Guwahati,
ઈસ્ટર્ન કોલ ફિલ્ડની આસામમાં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક જ પાણી ભરાવા લાગતા 300 ફુટ નીચે કોલ-ખોદકામ કરી રહેલા 15થી20 મજુરો ફસાવાના અહેવાલ છે અને તેમને સલામત બહાર કાઢવાની તાકીદની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ત્રણ મજદૂરોના મૃત્યુ થયા છે અને જાનહાનિ વધે તેવો ભય છે.
ઉમરંગસો જીલ્લાના ત્રણ કી.મી. ક્ષેત્રમાં ફેલાયેલી કોલ ખાણમાં બન્યુ છે અને 300 ફુટ ઉંડાઈની આ ખાણમાં અચાનક જ પાણી ભરાવા લાગ્યુ છે અને હજુ પાણીનો પ્રવાહ ચાલુ જ છે જેમાં 15થી20 મજદૂરો ફસાયા હોવાની આશંકા છે. અહીં બચાવ કાર્યમાં સેનાને તાકીદે બોલાવાઈ છે અને એનડીઆરએફ તથા કોલ ફીલ્ડની બચાવ ટુકડીઓ પણ તૈનાત થઈ છે.
બે જાયન્ટ મોટરોથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે. જીલ્લા કલેકટર તથા પોલીસ વડા પણ અહી પહોંચીને સમગ્ર રાહત બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે. અહી મજૂરોના કુટુંબીજનો માટે પણ ખાસ કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે.