Author: Vikram Raval

Mumbai,તા.16 ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકસ 2024ની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ઓલિમ્પિકસમાં વિનેશનું શાનદાર પ્રદર્શન જોઈને કરોડો ભારતીયોને આશા હતી કે આ વખતે વિનેશનો ગોલ્મેડ ડલ નિશ્ચિત છે. પરંતુ ફાઈનલ મેચ પહેલા વિનેશને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે વિનેશ તેમજ તથા પૂરા દેશ માટે મોટો આંચકો હતો. જો કે, ફાઈનલ મેચ પહેલા વિનેશે પોતાનું વજન ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જેને લઈને હવે તેના કોચે ખુલાસો કર્યો છે કે, વજન ઘટાડવાની કોશિશમાં તે પોતાનો જીવ પણ ગુમાવી શકે તેમ હતી.  તે પોતાનો જીવ પણ ગુમાવી શકી હોત પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા…

Read More

Mumbai,તા.16 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં હાલ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. વર્તમાન ડબ્લ્યૂટીસી પોઈન્ટ્સ ટેબલમાં રોહિત શર્મા એન્ડ કંપની 68.51 ટકાના સ્કોર સાથે પહેલા સ્થાને છે. જેમાં ભારતે હાલ ત્રણ સિરીઝ રમી છે અને આ ત્રણેય સિરીઝને પોતાના નામે કરી છે. જોકે ટીમે આ દરમિયાન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ એક મેચ ડ્રો રમી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક મેચ ઘરે ગુમાવી. જે શક્ય છે કે ભવિષ્યમાં ભારત માટે અવરોધ બને. હાલ ભારતને આમાં ત્રણ વધુ સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે તેમાંથી બે સિરીઝ ઘરે છે. દરમિયાન ટીમ ઈન્ડિયા ઘરેલુ કંડીશનનો ફાયદો ઉઠાવીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી…

Read More

Mumbai,તા.16 જૂનમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે 7 ઓગસ્ટના રોજ શ્રીલંકા પ્રવાસ પર છેલ્લી ODI મેચ રમી હતી. જ્યારે બાંગ્લાદેશ સામે આગામી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પાસે 42 દિવસનો બ્રેક છે. ભારતીય ટીમ આગામી 5 મહિનામાં સતત મેચ રમશે આ ડેબ્યૂ સાથે ભારતીય ટીમ આગામી 5 મહિનામાં સતત મેચ રમશે. ટીમનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. ભારતીય ટીમે 19 સપ્ટેમ્બરથી આગામી 111 દિવસમાં (3 મહિના અને 19 દિવસ) 10 ટેસ્ટ મેચ રમવાની છે. જ્યારે એકંદરે 5 મહિનામાં 10 ટેસ્ટ…

Read More

Mumbai,તા.16 વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તી સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આથી તેણે CASને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી. 9 ઓગસ્ટના રોજ ચર્ચા બાદ નિર્ણય શરૂઆતમાં 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. બાદમાં કહેવામાં આવ્યું હતું કે 16 ઓગસ્ટે નિર્ણય આપવામાં આવશે. પરંતુ 14 ઓગસ્ટના રોજ અચાનક વિનેશની અપીલ ફગાવી દેવામાં આવી હતી. વિનેશ ફોગાટનું ફરી દર્દ છલકાયું  પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ વિનેશને મેડલ ન મળતા કુશ્તી પ્રેમીઓ નિરાશ થયા હતા. આ દરમિયાન વિનેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. CAS દ્વારા અરજી ફગાવાતા વિનેશ ફોગાટે સોશિયલ…

Read More

Mumbai,તા.16 ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન રિકી પોન્ટિંગે સચિન તેંડુલકરના રેકોર્ડને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેણે એક અંગ્રેજ ક્રિકેટરનું નામ આપીને કહ્યું હતું કે સચિનનો રેકોર્ડ આ ખેલાડી તોડી શકે એમ છે. રિકી પોન્ટિંગે કહ્યું હતું કે ઇંગ્લિશ ક્રિકેટર જો રુટ સચિન તેંડુલકરના સૌથી વધુ ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે એમ છે. તેણે કહ્યું હતું કે, ‘ જો રુટ 33 વર્ષનો છે. સર્વાધિક રનના રેકોર્ડના મામલે તે સચિનથી 3000 રન પાછળ છે. હવે તે કેટલી ટેસ્ટ રમે છે તેના પર નિર્ભર કરે છે પરંતુ જો એક વર્ષમાં 10-14 ટેસ્ટ રમે અને વર્ષે દહાડે 800-1000 રન બનાવે તો તે 3થી…

Read More

Mumbai,તા.16 પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 રમતવીરે ભાગ લીધો હતો. જેમાં ભારતે પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર એમ કુલ છ મેડલ જીત્યા છે. સ્વદેશ પરત ફરતાં ભારતીય ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ ખેલાડીઓએ 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત લીધી હતી. ઓલિમ્પિક રમીને પરત ફરેલા ખેલાડીઓએ વડાપ્રધાન મોદીને અનેક ગિફ્ટ આપી હતી. જેમાં શૂટર મનુ ભાકરે વડાપ્રધાનને પિસ્તોલ ગિફ્ટ કરી છે. રેસલર અમન સેહરાવત અને હોકીના યોદ્ધા પીઆર શ્રીજેશે જર્સી આપી હતી. જેના પર ભારતીય ખેલાડીઓએ હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ તરફથી હોકી સ્ટિક ગિફ્ટ કરી છે.…

Read More

Mumbai,તા.16 હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2એ બોક્સ ઑફિસ પર ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી હતી. શરુઆતના દિવસે 50 કરોડથી વધુની રૅકોર્ડબ્રેક કમાણી કરીને, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે એનિમલ અને પઠાણ જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્ત્રી 2એ 14મી ઑગસ્ટના પ્રી-શોમાં 9.40 કરોડ અને 15 ઑગસ્ટના રોજ 55.40 કરોડનો જોરદાર બિઝનેસ કર્યો હતો. તેથી રિલીઝના પહેલા દિવસે ફિલ્મનું નેટ કલેક્શન 64.80 કરોડ થઈ ગયું છે. સ્ત્રી 2ને 15મી ઑગસ્ટની રજાનો ભરપૂર લાભ મળ્યો હતો. પરંતુ ફિલ્મની સાચી પરીક્ષા 16 ઑગસ્ટના રોજ નોન-હોલીડે પર થશે. ફિલ્મ શુક્રવારે…

Read More

ભારતીય રાજઘરાનાઓ આધારિત સીરિઝ હશે સીરિઝમાં ચંકી પાંડે, નોરા ફતેહી, ડિનો મોરિયો, સાક્ષી તન્વર સહિતના કલાકારો Mumbai,તા.16 ભૂમિ પેડણેકર અને ઇશાન ખટ્ટર ‘ધી રોયલ્સ નામની સીરીઝમાં સાથે જોવા મળવાના છે. આ શોમાં પીઢ અભિનેત્રી ઝીન્નત અમાન વિશેષ રોલમાં જોવા મળશે. આ સીરિઝ એક રોમકોમ હશે. તેમાં ભારતીય રાજઘરાનાના બેકગ્રાઉન્ડમાં સર્જાતી રોમેન્ટિક કોમેડી દર્શાવાશે.  સીરિઝના  અન્ય કલાકારોમાં  સાક્ષી તન્વર, ઝીન્નત અમાન, નોરા ફતેહી, મિલિંદ સોમણ, ડિનો મોરિયા અને ચંકી પાડે સામેલ છે. ભૂમિ અગાઉ શોર્ટ સ્ટોરીઝ આધારીત વેબ શોમાં દેખાઈ ચૂકી છે. જોકે, કોઈ સંપૂર્ણ કક્ષાની વેબ સીરિઝમાં કામ કરતી હોય તેવું આ પહેલી વખત બની રહ્યું છે.

Read More

ફિલ્મનું ટાઈટલ ડોન્ટ યુ બી માય નૈબર   એલ્વિસ ફિલ્મની અભિનેત્રી નતાશા બેસ્સેટ અભયની હિરોઈન બનશે Mumbai,તા.16 અભય દેઓલને હોલીવૂડની એક રોમાન્ટિક ફિલ્મ ‘ડોન્ટ યુ બી માય નૈબર’ મળી છે. આ ફિલ્મમાં ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસ્સેટ તેની હિરોઈન બનશે. નતાશા ‘એલ્વિસ’ ફિલ્મમાં હિરોઈનના રોલમાં જાણીતી બની હતી.  ફિલ્મમાં અભય જય અને નતાશા  એમીલીના રોલમાં જોવા મળશે.  ફિલ્મમાં ૮૦ અને ૯૦ના દાયકાના યુવાનોની લવ લાઈફ દર્શાવાશે. ફિલ્મનું દિગ્દર્શન હેરી ગ્રેવાલ કરશે. અભય દેઓલે જાતે સોશિયલ મીડિયા પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તે પછી અનેક બોલીવૂડ કલાકારોએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં. અભય દેઓલ છેલ્લે વેબ સીરિઝ ‘ ટ્રાયલ બાય ફાયર’માં જોવા મળ્યો…

Read More

રવિ તેજાની મિ. બચ્ચન ફિલ્મમાં ફેરફાર આ ફિલ્મ કાલ્પનિક છે અને તેને  કોઈ જીવંત વ્યક્તિ સાથે સંબધ નથી તેવી સ્પષ્ટતા પણ જોડવામાં આવી Mumbai,તા.16 સાઉથના સ્ટાર રવિ તેજાની ફિલ્મ ‘મિ. બચ્ચન’ના રોલિંગ ટાઈટલમાં અમિતાભ અને રેખાનું પોસ્ટર હતું તે દૂર કરાવીને સેન્સર બોર્ડે અમિતાભ અને જયા બચ્ચનનું પોસ્ટર મૂકાવ્યું છે. આ ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્કલેમર જોડવામાં આવ્યું છે કે ફિલ્મ કાલ્પનિક છે અને એનો  જીવંત કોઇ વ્યક્તિ  સાથે સંબંધ નથી.  જોકે, આ પહેલાં ફિલ્મના પ્રમોશન વખતે અમિતાભ અને રેખાનાં પોસ્ટરનો જ સમાવેશ કરાયો હતો. ફિલ્મ રીલિઝ થવાના બે દિવસ પહેલાં જ સેન્સરે સર્ટિફિકેટ આપતાં પહેલાં આ ફેરફાર કરાવ્યા હતા. આ…

Read More