Ahmedabad,તા.10
એન્થમ બાયોસાયન્સિસ લિમિટેડ (the “Company”) સોમવાર, 14 જુલાઈ, 2025ના રોજ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સ (“Equity Shares”)નો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખોલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 11 જુલાઈ, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 16 જુલાઈ, 2025 છે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 540થી રૂ. 570 ફિક્સ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 26 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 26 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
આઈપીઓમાં ઇક્વિટી શેર્સ ધરાવતા વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 33,950 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે
કંપનીના ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) (BSE and NSE together, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની યોજના છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.