New Delhi તા.2
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુથી દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનનાં કારણે તેમનાં વિમાને હાઈવર્ટ કરી જયપુર એરપોર્ટ પર ઉતરવું પડયુ હતું. ઉલ્લેખનીય છે કે શાહ સોમવારે જમ્મુનાં પ્રવાસે હતા તેમણે બિક્રમ ચોક પાસે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી
આ દરમ્યાન અમિત શાહે પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યા સાંભળી હતી. ત્યારબાદ તેમણે પુર રાહત ઉપાયો પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ ગવર્નર મનોજસિંહા મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા હાજર હતા.
દરમ્યાન અમિત શાહ જમ્મુથી દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનનાં કારણે જયપુર એરપોર્ટ પર સુરક્ષીત લેન્ડીંગ તેમના વિમાને કરવુ પડયુ હતું.જમ્મુ-દિલ્હી માર્ગ પર ભારે પવન વરસાદ અને ઘુમ્મસનાં કારણે દિલ્હીમાં ઓછી વિજીબીલીટી હતી એટલે નજીકનાં વિમાન મથક જયપુરમાં ઉતરવાનો નિર્ણય લેવાયો હતો.