London,તા.15
ઇંગ્લેન્ડની અન્ડર-19 ટીમ સામેની બે મેચની યુથ ટેસ્ટ-સિરીઝની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. તેણે સ્પિનર તરીકે 13 ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
14 વર્ષ 107 દિવસની ઉંમરે યુથ ટેસ્ટમાં ભારત માટે વિકેટ લેનાર તે યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. ઓવરઓલ પાકિસ્તાની પ્લેયર મહમૂદ મલિક (1994) અને હિદાયતુલ્લાહ ખાન (2003) 13 વર્ષની ઉંમરે યુથ ટેસ્ટમાં વિકેટ લઈ ચૂક્યા છે.
કેપ્ટન આયુષ મ્હાત્રેની સદીની મદદથી ભારતે પહેલી ઇનિંગ્સમાં 540 રન બનાવ્યા હતા. એશિયાની બહાર ભારતીય અન્ડર-19 ટીમના પાંચ ભારતીય બેટર્સે પહેલી વાર 50 પ્લસ રનની ઇનિંગ્સ રમવાનો પણ રેકોર્ડ કર્યો હતો. ત્રીજા દિવસની રમતમાં ઇંગ્લેન્ડ 439 રને ઑલઆઉટ થયું હતું.