટે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકામાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાની સાથે જ સ્થાનિક નોકરીઓની રક્ષા કરવા માટે પ્રતિબધ્ધ છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટનું આ નિવેદન એચવનબી વીઝાની વધતી તપાસ અને વિદેશી શ્રમિકોના કારણે મુખ્ય ઉદ્યોગોમાં અમેરિકી નોકરીઓના વિસ્થાપનની સંભાવના બહાર આવી છે.
લેવિટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકી કર્મચારીઓને બદલવાનું સમર્થન નથી કરતા. રાષ્ટ્રપતિ કહે છે કે અમેરિકી મેન્યુફેકચરિંગ ઉદ્યોગ પહેલાંથી વધુ બહેતર રીતે ચાલે આ તેનો જ ભાગ છે જે અંતર્ગત રાષ્ટ્રપતિ ટેરિફનો અસરકારક રીતે ઉપયોગ અને દુનિયાભરમાં સારા વ્યાપાર સોદામાં કપાતથી કરી રહ્યા છે.
લેવિટે કહ્યું હતું કે, ટ્રમ્પે વિદેશી કંપનીઓને અમેરિકામાં સીધો રોકાણનો આદેશ આપ્યો છે. તેમણે આ વિદેશી કંપનીઓને કહ્યું છે કે, આપ અહીં રોકાણ કરી રહ્યા છો, જો આપ અહીં વેપાર કરવા માગો છો તો આપે અમેરિકી લોકોને જ નોકરી આપવી પડશે.
તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વીઝા યોજનાના બચાવમાં કહ્યું હતું કે તેમને પોતાના ક્ધઝર્વેટિવ મિત્રો અને એમએજીએ સમર્થકો સાથે પ્રેમ છે, જો કે તેમણે માન્યું હતું કે અમેરિકામાં વિદેશી કુશળ કારીગરોની જરૂર છે.

