New Delhi,તા.25
મ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત સરકારે આકરા પગલા લેવા શરૂ કર્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદૃેશમંત્રી એસ. જયશંકરે રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુની મુલાકાત લઈને પહેલગામ હુમલા સહિત સમગ્ર સ્થિતિની રાષ્ટ્રપતિેને માહિતી આપી હતી.
પહેલગામ આતંકી હુમલા બાદૃ આખા દૃેશમાં આક્રોશ છવાયેલો છે. લોકો ૨૮ નાગરિકોના મોત સામે બદૃલો લેવાની માંગ કરી રહૃાાં છે. ત્યારે આ વચ્ચે કંઈક એવું બન્યું છે, જેનાથી ભારત પાકિસ્તાન સામે બદૃલો લેશે તેવો અંદૃેશો આવી રહૃાો છે. ગૃહમંત્રી અમિત શાહ અને વિદૃેશ મંત્રી જયશંકરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે અને તેમને હુમલા વિશે માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મૂર્મુ સાથે ગૃહમંત્રીએ અચાનક મુલાકાત કરતા ચર્ચા વહેતી થઈ છે. ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. વિદૃેશમંત્રી એસ જયશંકર પણ બેઠકમાં ઉપસ્થિત રહૃાાં છે. ગૃહમંત્રીએ પહલગામ હુમલાની જાણકારી આપી છે.
ભારતે એકાએક વિવિધ દૃેશોના રાજદૃૂતો સાથે બેઠક કરી છે. કેટલાક વિદૃેશના રાજનાયિકો વિદૃેશ મંત્રાલય પહોંચ્યા છે. ૨૦ દૃેશોના રાજનાયિકો વિદૃેશ મંત્રાલય પહોંચ્યા છે. જેઓને પહેલગામ હુમલાની જાણકારી આપવામાં આવશે. ભારતે પહેલગામ આતંકવાદૃી હુમલા અંગે વિદૃેશ મંત્રાલયના મુખ્યાલયમાં જાણકારી આપવા માટે અમેરિકા, યુકે, ઇયુ, ઇટાલી, કતાર, જાપાન, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ વગેરેના ઉચ્ચ રાજદૃૂતોને બોલાવ્યા.