ઓસ્ટ્રેલિયામાં લોકેશ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ૨૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ભારતની સ્થિતિ મજબૂત
Perth, તા.૨૩
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ મેચની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો ૨૨ નવેમ્બરે પર્થમાં શરૂ થયો. આજે આ મેચનો બીજો દિવસ છે. ભારત માટે આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય ટીમ આ મેચમાં પોતાની પહેલી ઇનિંગમાં ૧૫૦ રન પર સમેટાઈ ગઈ હતી. બાદમાં ઓસ્ટ્રેલિયન ટીમ પણ ૧૦૪ રને સમેટાઈ ગઈ છે.
પર્થમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં મિચેલ સ્ટાર્ક પ્રથમ એવો બેટર બન્યો છે જેણે ૧૦૦ બોલ રમ્યા હોય. ભારત કે ઓસ્ટ્રેલિયા બે માંથી એક પણ ટીમના દિગ્ગજ બેટર્સ ૧૦૦ બોલનો સામનો કરી શક્યા નહોતા. એવામાં ફાસ્ટ બોલર સ્ટાર્કે ૧૦૦ બોલનો સામનો કર્યો હતો જેણે ક્રિકેટપ્રેમીઓમાં આશ્ચર્ય જગાડ્યું હતું.
ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ ’મહા સીરિઝ’ માં કુલ ૫ મેચો રમાવાની છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાનું ડેબ્યૂ થયું હતું. વળી, ઓસ્ટ્રેલિયા તરફથી નાથન સમેકસ્વીનું ડેબ્યૂ હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.
ભારત સામે ઓસ્ટ્રેલિયાના સૌથી ઓછા રન અત્યાર સુધીમાં ૮૩ છે. જે તણે ૧૯૮૧માં મેલબર્નમાં બનાવ્યા હતાં. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફક્ત ચાર ઇનિંગમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પકડ મજબૂત બનાવી છે. પ્રથમ ઇનિંગમાં ૧૫૦ રન પર ઓલઆઉટ થયેલી ટીમ ઈન્ડિયાના ઓપનર્સે બીજી ઇનિંગમાં ભારતને સારી શરૂઆત અપાવતા ૧૦૦ રનની પાર્ટનરશિપ કરી હતી. છેલ્લા ૨૦ વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયામાં ૧૦૦ રનની પાર્ટનરશિપ કરી છે. ત્યાર બાદ તેમણે ભાગીદારીને ૧૫૦ પાર પહોંચાડી હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલ બંનેએ અર્ધી સદી ફટકારી હતી.
ભારતે પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ૭ વિકેટ ખેરવી દીધી હતી. બીજા દિવસે ફાસ્ટ બોલર સ્ટાર્કે ધીરજભરી રમત રમતાં ભારતના ફાસ્ટ બોલર્સને પડકાર આપ્યો હતો પરંતુ આખરે ટીમ ઈન્ડિયાના ફાસ્ટર્સે ઓસ્ટ્રેલિયન ટીમને ૧૦૪ રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી કેપ્ટન બુમરાહે ૫ વિકેટ ઝડપી હતી. પોતાની પ્રથમ મેચ રમી રહેલા હર્ષિત રાણાએ ૩ અને મોહમ્મદ સિરાજે ૨ વિકેટ ઝડપી હતી.
પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતના ઓપનર્સે એવું કામ કરી બતાવ્યું, જે છેલ્લા ૨૦ વર્ષમાં પહેલી વખત બન્યું હતું. ભારતીય ઓપનર્સે ૧૫૦ રનથી વધુની ભાગીદારી નોંધાવી હતી. લંચ બાદ બેટિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલે અર્ધી સદી ફટકારી ભારતની લીડ ૨૦૦થી વધારે કરી દીધી હતી. આ સાથે ભારત પ્રથમ ટેસ્ટ મેચમાં જીતે તેવી શક્યતા પણ વધી ગઈ છે. ભારત જો આ ઇનિંગમાં ૩૦૦થી વધારે સ્કોર કરી દેશે તો ભારત માટે જીતનો રસ્તો સરળ બની જશે.