Sydney,તા.01
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ પીઠની ઈજાને કારણે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયાં છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેમનું રમવું પણ શંકાસ્પદ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં માર્શની ઈજા અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે.
કેટલાક અહેવાલો અનુસાર, આઇપીએલમાં પણ માર્શના રમવાની શકયતા ઓછી છે. બધા દેશોએ 12 ફેબ્રુઆરી સુધીમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમની અંતિમ ટીમની અંતિમ જાહેરાત કરવી પડશે.
મોઇનનું પાકિસ્તાની ખેલાડીઓને સૂચન
પાકિસ્તાનનાં ક્રિકેટર મોઇન ખાને તેનાં ખેલાડીઓને વિનંતી કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 23 ફેબ્રુઆરીએ દુબઇમાં યોજાનારી મેચમાં ભારતીય ખેલાડીઓની મૈત્રીપૂર્ણ વર્તન ન કરે.
મોઇને કહ્યું કે હું આ દિવસોમાં પાકિસ્તાન અને ભારતનો મેચ જોઉં છું અને હું સમજી શકતો નથી કે ભારતીય ખેલાડીઓ આવતાની સાથે જ પાકિસ્તાની ખેલાડીઓ તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે અને વાતચીત કરે છે.
તેણે આગળ કહ્યું કે, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરે છે તો ભારતીય ખેલાડીઓ તેને પાકિસ્તાનની નબળાઇ માને છે. તેમણે કહ્યું કે આજકાલ ભારત સામે રમતી વખતે પાકિસ્તાનની ખેલાડીઓની વર્તણૂક મારા માટે સમજણની બહાર છે.