Author: Vikram Raval

Washington,તા.૧૦ વ્હાઈટ હાઉસમાં અચાનક ઇમરજન્સી વાહનો અને સિક્રેટ સર્વિસ એક ‘શંકાસ્પદ’ વસ્તુની તપાસ કરવા માટે ધસી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તપાસને ધ્યાનમાં રાખીને ઘણા પ્રવેશદ્વારોને સીલ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેન ડેલવેરમાં છે અને વીપી કમલા હેરિસ એરિઝોનામાં છે. મળતી માહિતી મુજબ, શંકાસ્પદ વસ્તુ “વ્હાઈટ હાઉસની પરિમિતિની બહાર, ટ્રેઝરી બિલ્ડીંગની બાજુમાં” ગંધ પેદા કરી રહી હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.  વ્હાઈટ હાઉસે હજુ સુધી તપાસ અને ઈમારતમાં ઈમરજન્સી વાહનો અને સિક્રેટ સર્વિસની હાજરી અંગે કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડ્યું નથી. રાષ્ટ્રપતિ જો બિડેન હાલ વ્હાઇટ હાઉસમાં નથી. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન પણ યાંત્રિક સમસ્યાને…

Read More

Mumbai,તા.૧૦ અલ્લુ અર્જુનના પાત્ર તરફ ઈશારો હોવાનો ચાહકોનો સુરદક્ષિણ અભિનેતા પવન કલ્યાણ, જેઓ હવે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પણ છે, તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણ કલાકારોની ભૂમિકા વિશે વાત કરી. તેણે ૪૦ વર્ષ પહેલાની ફિલ્મોની તુલના હવેની ફિલ્મો સાથે કરી. કહ્યું કે પહેલા હીરોને જંગલની રક્ષા કરતો બતાવવામાં આવ્યો હતો અને આજે તે દાણચોર બની ગયો છે.સાઉથ એક્ટર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પવન કલ્યાણે હાલમાં જ સાઉથની ફિલ્મોમાં હીરોની ભૂમિકા વિશે વાત કરી હતી. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે સિનેમામાં તે સમયે અને અત્યાર સુધીના ફેરફારોનો ઉલ્લેખ કર્યો. તે તફાવત વિશે વાત કરી. તેમણે ૧૯૭૩માં રિલીઝ થયેલી ડૉ. રાજકુમારની કન્નડ…

Read More

Mumbai,તા.૧૦ છેલ્લા કેટલાક મહિનાઓથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. બંને ઘણીવાર અલગ-અલગ જોવા મળે છે. હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિષેક તેના પરિવાર સાથે પહોંચ્યો હતો અને ઐશ્વર્યા તેની પુત્રી સાથે જોવા મળી હતી. આ પછી તેમના છૂટાછેડાની અટકળો શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે જે તસવીરો સામે આવી છે તે ફેન્સને ખુશ કરી દેશે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા તેમની પુત્રી સાથે વિદેશમાં રજાઓ માણી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણા મહિનાઓથી સમાચાર આવી રહ્યા છે કે ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે નથી રહેતી અને તે…

Read More

Mumbai,તા.૧૦ હિન્દી સિનેમામાં ઘણીવાર સંવેદનશીલ મુદ્દાઓ પર ફિલ્મો બની છે. આ માટે થઈને મેકર્સને ઘણીવાર વિવાદોનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક દ્રશ્યો હટાવવાની પણ માંગ પણ કરવામાં આવતી હોય છે. ધ કેરળ સ્ટોરી બસ્તર, ધ નક્સલ સ્ટોરી આવી કેટલીક ફિલ્મો છે. હવે આ સિરીઝમાં વધુ એક ફિલ્મનું નામ સામેલ કરવામાં આવ્યું છે જે થોડા દિવસોમાં રિલીઝ થવા જઇ રહી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ રિલીઝ પહેલા અને પછી વિવાદોનો સામનો કરી રહી હતી, પરંતુ તેનો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ સિરીઝમાં, હવે પશ્ચિમ બંગાળ પર આધારિત એક ફિલ્મ આ મહિને રિલીઝ થવા જઇ રહી છે. નિર્દેશક…

Read More

Mumbai,તા.૧૦ બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનને કોઈ પરિચયની જરૂર નથી. છેલ્લા ઘણા દાયકાઓથી તે સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેની ઉત્તમ અને બહુમુખી અભિનય ક્ષમતાને કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તે છેલ્લે વર્ષ ૨૦૨૨માં ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તેણે તેની પત્ની કિરણ રાવ સાથે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી ફિલ્મ લપતા લેડીઝનું સહ-નિર્માણ કર્યું હતું. હવે અભિનેતાએ ફિલ્મોમાં કામ કરવાને લઈને તેની ભાવિ યોજનાઓ શેર કરી છે. ગયા આમિર ખાન અને કિરણ રાવ સુપ્રીમ કોર્ટમાં તેમની ફિલ્મ લપતા લેડીઝની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ ફિલ્મમાં સ્પર્શ શ્રીવાસ્તવ, નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા જેવા નવા…

Read More

Mumbai,તા.૧૦ એકતા કપૂરના શો ’કસૌટી ઝિંદગી કી’ના સ્ક્રિપ્ટ રાઈટર મહેશ પાંડેની મુંબઈ પોલીસે નિર્માતા જતિન સેઠી સાથે રૂ. ૨.૬૫ કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ પાંડેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે અંબોલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું- જતિન સેઠીની ફરિયાદના આધારે મહેશ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. જતિન સેઠીનો આરોપ છે કે તેણે મહેશ પાંડેને ૨.૬૫ કરોડ રૂપિયાની લોન આપી હતી. પરંતુ મહેશ પાંડેએ પૈસા ચૂકવ્યા ન હતા. મહેશ પાંડેની ધરપકડ અંગે વાત કરતા વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું- મહેશ પાંડેની પત્ની મધુ મહેશ…

Read More

Mumbai,તા.૧૦ પીઢ કોમેડિયન-અભિનેત્રી મિત્ઝી મેકકોલનું નિધન થયું છે. અહેવાલો અનુસાર, મેકકોલે ગુરુવારે ૯૩ વર્ષની વયે બરબેંકમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોમેડી જોડી મેકકોલ અને બ્રિલના ભાગ રૂપે મેકકોલને તેના પતિ, અભિનેતા અને હાસ્ય કલાકાર ચાર્લી બ્રિલ સાથેના તેમના નોંધપાત્ર કામ માટે હંમેશા યાદ કરવામાં આવશે. મેકકોલના અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. ફેન્સ સોશિયલ મીડિયા પર મેકકોલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મેકકૉલે ૧૯૪૦ ના દાયકાના અંતમાં સ્ટ્રેન્જ બેડફેલોમાં પિટ્‌સબર્ગ પ્લેહાઉસ ખાતે સ્ટેજ ડેબ્યૂ સાથે શોબિઝની દુનિયામાં પ્રવેશ કર્યો. ૧૯૫૦ ના દાયકાની શરૂઆતમાં, તેમણે પિટ્‌સબર્ગમાં કિડી કેસલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સાથે તેણે પોતાની જાતને બહુમુખી અને આકર્ષક કલાકાર તરીકે સ્થાપિત…

Read More

Mumbai,તા.૧૦ જહોન અબ્રાહમ હેલ્થ અને ફિટનેસ બાબતે ડિસિપ્લિન માટે પ્રખ્યાત છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે રેગ્યુલર એકસરસાઈઝ અને સ્પોર્ટસના મહત્વ અંગે જહોન અવાર-નવાર વાત કરે છે. તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન જહોન અબ્રાહમે પાન-મસાલાની જાહેરખબર કરનારા સ્ટાર્સ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓને પ્રમોટ કરનારા સ્ટાર્સ હકીકતમાં મોત વેચી રહ્યા હોવાનું જહોન માને છે. જહોન અબ્રાહમ પોતાની કરણી અને કથનીમાં કોઈ ફરક રાખવા માંગતો નથી. જહોને જણાવ્યું હતું કે, હું ઈમાનદારીપૂર્વક જીવતો હોઈશ અને અમલ કરતો હોઈશ તો જ બીજાને સલાહ આપી શકીશ. આ સ્થિતિમાં જ હું રોલ મોડેલ બની શકું. જાહેરમાં મારી જાતને અલગ રીતે રજુ કરું અને…

Read More

Aravalli,તા.૧૦ અરવલ્લીના માલપુર તાલુકામાં હેલોદર ગામની સીમમાં આ કેસના ફરિયાદીએ બિન ખેતી જમીનમાં દુકાન બનાવી હતી. બાદમાં આ દુકાનનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ દુકાન વેચાણે લેનાર વ્યક્તિના નામે આકારણી કકરવાની હતી. જેને પગલે ફરિયાદીએ હેલોદર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હરગોવિંદ તારાજી સુન્દેશાનો સંપર્ક સાધ્યો હતો. જોકે હરગોવિંદે આકારણી કરી આપવા માટે રૂ.૧૫,૦૦૦ ની લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ઉપિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ હેલોદર ગ્રામ પંચાયતમાં જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી લાંચ લેતા તલાટી કમ મંત્રી ઝડપાઈ ગયો હતો.

Read More

Ahmedabad,તા.૧૦ ગુજરાતમાં એક વર્ષમાં વર્ચ્ચુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલણના ૧૪.૨૭ લાખ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, ૩૦ જૂન ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતમાં ઇ-ચલણના ૧૪.૨૭ લાખ કેસમાંથી માત્ર ૧.૨૦ લાખ કેસમાં જ લોકોએ ૧૬.૨૦ કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. ગુજરાતમાં મે-૨૦૨૩માં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી હતી. ઇ-ચલણની રકમ ૯૦ દિવસ સુધી ભરવામાં ના આવે તો આપમેળે ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં મોકલી દેવામાં આવે છે. રાજ્યમાં ચલણ કોર્ટમાં ગયા બાદ માત્ર ૯%થી ઓછા લોકોએ દંડની રકમ ભરી છે. જ્યારે ૩ હજારથી વધુ લોકોએ ટ્રાફિક કોર્ટના ચલણને રેગ્યલુર કોર્ટમાં પડકાર્યું છે. દેશમાં સૌથી વધુ ૨.૬૦ કરોડ કેસ દિલ્હીની વર્ચ્ચુઅલ…

Read More