- Gujarat માં વોટ ચોરીનો કોંગ્રેસ પાર્ટીનો આરોપ
- ટેરિફ વૉર વચ્ચે Rajnath Singh અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
- જાપાનથી સીધા ચીનના તિયાનજિન પહોંચેલા PM Modi નું રેડ કાર્પેટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
- Maratha આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું!
- Pakistanના વિદેશ મંત્રી ઇશાક ડારે ફરી એકવાર ભારત સાથે વાતચીતની નવી ઓફર કરી
- લાલબાગચા રાજાના શરણમાં પહોંચી Ekta Kapoor, બાપ્પા સમક્ષ માથું નમાવ્યું
- Esha Deol ના ભૂતપૂર્વ પતિ ભરતને નવો જીવનસાથી મળ્યો? તસવીરો શેર કરી અને તેને પરિવારનો ભાગ ગણાવી
- છૂટાછેડાની અફવાઓ વચ્ચે, Aishwarya Sharma એ એકલા ગણપતિનું સ્વાગત કર્યું, નીલ ભટ્ટ દેખાયા નહીં
Author: Vikram Raval
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા થઈ New Delhi,તા.૧૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા થઈ. બેઠકમાં સ્પષ્ટ કરાયું કે ડો. બી આર આંબેડકર દ્વારા તૈયાર બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ માટે અનામત પદ્ધતિમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી. આવામાં આંબેડકરના બંધારણ મુજબ જ અનામતની જોગવાઈ હોવી જોઈએ. કેબિનેટ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ચર્ચા થઈ. કેબિનેટનો મત એવો હતો કે એનડીએ સરકાર આંબેડકરે બનાવેલા બંધારણને લઈને પ્રતિબદ્ધ છે અને…
New Delhi,તા.૧૦ બાંગ્લાદેશમાં બળવા અને કટ્ટરપંથીઓના અત્યાચાર બાદ હજારો હિન્દુઓ ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, સરહદની સુરક્ષાને ધ્યાનમાં રાખીને,બીએસએફ જવાનોએ તેમને શાંત કરીને પાછા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પણ હજારો હિંદુઓ નાળામાં ઉભા રહીને વિનંતી કરી રહયા છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ લઘુમતીઓ પરના અત્યાચારમાં વધારો થયો છે. ખાસ કરીને હિંદુઓ તેમના ઘર છોડીને ભારતમાં આશ્રય માટે વિનંતી કરી રહ્યા છે. હજારો હિન્દુઓ નદીઓ, નાળાઓ અને ઝાડીઓ ઓળંગીને ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળના કૂચ બિહારના સીતાલકુચીમાં લગભગ ૧૦૦૦ બાંગ્લાદેશીઓ નાળામાં ઊભા રહીને બીએસએફને વિનંતી કરવા મજબૂર છે. તે જ સમયે, બીએસએફ દેશની સુરક્ષાના પડકારનો…
New Delhi,તા.૧૦ અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ કે જેણે અદાણી ગ્રુપને હેરાન પરેશાન કરી નાખ્યું તેણે હવે નવી એક જાહેરાત કરીને ચોંકાવી નાખ્યા છે. શનિવારે સવારે એલન મસ્કના સ્વામિત્વવાળી એક્સ પર પોસ્ટ શેર કરતા અમેરિકી કંપનીએ ભારતીય કંપની સંલગ્ન વધુ એક એક મોટા ખુલાસાનો સંકેત આપ્યો છે. પોતાની પોસ્ટમાં હિંડનબર્ગ રિસર્ચે લખ્યું છે કે ’ભારતમાં જલદી કઈક મોટું થવાનું છે.’ જો કે શું મોટું થવાનું છે એ અંગે હિંડનબર્ગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચ કોઈ ભારતીય કંપની વિશે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કરી શકે છે. જાન્યુઆરી ૨૦૨૩માં હિંડનબર્ગ…
New Delhi,તા.૧૦ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર માલદીવની ત્રણ દિવસની મુલાકાતે છે. શનિવારે ડૉ. એસ. જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, જયશંકરે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આનાથી બંને દેશોના લોકોને ફાયદો થશે. ગયા વર્ષે મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ’રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મળ્યા બાદ મને ગર્વની લાગણી થાય છે. બેઠક દરમિયાન, બંને દેશોના લોકોના કલ્યાણ માટે પરસ્પર સંબંધોને મજબૂત…
Bhavnagar,તા.૧૦ બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના લોકોને શેર બજારની લોભામણી સ્કીમની જાહેરાત કરીને રૂપિયા ૭૨ લાખનો ચુનો લગાવીને નાસતોફરતો શખ્સને બોટાદ એલસીબી પોલીસે શહેરનાં તુરખા રોડપર આવેલ પિકઅપ સ્ટેન્ડથી ઝડપ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ એલસીબી પીઆઈ એ જી સોલંકી અને પીએસઆઈ સોલંકી તેમજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન શહેરનાં તુરખા ગામ જવાના રસ્તા પર પિકઅપ સ્ટેન્ડ પાસે પહોંચતા એક શખ્સ ઉભો હતો, જેથી એલસીબી પોલીસને શંકા જતા પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા મૃત્યુંજકુમાર વિજય પંડિત કે જે ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ દહેરાદૂનનો હોવાનું સામે આવ્યું હતું. એલસીબી પોલીસને વધુ શંકા જતાં પોલીસે વધુ તપાસ…
Jharkhand,તા.૧૦ આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ પર તેણે તેના હાથ પરની સીલના નિશાન બતાવ્યા જે કેદીઓને આપવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં, તેણે તેના શરીર પરની સીલ શેર કરી અને તેને લોકશાહીમાં વર્તમાન પડકારોનું પ્રતીક ગણાવ્યું. તેણે કહ્યું કે આ સીલ તેના હાથ પર (જેલ સત્તાવાળાઓ દ્વારા) જ્યારે તે જેલમાંથી મુક્ત થયો ત્યારે લગાવવામાં આવ્યો હતો. સીએમ હેમંત સોરેને ઠ પર પોસ્ટમાં લખ્યું, “આજે, મારા જન્મદિવસના અવસર પર, છેલ્લા એક વર્ષની યાદ મારા મગજમાં અંકિત થઈ ગઈ છે – આ એક કેદી પર લગાવેલી સીલની નિશાની છે, જે મારા પર લગાવવામાં આવી…
Amreli, તા.૧૦ રાજ્યમાં અકસ્માતની અવારનવાર બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર અકસ્માતની ઘટના અમરેલીમાં બની છે. અમરેલીના રાજુલામાં ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો છે. ઓવર સ્પીડથી આવતા બાઈક ચાલકે રસ્તા પર બેઠેલા ઢોરની અડફેટે આવ્યો હતો. આ સમગ્ર ઘટના જાફરાબાદ રોડ પર બની હતી. અકસ્માતના ઝ્રઝ્ર્ફ સામે આવ્યા છે. જો કે બાઈક સવાર ઢોરની અડફેટે આવતા તે ઈજાગ્રસ્ત થયો છે. જો કે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ અગાઉ પંચમહાલમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં ૫ના મોત થયા છે. ગોધરાના ગોલ્લવ પાસે સર્જાયો જોરદાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઘટનાસ્થળે ૪ના મોત થયા હતા.…
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી : વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન Gandhinagar, તા.૧૦ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા જીવન વ્યવહારમાં પણ…
હાલ પપ્પુ રબારી અને વિશાલ ભરવાડને પોલીસે ઝડપી લીધા કરોડોના કાળા નાણાંની હેરફારનો પર્દાફાશ થવાની શક્યતા Anand, તા.૧૦ આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે. અમેરિકામાં રહેતા લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આણંદથી સમગ્ર કૌભાંડનું સંચાલન થતું હતું. ડાર્ક વેબ થકી સિનિયર સિટીઝનોને ધમકાવીને ડોલર પડાવવામાં આવતા હતા. બાકરોલ અને વલાસણના બે લોકો પાસે કરોડ કરતા વધુ રકમનો ટોળકીએ હવાલો પડાવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં ૯ શસ્ખોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધધવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં પામોલનો કુખ્યાત જૈમીન ઉર્ફે પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા છે. સમગ્ર કૌભાંડમાં જૈમીન રબારી, મિહિર દેસાઈ, રિયાઝ અમદાવાદી,…
ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થી ઉપર તેની સાથે ભણતા વિદ્યાર્થીએ ચપ્પુના ઘા ઝીંકી દેતા ચકચાર મચી છે Surat, તા.૧૦ શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે. ત્યારે સુરતના નાનપુરા સ્કૂલમાં એક વિચિત્ર અને રસપ્રદ કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થી ઉપર તેની સાથે ભણતા વિદ્યાર્થીએ ચપ્પુના ઘા ઝીંકી દેતા ચકચાર મચી છે. ચાલુ રિસેસમાં બનેલી ઘટનામાં સ્કૂલ તંત્રની સાથે સાથે પોલીસ પણ દોડતી થઈ હતી. જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની તબિયત સારી હોવા સાથે અથવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. બનાવની વિગતો જોઈએ તો, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવાર ડેરી ચલાવી પોતાનું ગુજરાન…