Amreli,તા.8
અમરેલીના નકલી લેટરકાંડ થમવાનું નામ ના લેતાં હોય તેમ પીડિતા પાટીદાર યુવતીના કઢાયેલા સરઘસ મામલે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી હવે મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સરકાર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવાયું હતું કે,જે રીતે ચપટી વગાડી દીકરીને આરોપી બનાવી સરઘસ કઢાયું, જે રીતે ચપટી વગાડી દીકરીને પટ્ટા મારવામાં આવ્યા તે જ રીતે ચપટી વગાડી દીકરીને માર મારનારા પોલીસ અધિકારી કર્મચારીને સસ્પેન્ડ કરી અને તેના 24 કલાકમાં પીડિત યુવતીના ચિર પૂરશો નહિતર પરેશ ધનાણી ગુરૂવાર સવારથી જ 24 કલાક સુધી ઉપવાસ કરવા માટેની તૈયારી બતાવતા અમરેલીમાં કડકડતી ઠંડીમાં પણ રાજકારણમાં ભારે ગરમી આવી જવા પામી છે.
અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પોતે પીડિત યુવતી સાથે થયેલ વાત મુજબ ગેરકાયેદસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી અને જે રીતે કુંવારી ક્ધયાનું સરઘસ કાઢ્યું તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
જે રીતે સરકાર દ્વારા ચપટી વગાડી અને કુંવારી કન્યાની પરેશાનીમાં મુકી અને તેણીને માર મારવામાં આવ્યો તે પોલીસ અધિકારી તથા કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પીડિત યુવતીએ માંગણી કરી છે. તે યુવતીની ન્યાયી માંગણી સ્વીકારો નહીં તો, અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આ લડાઈમાં ઝંપલાવવા તૈયાર હોવાનું પત્રકારોને જણાવાયું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે સાંજે તેઓ રાજકમલ ચોકમાં ચપટી વગાડનાર નેતાઓ સાથે જાહેરમાં ખુલ્લી ચર્ચા કરવાની ચેલેન્જ કરેલ છે અને અનેઆવા યુવતીએ અને પોતે કરેલા આક્ષેપ ખોટા સાબિત થાય તો પોતે સરકાર અને તેમના પ્રતિનિધિ સામે માફી માંગવા પણ તૈયાર હોવાનું જણાવાયું હતું.
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પીડિત પાટીદાર યુવતીને ન્યાય અપાવવા માટે હવે રાજકીય, સામાજિક અને કાયદાકીય લડાઇના મંડાણ કરશે અને જ્યાં સુધી પીડિત પાટીદાર યુવતીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ લડત ચાલું રાખશે. અને ગુરૂવાર સવારથી અમરેલીના પોલીસ અધિક્ષક કચેરી સામે 24 કલાક સુધી ભૂખ્યા પેટે ધારણા ઉપર બેસવાની પણ જાહેરાત કરતાં અમરેલીમાં કડકડતી ઠંડીમાં પણ રાજકારણમાં ભારે ગરમી આવી જવા પામી છે.
આમ અમરેલીના પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પીડિત પાટીદાર યુવતીને ન્યાય અપાવવા મામલે મેદાનમાં આવતાં આ લડાઈ હવે લાંબી ચાલશે તેમ લાગી રહયું છે.