Author: Vikram Raval

Porbandar,તા.૧૦ રાજ્ય સરકાર શહેરીકરણને વેગ આપવા નવી-નવી નગરપાલિકાઓ બનાવી રહી છે તો આ નવી નગરપાલિકાઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહી છે. આવી જ એક નગરપાલિકા કુતિયાણાની છે.  અહીં નગરપાલિકાના તંત્ર સામે પુરાવાઓ સાથે ભ્રષ્ટાચારના સંગીન આરોપો લાગ્યા છે. આ આરોપો બીજા કોઈ નહીં પણ ખુદ રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્યએ જ લગાવ્યા છે. આરોપ મુજબ પાલિકાના અધિકારીઓએ કાગળ પર બગીચો બતાવી જેના માટે ફાળવેલી લાખો રૂપિયાની રકમ ચાંઉ કરી ગયા છે તે જમીન પર તો હાલ ઉકરડાં જેવી સ્થિતિ છે જ્યાં ગાયો તમને કચરો ખાતી દેખાઈ જશે.  માહિતી અનુસાર ધારાસભ્યએ તેમની લેખિત ફરિયાદમાં નગરપાલિકાઓના કમિશનર અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું છે કે આ મામલે ન્યાયિક…

Read More

Vadodara,તા.૧૦ વડોદરા શહેર નજીક આવેલ અખંડ ફાર્મમાં જાણીતા ઉદ્યોગપતિ પૌત્રીનું પ્રિ-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું હતું. ત્યારે સ્વાભાવિક છે કે મોટો પ્રસંગ હોય ત્યારે બહામગામથી તેમજ વિદેશથી અનેક મહેમાનો પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોઈ આ પ્રિ-વેડીંગ ફંક્શનમાં મોટા ઉદ્યોગપતિઓ સહિત વિદેશી મહેમાનો, પૂર્વ ક્રિકેટરો સહિત અન્ય મોટી હસ્તીઓ આ ફંક્શનમાં હાજર રહ્યા હતા. ત્યારે ન જાણ્યું જાનકી નાથે શું થવાનું છે, એવું જ થયું. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં અચાનક જ પોલીસનો પહોંચી જતા સૌ કોઈ ચોંકી ઉઠ્‌યા હતા. વડોદરાનાં બહુચર્ચિત અખંડ ફાર્મ હાઉસ કેસનો ૮ વર્ષે ચૂકાદો આવવા પામ્યો છે. ટ્રાન્સફોર્મ કંપનીનાં માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીનાં તા. ૨૨ ડિસેમ્બર…

Read More

Mohali,તા.૧૦ સીબીઆઈએ એનઆઈએ અને ઈન્ટરપોલની મદદથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકી તરસેમ સિંહની અબુધાબીમાંથી ધરપકડ કરી છે. મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડકવાર્ટર પર આરપીજી હત્પમલા અને અન્ય આતંકી કેસોમાં વોન્ટેડ સિંહને દિલ્હી પહોંચ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા મળી છે. તરસેમ સિંહની ધરપકડ બાદ ખાલિસ્તાનીઓના ઘણા રહસ્યો ખુલશે. અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસનો સામનો કરી રહેલા સિંહને અબુધાબીથી એનઆઈએ સુરક્ષા મિશન દ્રારા અહીં લાવવામાં આવ્યો હતો અને દિલ્હી પહોંચ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.સીબીઆઈના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ’આ વ્યકિત વિદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી…

Read More

એનડીએ સરકાર તમામ ધર્મના લોકો સાથે અલગ-અલગ વ્યવહાર કરી રહી છે Bihar,તા.૧૦ બિહારની રાજનીતિ હવે નવો વળાંક લઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના તેમજ બિહારના રાજકારણમાં ગરમાગરમ બનેલા વકફ બોર્ડના મુદ્દા બાદ હવે મઠો, મંદિરો અને ટ્રસ્ટોની નોંધણીના આદેશને વેગ મળ્યો છે. નીતિશ સરકારના આદેશ બાદ હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને છે. બિહારની નીતિશ સરકારે રાજ્યમાં મંદિરો, મઠો અને ટ્રસ્ટો માટે નોંધણી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. રાજ્યના તમામ મંદિરો, મઠો અને ટ્રસ્ટોએ બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પોતાને રજીસ્ટર કરાવવું પડશે. માહિતી અનુસાર, અત્યાર સુધી રાજ્યના માત્ર ૧૮ જિલ્લાઓએ જ બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ…

Read More

Shimla,તા.૧૦ હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં હવે દરેકને મફત પાણીની સુવિધા નહીં મળે. રાજ્ય સરકારના નવા નિર્ણય હેઠળ ૫૦ હજાર રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા ઘરેલુ ગ્રાહકોએ દર મહિને ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય વ્યાપારી સંસ્થાઓએ પણ કિલોલીટરના આધારે ચૂકવણી કરવી પડશે. રાજ્ય કેબિનેટે આ નિર્ણય આવક વધારવા અને રાહતો ઘટાડવા માટે લીધો છે. આ સાથે હોટલ અને ’હોમ-સ્ટે’ જેવી કોમર્શિયલ સંસ્થાઓને પાણી પુરવઠા માટે કોમર્શિયલ દરે બિલ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન સુખવિન્દર સુખુએ જણાવ્યું હતું કે, “રૂ. ૫૦,૦૦૦થી વધુની વાર્ષિક આવક ધરાવતા ઘરેલું ગ્રાહકોએ દર મહિને પાણીના બિલ તરીકે ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે હોટલ…

Read More

Mumbai,તા.૧૦ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને બીજેપી નેતા ગિરીશ મહાજને આરોપ લગાવ્યો છે કે એનસીપી (એસપી) નેતા શરદ પવારના ઈશારે મારી ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અનિલ દેશમુખ જે આક્ષેપો કરી રહ્યા છે તે પાયાવિહોણા અને ખોટા છે. અનિલ દેશમુખ પોતાને બચાવવા માટે આ તમામ આરોપો લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ખોટા કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે જેથી કરીને ભાજપનો નાશ થાય. તેમણે કહ્યું કે શરદ પવારના ઘરે સિલ્વર ઓકમાં એક બેઠક યોજાઈ હતી અને ચર્ચા કરવામાં આવી હતી કે તેમને ખોટા કેસમાં ફસાવીને તેમની ધરપકડ કેવી રીતે કરવી. ગિરીશ મહાજને…

Read More

છત્તીસગઢમાં આદિવાસી સમાજને કેવું સન્માન મળી રહ્યું છે તેના પર દેશભરના આદિવાસી સમાજની નજર હતીઃદીપક બૈજે Raipur,તા.૧૦ છત્તીસગઢ કોંગ્રેસે વિશ્વ આદિવાસી દિવસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.પીસીસી ચીફ દીપક બૈજે  પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે આરઆરએસના ખુલ્લા વિરોધને કારણે રાજ્ય સરકાર દબાણમાં આવી ગઈ છે. આ કારણોસર ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમોનો તેમણે બહિષ્કાર કર્યો હતો. રાયપુરમાં બે કાર્યક્રમ હતા અને બંને કાર્યક્રમોની જાહેરાત બાદ સરકારી પ્રતિનિધિઓ ત્યાં ગયા ન હતા. તેમણે કહ્યું કે રાયપુરના ઈન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમ હતો, જેમાં આદિજાતિના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ હાજરી આપવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમણે નિર્ણય…

Read More

Ranchi,તા.૧૦ ઝારખંડ બીજેપી યુનિટની કારોબારી સમિતિના સભ્ય  પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ વિરુદ્ધ પડોશી દેશ બાંગ્લાદેશના વિકાસ વિશે કથિત રીતે ભડકાઉ નિવેદનો આપવા બદલ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં, પોલીસે જણાવ્યું હતું કે અભય સિંહ, જે અગાઉ હજારીબાગ જિલ્લામાં પાર્ટી બાબતોના પ્રભારી હતા, તેમણે તેમની ફરિયાદમાં ચિંતા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ નેતાની ટિપ્પણી ભારતમાં સાંપ્રદાયિક નફરતને ભડકાવી શકે છે. અભય સિંહે સલમાન ખુર્શીદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓને હિંસક ટોળાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં દેશમાં તાજેતરની અશાંતિ બાદ લૂંટ, સળગાવવા અને મિલકતને નુકસાન અને…

Read More

New Delhi,તા.૧૦ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને ૫૨ વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હતી અને હોકી ટીમે તેના શ્રેષ્ઠ ખેલાડીને શ્રેષ્ઠ વિદાય આપી છે.સતત બે ઓલિમ્પિકમાં હોકી ટીમની સફળતાથી દરેક ભારતીય ખુશ છે. હવે હોકી ટીમ ભારત પરત ફરી અને તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અન્ય ખેલાડીઓ દિલ્હી…

Read More

Lucknow,તા.૧૦ બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે આરક્ષણ અને પેટા વર્ગીકરણમાં ક્રીમી લેયર લાગુ કરવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ સંસદમાં કાયદો લાવીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્રએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે સંબંધિત આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં જોરદાર વકાલત કરી નથી, અન્યથા આવો નિર્ણય લેવામાં આવ્યો ન હોત. માયાવતીએ જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જાતિ ગણતરી કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. બસપા પહેલાથી જ તેની તરફેણમાં રહી છે. માયાવતી શનિવારે બસપા કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ-કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી…

Read More