Mumbai,તા.16
દેશની ખાનગી ક્ષેત્રની પાંચમા નંબરની સૌથી મોટી ગણાતી ઈંડસઈંડ બેંકમાં ઓપ્શન ટ્રેડીંગમાં રૂા.2000 કરોડથી વધુના ગોટાળા બહાર આવ્યા બાદ હાલ આ બેંક તપાસ હેઠળ છે ત્યાં જ હવે બેંકમાં માઈક્રો ફાઈનાન્સમાં પણ રૂા.674 કરોડનું નવુ કૌભાંડ બહાર આવ્યુ છે.
હિન્દુજા ગ્રુપની માલિકીની આ બેંકમાં રૂા.595 કરોડની રકમ જાન્યુઆરી 2025માં માંડવાળ કરવામાં આવી હતી. જયારે રૂા.674 કરોડની રકમ છેલ્લા ત્રણ કવાટરમાં ખોટી રીતે માઈક્રોફાઈનાન્સના વ્યાજ આવક તરીકે દર્શાવાઈ છે.
બેંક દ્વારા અધર એસેટસ તથા અધર લાયાબીલીટી જે તેના હિસાબોમાં દર્શાવાઈ હતી તેની સામે વ્હીસલ બ્લોઅરે રિઝર્વ બેંકને જાણ કરી હતી તે સમયે બેંકનુ આ રૂા.674 કરોડનો નવો વિવાદ બહાર આવ્યો છે .
તેથી બેંક માટે હવે તેના ખુલાસા કરવાનું ભારે થઈ પડયું છે. જેનો હવે આંતરિક ઓડીટ શરુ કરવામાં આવ્યું છે. બેંકે આ તમામ પ્રકારની એન્ટ્રીઓમાં જબરી ગોલમાલ કરી હોવાનું અને તેના આધારે બેંક દ્વારા ખોટી રીતે વ્યાજ વસુલાત બતાવાઈ હોવાનું દર્શાવ્યું છે. જેના કારણે હાલ હવે બેંકના શેરમાં પાંચ ટકા જેવો કડાકો થયો છે.