Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વાર્ષિક રાશિ ભવિષ્ય

    October 21, 2025

    22 ઓક્ટોબર નું પંચાંગ

    October 21, 2025

    22 ઓક્ટોબર નું રાશિફળ

    October 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વાર્ષિક રાશિ ભવિષ્ય
    • 22 ઓક્ટોબર નું પંચાંગ
    • 22 ઓક્ટોબર નું રાશિફળ
    • Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો
    • Afghanistan ટીમે ભારતનો પ્રવાસ જાહેર કર્યો છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે
    • બોલીવુડમાં અસરાનીના અવસાન પર શોક છવાઈ ગયો છે, Akshay Kumar
    • મન્નતમાં દિવાળી પાર્ટી નહોતી; શાહરૂખ ખાને ખૂબ જ સાદગીથી તહેવાર ઉજવ્યો
    • Priyanka Chopra કાકી બની, બહેન પરિણીતી ચોપરા અને સાળા રાઘવ ચઢ્ઢાને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»વાર્ષિક રાશિ ભવિષ્ય
    ધાર્મિક

    વાર્ષિક રાશિ ભવિષ્ય

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2025No Comments9 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મેષ રાશિઃ વર્ષની શરૂઆતમાં ગુરૂ ગોચર માં વૃષભ રાશિમાં તમારી રાશિથી બીજા ધન માં ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ અપાવશે યશ, નામ અને પ્રગતિ કરાવશે. કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહે . તા. ૧૪.૦૫.૨૦૨૫થી ગુરુ મિથુન રાશિમાં આવતા તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે ભાઈ- બહેન સાથે મતભેદો ઊભા કરી શકે. નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા ઘર સ્થળાંતર ના યોગ બને .

    વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોવાથી તમારા અગિયારમાં લાભ સ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક સુખમાં વધારો કરે. વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ આપે .સમાજમાં માન આપે દરેક કાર્યમાં સફળતા મળે. તા. ૨૯.૦૩.૨૦૨૫થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિથી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાથે માથા પરથી પસાર થાય જે શારીરિક માનસિક, આર્થિક તકલીફ ઊભી કરે દરેક જગ્યા એ રુકાવટો લાવે.

    વૃષભ રાશિઃ વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલા દેહભાવ માં રહેશે, જે નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો થાય. ખર્ચ પર કાબુ રાખો. નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા. તા.૧૪.૦૫.૨૦૨૫થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી બીજા ધન ભાવે રહેશે. જે આર્થિક બાબતો માટે શુભ બનતો જશે રોકાયેલા કાર્યો પૂરા થશે, કુટુંબમાં વડીલ તરફથી ધન કે સંપત્તિ મેળવવાના બને. આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી થતી જશે વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોઈ તમારા દસમા કર્મ સ્થાને રહેશે, જે નોકરી વ્યવસાયમાં લાભ આપે. આવકની સ્થિરતા રહે મનની શાંતિ આપે.થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ મળે. તા.૨૯.૦૩.૨૦૨૫થી શનિ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે રહેશે, તમારા સુખમાં વધારો કરવો. દરેક કામમાં વિલંબ દૂર થાય સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય.

    મિથુન રાશિઃ વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી બારમાં વ્યય સ્થાને રહે છે. વ્યાધિ અને પીડાના યોગ કરે જે નોકરી ધંધામાં સમસ્યા ધન ખર્ચ ના અનેક યોગો બનાવે. વિના મતલબના કાર્યોમાં ખૂબ ખર્ચ થાય . તા ૧૪.૦૫.૨૦૨૫થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે. કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપે. શારીરિક સમસ્યા પણ આવી શકે. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બની શકે. વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્ય ભાવે રહેશે .જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે. વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય. તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે, વડીલ વર્ગને બિમારીના યોગ બને. તમારી સહન શક્તિની કસોટી થાય તા.૨૯.૦૩.૨૦૨૫થી શનિ મીન રાશિનો તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે જે રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે. જેથી મન ને શાંતિ થશે થોડી વધુ મહેનત ના યોગ બનાવે પણ લાભ થાય.

    કર્ક રાશિઃ વર્ષની શરૂઆતમાં કર્કનો ગુરુ તમારી રાશિથી અગિયાર માં લાભ ભાવમાં ભ્રમણ કરશે, જે વેપાર ધંધા નોકરી માં આર્થિક રીતે લાભદાયી નીવડે પ્રગતિ કરાવે. સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય. કૌટુંબ્લિક માત મોભો વધતો જણાય. ૧૪.૦૫.૨૦૨૫ બાદ ગુરૂ મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિથી બારમા વ્યય ભાવે આવશે. આ બારમે ગુરુ કષ્ટ વ્યાધિ અને પીડા આપે શારીરિક તકલીફો વધતી જાય. ભાગ્યમાં અડચણો આવે રુકાવટો ઉભી થાય વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપે. પડવા-વાગવા ના યોગ બને. આકસ્મિક જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ ઓવા છતાં તમે યોગ્ય ફળ ન મળે. નુકશાની વધે, દગો થાય,યાત્રા પ્રવાસ કષ્ટદાથી નીવડે

    સિંહ રાશિઃ વર્ષની શરૂઆતથી વૃષભનો ગુરૂ તમારી રાશિથી દસમા ભાવે રહે છે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે. મુસાફરી કે પ્રવાસ કરાવે. નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલીના યોગ બને. તા.૧૪.૦૫.૨૦૨૫થી મિથુનનો ગુરુ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે આવે છે જે વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિના યોગ બનાવે છે. સમાજમાં યશ, નામ, પ્રતિષ્ઠા વધારે. આવકના સાધનો ઊભા થાય. ધન પ્રાપ્તિના યોગ બને. વર્ષની શરૂઆતામાં કુંભનો શનિ તમારી રાશિ થી સાતમા સ્થાનમાં રહે છે. જે લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું. લગ્નમાં વિલંબના યોગ બને. તા.૨૯.૦૩.૨૦૨૫થી મીન રાશિનો શનિ તમારી રાશિથી આઠમા ભાવે ભ્રમણ કરતા જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય. શારીરિક તકલીફો વધે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે. નોકરિયાત વર્ગે નોકરીમાં સ્થિર રહેવું.

    કન્યા રાશિઃ વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિથી નવમાં ભાવે ભ્રમણ કરશે જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે. ભાગ્યોદય થઈ શકે. મોટો ધનલાભ પણ થાય વિદેશ જવાના યોગ ઊભા થાય. લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિ ના પણ યોગ બને . તા. ૧૪.૫.૨૦૨૫થી મિથુન ગુરૂ તમારી રાશિથી દસમા કર્મભાવે આવશે. જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને પ્રવાસના યોગ ઊભા કરે. આવકનું પ્રમાણ વધી શકે. જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય. વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય. મોટા આર્થિક લાભ મળે. શત્રુ વિજય યોગ થાય. ધંધાકીય મુસાફરીના યોગ બને. તા. ૨૯.૦૩.૨૦૨૫થી મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી. પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે. આરોગ્ય સાચવવું.

    તુલા રાશિઃ વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્વાનમાંથી ભ્રમણ કરશે. જેથી નોકરી વેપાર માં નુકશાની રૂકાવટ કે આર્થિક-શારીરિક નુકસાનના યોગ બને. આરોગ્યનું ધ્યાન રાખવું મોટા સાહસથી દુર રહેવું. તા.૧૪.૦૫.૨૦૨૫થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી નવમાં ભાગ્યભાવે આવશે. જે સુખ સફળતા અને લાભ ના યોગ ઊભા કરે. ભાગ્યોદય જેવા કાર્યો થાય. વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય, પારિવારમાં શુભ પ્રસંગો આવે. ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થાય . વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપે. નાની મોટી નુકશાની થઇ શકે. ધંધા નોકરીનાં રૂકાવટ આવે સંતાનો અંગેના પ્રશ્નો ઉભા થાય. તા.૨૯.૦૩.૨૦૨૫થી મીન રાશિનો શનિ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે, જે દરેક કાર્યોમાં સફળતા મેળવી આપે. રોકાયેલા કાર્યો પૂરા કરે કોર્ટ કચેરી માં જીત આપે આરોગ્યમાં સુધારો કરે, શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે.

    વૃશ્ચિક રાશિ : વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિ થી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધામાં લાભ. રાજ સન્માન, યશ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતાના યોગ, અહીં તે સારું ફળ આપનાર છ લગ્ન યોગ ઊભા થાય, ઘરમાં માંગલિક પ્રસંગો આવે. તા.૧૪.૦૫.૨૦૨૫થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે. જે શારીરિક તકલીફ આપી શકે. ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે. નોકરી વ્યવસાયમાં આકસ્મિક સમસ્યા થઈ શકે. એકંદરે સમય શાંતિથી પસાર કરવો. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી ચોથા સુખ ભાવે રહેશે. નુકશાની અને શત્રુતાના યોગ ઊભા કરે. નોકરી વ્યવસાય ઘર પરિવારમાં વાદ વિવાદથી દૂર રહેવું. કોર્ટ કચેરીથી બચવું. નહીં તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડે, શેર-સટ્ટા જેવા કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે તા.૨૯.૦૩.૨૦૨૫થી મીન રાશિનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે. જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય. શારીરિક તકલીફો આપી શકે. સંતાનના પ્રશ્નો ઉભા થાય ખર્ચ પર કાબૂ રાખવો ધીરજ પૂર્વક સમય પસાર કરવો

    ધન રાશિઃ વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ ફળદાયી ગણાય નોકરી વ્યવસાયમાં અણબનાવ નુકશાન થઈ શકે .આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું. નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે તા.૧૪.૦૫.૨૦૨૫થી મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે. જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે. વેપાર ધંધા નોકરીમાં આવક વધશે. કામ સફળ થશે. સંબંધો મધુર થશે તબિયત સારી થશે. લગ્ન ઈચ્છુકોના લગ્નના યોગ ઉભા થાય.

    દાંપત્ય જીવનમાં મધુરતા આવે યશ, નામની પ્રાપ્તિ થાય .વર્ષ ની શરૂઆત માં કુંભ રાશિ નો શનિ તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે. વેપાર ધંધા નોકરીમાં સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરાવશે. આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે. તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે. સારો ધન લાભ થાય તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સમાજમાં પ્રતિષ્ઠા વધે. તા.૨૯.૦૩.૨૦૨૫થી શનિ તમારી રાશિથી ચોથા સુખ સ્થાને આવશે. જે માતા- પિતા સાથે અણબનાવ ઊભો કરે નહિ તેની કાળજી રાખવી , આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો એકાએક સામનો કરવો પડે. શેર-સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું નુકશાની વેઠવી પડે

    મકર રાશિઃ વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે. જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિ ના યોગ ઊભા કરશે. જીવનમાં સુખ સફળતા મળે. સંતાનો ના પ્રશ્નો હલ થાય. નોકરીમાં પ્રમોશનના યોગ થાય. વિદેશ જવાનું સપનું પૂરું થાય. તા. ૧૪.૦૫.૨૦૨૫થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુભાવે આવે. જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાત ના યોગ બનાવે. નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવક ઘટે. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે . અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે શારીરિક -માનસિક ચિંતા બેચેની આપે. તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડે. ઉતરતી પનોતી માં ધીરજ પૂર્વક સમય પસાર કરવો. મોટા સાહસ કે મોટા ખર્ચથી બચવું. કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં. પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે. તા.૨૯.૦૩.૨૦૨૫થી શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે રોકાયેલા કાર્યો પૂરા થશે. લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે ફરી સાહસિક કર્યો દ્વારા પ્રગતિ થશે. વેપાર ધંધા નોકરીમાં ધન લાગતા યોગ ઊભા થશે. એકંદરે સારી સફળતા મળે. યશ નામ મળે.

    કુંભ રાશિઃ વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે .જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે. સફળતા પ્રાપ્તિ કરાવે કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે. જમીન મિલકત પ્રોપર્ટીના લાભ કરાવે તા. ૧૪.૦૫.૨૦૨૫થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવશે. જે સુખ સફળતાના યોગ ઊભા કરે. સંતાન પ્રાપ્તિના યોગ થાય. બાળકોના પ્રશ્નો પુરા થાય. ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બને. વર્ષની શરૂઆતમાં કુંભના શનિથી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાપે છાતી પરથી પસાર થશે. જે વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મી દાયક કે ધન દાયક ખરા પરંતુ પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે. પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે. તા. ૨૯.૦૩.૨૦૨૫થી શનિ તમારી રાશિથી બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે. વારસાગત લાભ અપાવે. જમીન મકાન પ્રોપર્ટીથી ધન લાભ થાય. શનિ ઉપાસના શરૂ રાખવી વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો.

    મીન રાશિઃ વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને. નાનો મોટો ફ્લેશ થાય. થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય. તા. ૧૪.૦૫.૨૦૨૫થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી ભ્રમણ કરશે. જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે. આવકમાં વધારો થશે. માલ મિલકત વધશે. મકાન વાહન ગાડી સુખ વધશે. વૈભવમાં વધારો થઈ શકે. યશ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે. વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા બારમા વ્યય સ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માંથા પરથી પસાર થાય છે જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવે. વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે. પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી. શનિદેવની ઉપાસના કરવી. સમય શાંતિથી પસાર કરવો ખૂબ મોટા સાહસો થી બચવું ઉતાવળિયા નિર્ણયો ના લેવા. તા.૨૯.૦૩.૨૦૨૫થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે. ખૂબ મોટા સાહસોથી બચવું. શાંતિથી સમય પસાર કરવો .ખર્ચ પર કાબુ રાખવો. થોડી ઘણી કસોટીનો સમય ગણી શકાય. શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ટળી જશે. શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું અહિત ન કરો. ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે. આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે.

    Annual horoscope
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભાઈ બીજ ૨૦૨૫-ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પ્રેમ અને ફરજનું સાર્વત્રિક પ્રતીક.

    October 21, 2025
    લેખ

    પ્રારબ્ધ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે

    October 21, 2025
    ધાર્મિક

    ઘરના મુખ્ય દરવાજા પર શુભ લાભ કેમ લખાયેલો હોય છે?

    October 20, 2025
    ધાર્મિક

    Govardhan Puja and Annakut Festival 21 ઓક્ટોબર, 2025 -દિવાળીનો ચોથો રૂબી મોતી-પ્રકૃતિ

    October 20, 2025
    લેખ

    બ્રહ્મને જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતુ નથી

    October 20, 2025
    ધાર્મિક

    Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર

    October 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 ઓક્ટોબર નું પંચાંગ

    October 21, 2025

    22 ઓક્ટોબર નું રાશિફળ

    October 21, 2025

    Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો

    October 21, 2025

    Afghanistan ટીમે ભારતનો પ્રવાસ જાહેર કર્યો છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે

    October 21, 2025

    બોલીવુડમાં અસરાનીના અવસાન પર શોક છવાઈ ગયો છે, Akshay Kumar

    October 21, 2025

    મન્નતમાં દિવાળી પાર્ટી નહોતી; શાહરૂખ ખાને ખૂબ જ સાદગીથી તહેવાર ઉજવ્યો

    October 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 ઓક્ટોબર નું પંચાંગ

    October 21, 2025

    22 ઓક્ટોબર નું રાશિફળ

    October 21, 2025

    Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો

    October 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.