Rajkot, તા. 4
શહેર પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રર જવાનોએ ખાતાકીય પરીક્ષામાં સફળતા મેળવી પીએસઆઇ હતા જેમની પીપીંગ સેરેમની પોલીસ કમિશ્ર્નર કચેરી ખાતે ગઇકાલે સાંજે સીપી બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગડીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી અને બંને અધિકારીઓએ પીએસઆઇ તરીકે પાસ થયેલ રર જવાનોને પીપીંગ લગાવી પીએસઆઇની ઉપાધી આવી હતી તેમજ પીએસઆઇ બનનાર તમામ જવાનોને મળેલ સફળતા બદલ શુભકામના પાઠવી મોં મીઠા કરાવ્યા હતા.
પીએસઆઇ તરીકે બઢતી પામનારમાં હાલ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કુલદીપસિંહ જાડેજા, આર્થિક ગુના નિવારણ શાખાના બલભદ્રસિંહ જાડેજા, યુનિ.ના હાર્દિક રવિયા, સાયબર ક્રાઇમના નસરીનબેન બેલીમ, માલવીયાનગરના કર્મદીપ વાળા, યુનિ.ના મીતલબેન ઝાલા, ટ્રાફિક બ્રાન્ચના પુજાબેન મંડલી, થોરાળાના પિયુષભાઇ ત્રિવેદી, ટ્રાફિક બ્રાન્ચના તૃષાબેન બુહા, બી ડીવીઝનના રવિરાજસિંહ જાડેજા, સાયબર સેન્ટીનેલ લેબના અલ્પાબેન સાંગાણી સાયબર ક્રાઇમમાં કૃપાબેન ટીંબડીયા, ટ્રાફિક શાખાના કેયાબેન ચોટલીયા, સાયબર ક્રાઇમના દયાબેન કાકડીયા, કુવાડવા રોડ પોલીસના નિરવભાઇ વાળીયા, ટ્રાફિક શાખાના અંજુબેન હરસોડા, તાલુકા પોલીસના સ્મિતાબેન નિમ્બાર્ક, ટ્રાફિક શાખાના રાધીકાબેન મકવાણા, હર્ષદીપ ચુડાસમા ગાંધીગ્રામના ધર્મેન્દ્રસિંહ રાણા, આર્થિક ગુના નિવારણ શાખાના આર.કે.જાડેજા અને થોરાળા પોલીસના સુરેશ જોગરાણાનો સમાવેશ થાય છે.
પોલીસ કમિશનર કચેરી ખાતે પીએસઆઇ પ્રમોશન મેળવનાર જવાનોની પીપીંગ સેરેમની યોજાઇ હતી જેની પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગડીયાએ તમામ 22 જવાનોને નવાઝી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.