Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો
    જામનગર

    Jamnagarના સણોસરા પાસે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકતાં કાનાલુસ પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026Updated:October 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુસાફરોની સલામતી જોખમાય તે રીતે રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફૂટનો જૂનો લોખંડનો ટુકડો મૂકાયાની ફરિયાદ,  અજાણ્યા શખ્સો સામે લાલપુર પોલીસમાં ગુનો નોંધાયો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૫ઃ

    જામનગર જિલ્લાના લાલપુર અને ગોપગામ રેલવે સ્ટેશન વચ્ચે સણોસરા ગામની સીમમાં રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફૂટ લાંબો જૂનો લોખંડનો ટુકડો મૂકવામાં આવતાં કાનાલુસપોરબંદર ટ્રેન નંબર ૫૯૨૦૫ના એન્જિન સાથે અથડાવાની ઘટના બની હતી. રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી ટ્રેનના મુસાફરોને નુકસાન પહોંચાડવાના ઇરાદે આ ટુકડો મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતાં રેલવેની સલામતીને લગતો ગંભીર મામલો સામે આવ્યો છે.

    આ બનાવ અંગે લાલપુર રેલવે કોલોનીમાં રહેતા અને ભાવનગર ડિવિઝનના રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં જુનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રામખીલાડીભાઈ મીનાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા છ વર્ષથી રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લા બે વર્ષથી લાલપુરગોપગામ રેલવે ટ્રેકની જાળવણી તથા સલામતીની કામગીરી સંભાળે છે.

    ફરિયાદની વિગતો મુજબ, તા. ૧૩ ઓક્ટોબરના રોજ બપોરે ૨૫૨ વાગ્યે ભાવનગરના એન્જિનિયરિંગ કંટ્રોલ રૂમમાંથી રાજેશભાઈ મીનાને ફોન આવ્યો હતો. તેમાં લાલપુરથી ગોપજામ તરફના રેલવે ટ્રેક પર સણોસરા ગામની સીમમાં કિલોમીટર ૮૮૩/૦૮થી ૮૮૩/૦૯ વચ્ચે કાનાલુસપોરબંદર ટ્રેન નંબર ૫૯૨૦૫ના એન્જિન સાથે મીટરગેજનો આશરે ત્રણ ફૂટ લાંબો જૂનો લોખંડનો ટુકડો અથડાયો હોવાની જાણ કરવામાં આવી હતી. ટ્રેનના ચાલક અને ગાર્ડે આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

    આ માહિતી મળતાં રાજેશભાઈ મીના લાલપુર રેલવે સ્ટેશનના ટ્રોલીમેન વિજયભાઈ મગનભાઈ સઠોડને સાથે લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં રેલવેના પાટા પર ઘસાવાનાં નિશાન જોવા મળ્યાં હતાં. પાટાની બાજુમાં આવેલા પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટના સ્લીપર પર પણ ઘસાવાનાં નિશાન જણાયાં હતાં. ત્યારબાદ તેમણે ભાવનગરના એન્જિનિયરિંગ કંટ્રોલ રૂમને ટ્રેકની સ્થિતિ અંગે જાણ કરી હતી.

    ફરિયાદમાં જણાવ્યા મુજબ, બનાવના દિવસે સવારે આશરે ૯ વાગ્યે રાજેશભાઈ મીના ગોપજામ રેલવે સ્ટેશન તરફ ટ્રોલી નિરીક્ષણ માટે નીકળ્યા હતા. સવારે ૧૦ વાગ્યાની આસપાસ તેઓ આ સ્થળેથી પસાર થયા ત્યારે રેલવે ટ્રેક પર કોઈ અવરોધ નહોતો. ત્યારબાદ સવારે ૧૦૪૧ વાગ્યે કીમેન વેજાભાઈ ભીખાભાઈ પણ ત્યાંથી પસાર થયા હતા. બપોરે આશરે ૧૨૧૫ વાગ્યે મોતીહારી એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૯૨૭૦ પણ આ સ્થળેથી પસાર થઈ હતી, ત્યારે કોઈ બનાવ બન્યો નહોતો.આથી બપોરે ૧૨૧૫થી ૨૨૮ વાગ્યા વચ્ચેના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ટુકડો ટ્રેનના એન્જિન સાથે અથડાતાં નુકસાન થયું હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.

    રેલવે કંટ્રોલ રૂમ દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવ્યા બાદ પોરબંદર રેલવે સુરક્ષા દળના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈ મીનાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભારતીય ન્યાય સંહિતા, રેલવે અધિનિયમ અને જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવા સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો કોણે અને કયા હેતુથી મૂક્યો હતો તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૦૫ સ્થળે વીજચોરી પકડાઈ
    Next Article Jamnagar: માતાના મઢ દર્શને જતા લાલપુરના મેઘપરના પરિવારની કારને ટ્રેલરની ટક્કર, મહિલાનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    જામનગર

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026
    જામનગર

    Jamnagar: હેડ કોન્સ્ટેબલનું જીબીએસની બીમારીથી સારવાર દરમિયાન મૃત્યુ

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો: આઉટસોર્સિંગ કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યો

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, કર્મચારીને રસ્તા પર પાડી ઢોર માર માર્યો

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં બે વૃદ્ધોએ ૧૨ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹122,534
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,241
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹160,462
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 11:58
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.