Gandhinagar,તા.10
દેશમાં સર્વપ્રથમ ગુજરાતમાં હવે આગામી સમયમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં એક મહત્વના કદમમાં રાજયના 6 વિભાગોના 11 કાયદાઓમાં 516 જેટલી દંડ ઉપરાંત જેલસજાની જે જોગવાઈ હતી તે ગઈકાલે વિધાનસભામાં મંજુર કરાયેલા જનવિશ્વાસ બિલથી હવે જેલસજા રદ થશે અને દંડને બદલે પેનલ્ટીથી જ આ નાના અપરાધો સામે કામ ચાલશે.
ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે રજુ કરેલા ખરડામાં સરકારે એક તરફ વ્યાપાર-ઉદ્યોગને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સરળતા રહે છે અને વિશ્વાસ જાગે તે માટે જયાં નાની ભુલ હોય ત્યાં જેલ સજા રદ કરી દંડ નહી ફાઈન એટલે કે નાણાકીય પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે.
આમ 516 જોગવાઈ હવે અપરાધમુક્ત થઈ છે તથા 8 કાનૂનમાં પણ ઉલ્લંઘન સમયે સીધી ધરપકડ નહી પણ `સમાધાન’ ની વ્યવસ્થા ઉભી કરાશે તથા તેમાં અપરાધ સ્વીકાર્ય પેનલ્ટીની જોગવાઈ અમલમાં આવશે. આ પ્રકારના અપરાધોમાં કોઈ સરકારી કામકાજમાં જે નિયમીત ફાઈલીંગ કરવાનું હોય તેમાં વિલંબ કે લાયસન્સ રીન્યુઅલમાં વિલંબ-સલામતી માટે જરૂરી જોગવાઈમાં નાની ભુલમાં સીધી ફોજદારી કાર્યવાહી થશે નહી.
જેનાથી ન્યાયીક કામગીરી ઘટશે અને અદાલતોને પણ બોજો વધશે નહી તથા વ્યાપાર-ઉદ્યોગને પણ જેલ સજાનો ભય રહેશે નહી. કુલ 11 કાનૂનની 516 જોગવાઈઓ હવે આ સાથે અપરાધ મુક્ત થશે. રાજય સરકારે નિશ્ચિત કર્યુ કે વ્યાપાર-ઉદ્યોગને હવે અપરાધની નજરે જોવામાં આવશે નહી. આ કાનૂન શહેરી વિકાસ, કામદાર ધારા, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર નર્મદા-પાણી પુરવઠા ઉદ્યોગ અને ખાણ ખનીજ કૃષી અને નાણા વિભાગ સાથે જોડાયેલા છે.
જેમાં 17 જોગવાઈમાં જેમાં જેલ સજાનું પ્રાવધાન હતું તે હવે પેનલ્ટી જ લાગશે. આ ઉપરાંત 498 જોગવાઈ જેમાં દંડ (ફાઈન) લાગતો હતો તેના બદલે પેનલ્ટી લાગશે.
આજે સુધારા જોગવાઈ છે તે કોઓપરેટીવ સોસાયટી એકટ-1961માં ખોટી જાહેરાત-દાવા કે કોઈ ફરિયાદના નિકાલમાં વિલંબમાં હવે કોર્ટ કેસ નહી થાય પરંતુ રૂા.5000થી રૂા.50000નો દંડ જ થશે.
ટાઉન પ્લાનીંગ અને શહેરી વિકાસમાં જે 1976નો કાનૂન છે તેમાં ગેરકાનુની બાંધકામમાં હવે જેલ સજા નહી પણ રૂા.1000 થી રૂા.50000નો નાણાકીય દંડ થશે. મ્યુનીસીપાલીટી એકટ 1963ની જોગવાઈમાં સામાન્ય કાનૂન ભંગ બદલ કેસ થશે નહી પણ રોજના રૂા.50-100-500 સુધીના દંડ થશે. અન્ય કાનૂનમાં સાત જોગવાઈ જેમાં નાના અપરાધમાં જેલ સજાની જોગવાઈ છે તેને બદલે નાણાકીય દંડ થશે.