Author: Vikram Raval

Mumbai, તા.૨૦ નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારને ફિલ્મના દર્શકો તેના અભિનય અને ફિલ્મોની પસંદગી માટે ઓળખે છે, તેના ફૅન્સ માને છે કે નવાઝુદ્દીનને કામમાં પૈસાને બહુ મહત્વ આપતા નથી. ત્યારે નવાઝુદ્દીને તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, સાઉથ ઇન્ડ્યિન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણુ વધારે વળતર આપે છે. તેથી તે સાઉથની ફિલ્મો કરે છે, પરંતુ તેમાં એક્ટિંગ બાબતેચીટિંગ કરતો હોઉં તેમ લાગે છે. તેને લાગે છે કે સાઉથની ફિલ્મોમાં તેનું પોતાના પાત્ર પર કોઈ નિયંત્રણ હોતું નથી, તેમજ તેની ડાયલોગ સમજાવવા માટે તેને સ્થાનિક લોકોની મદદની જરૂર પડે છે તેથી તે અભિનયમાં ચીટિંગ કરતો હોય તેવું લાગે છે.  નવાઝે સાઉથમાં…

Read More

Mumbai, તા.૨૦ હાલ તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ આવી રહી છે, ત્યારે તેના પાત્ર અને તેની ઉમર વિશે કેટલીક ચર્ચાઓ ચાલી છે. તબુએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિાન ફિલ્મોમાં એજિઝમ અને સેક્સિઝમ વિશે વાત કરી હતી. એક તરફ ૫૦-૬૦ વર્ષની ઉંમરે પહોંચેલા અભિનેતાઓ આજે પણ ૩૦-૩૫ વર્ષની ઉમરના પાત્રો કરે છે, ત્યારે તબુ કહે છે કે તેને હવે પડદા પર ૩૦ વર્ષની છોકરીનો રોલ કરવો નથી. તેને એવા રોલ કરવા છે, જે તેની ઉમરને અનુરૂપ હોય. તબુએ આ અંગે કહ્યું,“હું એવી ફિલ્મોને ના પાડી દઈશ. મને નથી લાગતું કે હવે હું ૩૦ વર્ષના પાત્રો કરવા માટે તૈયાર છું.…

Read More

રિચાએ તેને કોઈ સાંભળી રહ્યું છે અને તેની આસપાસ કોઈની હાજરી છે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી Mumbai, તા.૨૦ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ખુશી અને ઉત્સાહપૂર્વક પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેમને ત્યાં ૧૬ જુલાઈએ દિકરીનો જન્મ થયો છે. ત્યારે આ કપલે તેમના પરિવાર પ્રત્યે તેમજ તેમના શુભેચ્છકોના પ્રેમ અને આશીર્વાદ બદલ દિલથી આભાર માન્યો હતો. રિચા અને અલીએ સોશિયલ મીડિયા પર એક ખાસ નોટ લખી, જેમાં લખ્યું,“અમારે ત્યાં ૧૬-૭-૨૪ના રોજ તંદુરસ્ત દિકરી આવી છે તે જાહેર કરતાં અમે ખુશીથી ગુલાબી થઈ ગયા છીએ. અમારા પરિવારનો હરખ માતો નથી અને અમે અમારા દરેક શુભચ્છકોનો પ્રેમ…

Read More

Mumbai,તા.૨૦ ફહમાન ખાન એક લોકપ્રિય ટીવી અભિનેતા છે. ફહમને શો ’ઇમલી’થી વધુ લોકપ્રિયતા મેળવી હતી. હવે તાજેતરમાં, અભિનેતાએ શ્વેતા તિવારી સાથે તેની ડેટિંગ અફવાઓ વિશે ખુલાસો કર્યો છે. ફહમાને ખુલાસો કર્યો કે જ્યારે તેઓ ’મેરે ડૅડ કી દુલ્હન’ શોમાં સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના સંબંધોની અફવાઓએ હેડલાઇન્સ બનાવી હતી. તેણે સ્વીકાર્યું કે તેમની વચ્ચે સારો સંબંધ છે, પરંતુ ડેટિંગની અફવાઓને ફગાવી દીધી. ચાલો જાણીએ અભિનેતાએ શું કહ્યું. પિંકવિલા સાથેની એક મુલાકાતમાં, ફહમને કહ્યું, “મારા દરેક શોમાં અફવાઓ હોય છે, યાર. હું તેના ગુરુજીને બોલાવતો હતો અને તે મને સખી કહેતી હતી કારણ કે તે શોમાં હું તેનો મિત્ર…

Read More

Porbandar,તા.20 પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યા છે જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી- પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી. તે ઉપરાંત પણ અનેક ટ્રેનોને અસર થઇ છે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેકશનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઇ છે. શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકના અનેક જગ્યાએ ધોવાણ થયા છે. પોરબંદરથી ભાણવડ વચ્ચે અનેક જગ્યાએ રેલ્વે ટ્રેકની ઉપરથી અને નીચેથી પૂરના પાણી પસાર થઇ રહ્યા હોવાથી નીચેનો ટેકો અને કોંક્રિટ વગેરે પાણીમાં વહી…

Read More

Dhoraji,તા.20 ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગઇકાલે બપોર બાદ અનરાધાર વરસાદ ચાલુ થયો હતો, જે આજે પણ યથાવતા રહ્યો હતો. 24 કલાકમાં આભ ફાટયું હોય એમ 15 ઇંચ સુધીના વરસાદ વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. તમામ નદીઓ ગાંડીતૂર બની હતી. જળાશયો છલોછલ બન્યા હતા. ખેતરોનું ધોવાણ થઇ ગયું હતું. ધોરાજી શહેરમાં ગઈકાલે રાત્રિના ભારે વરસાદ વરસી જતા 6 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે ધોરાજી તાલુકાના વાડોદર, નાનીમારડ, ચિચોડ, કલાણા, વાડોદર અને મોટીમારડ, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે આભ ફાટયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી. ગઈકાલ સાંજથી લઈને સાંજ સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 13 ઇંચની વચ્ચે વરસાદ નોંધાતા…

Read More

Ahmedabad,તા.20 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હટાવી દેવાયા છે. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. મેયર ઓફિસની એન્ટી ચેમ્બરને વ્યક્તિગત ઓફિસ બનાવી ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરવાનો નિર્ણય પાટીલે લીધો હતો.  શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની કચેરીમાં આવેલી એન્ટી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી. મેયરની એન્ટી ચેમ્બરમાં જ કોન્ટ્રાકટરોને બોલાવી…

Read More

Caribbean,તા.20 કેરેબિયન (Caribbean) દેશ હૈતી (Haiti)માંથી એક ગંભીર દુર્ઘટનાના સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે લગભગ 40 માઈગ્રન્ટ્સ (migrants)ના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. બોટમાં 80થી વધુ પ્રવાસીઓ મુસાફરો હતા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા શુક્રવારે (19 જુલાઈ) સ્થાનિક અધિકારીઓને માહિતી આપતા જણાવ્યા હતું કે ‘આ અઠવાડિયાની શરૂઆતમાં 80થી વધુ પ્રવાસીઓ એક બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. તમામ માઈગ્રન્ટ્સ બુધવારે (17 જુલાઈ) હૈતીથી ટર્ક્સ અને કેકોસ (Turks and Caicos) માટે રવાના થયા હતા. આ ઘટનામાં હૈતીના કોસ્ટ ગાર્ડે 40 લોકોને બચાવી લીધા હતા. આર્થિક સંકટનો સામનો કરી રહ્યું…

Read More

Uttar Pradesh,તા.20 ઉત્તર પ્રદેશમાં લોકસભા પ્રદર્શનથી ઉત્સાહિત સમાજવાદી પાર્ટીના નેતાઓએ શુક્રવારે કહ્યું કે તેમને આશા છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં ઈન્ડિયા બ્લોકના સહયોગી તેમને તે સન્માન આપશે જેના તેઓ હકદાર છે. નવા ચૂંટાયેલા સપા સાંસદોને સન્માનિત કરવા માટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીના મહારાષ્ટ્ર એકમે ઓક્ટોબરમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે રણશિંગૂ ફૂંક્યુ. સમાજવાદી પાર્ટીના સાંસદોએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર અને મણિ ભવન ગાંધી સંગ્રહાલયની મુલાકાત લીધી. ભિવંડી ઈસ્ટ બેઠકથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ શેખે ભાજપ, શિવસેના અને કોંગ્રેસ-એનસીપી પર તેમની પાર્ટીના કાર્યકર્તાઓની સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો. મહારાષ્ટ્રમાં વિપક્ષના એમવીએ ગઠબંધનના ઘટક, જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ…

Read More

Mumbai,તા.20 કોઈ પણ રમત પ્રત્યે ખેલાડીને કેટલો જુસ્સો હોઈ શકે તેનું ઉદાહરણ એક ઓસ્ટ્રેલિયન ખેલાડી પૂરું પાડે છે. આ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે પોતાની આંગળીનું બલિદાન આપ્યું હતું. મેટ ડોસન ઓસ્ટ્રેલિયાની ટીમ માટે હોકી રમે છે. ડોસને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેની આંગળીનું બલિદાન આપ્યું છે. હોકી ખેલાડી મેટ ડોસને આંગળીનું બલિદાન આપ્યું આ 30 વર્ષીય હોકી ખેલાડીએ ટોક્યો ગેમ્સમાં સિલ્વર મેડલ જીતેલો છે. ડોસનને તાજેતરમાં ગંભીર ઈજાનો ભોગ બન્યા પછી એક આકરા નિર્ણયનો સામનો કરવો પડ્યો હતો. તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ફ્રેક્ચર થયું હતું, જેથી ડોક્ટરની ટીમે તેમને બે વિકલ્પો આપ્યા હતા. જેમાં એક…

Read More