- Gujarat માં વોટ ચોરીનો કોંગ્રેસ પાર્ટીનો આરોપ
- ટેરિફ વૉર વચ્ચે Rajnath Singh અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
- જાપાનથી સીધા ચીનના તિયાનજિન પહોંચેલા PM Modi નું રેડ કાર્પેટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
- Maratha આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું!
- Pakistanના વિદેશ મંત્રી ઇશાક ડારે ફરી એકવાર ભારત સાથે વાતચીતની નવી ઓફર કરી
- લાલબાગચા રાજાના શરણમાં પહોંચી Ekta Kapoor, બાપ્પા સમક્ષ માથું નમાવ્યું
- Esha Deol ના ભૂતપૂર્વ પતિ ભરતને નવો જીવનસાથી મળ્યો? તસવીરો શેર કરી અને તેને પરિવારનો ભાગ ગણાવી
- છૂટાછેડાની અફવાઓ વચ્ચે, Aishwarya Sharma એ એકલા ગણપતિનું સ્વાગત કર્યું, નીલ ભટ્ટ દેખાયા નહીં
Author: Vikram Raval
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે : નડ્ડા RAJKOT, તા.૧૦ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી નડ્ડા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી. તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું હતું કે, ગુજરાત તપસ્વી સંતો-મહંતો, સમાજ સુધારકો, સ્વાતંત્ર સેનાનીઓ, વીરોની ભૂમિ છે, જેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે.આજે અહીં ચોમેર તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ જોઈને આપણને આઝાદીના કાળખંડની યાદ…
સરકારી રોકડા તળાવ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવું શોપિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે Ahmedabad, તા.૧૦ અમદાવાદ શહેરના આનંદ નગર વિસ્તારના ટોરેન્ટ પાવર હાઉસ યોગી આશ્રમ પાસે આવેલું સરકારી રોકડા તળાવ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવું શોપિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. જેની કામગીરી ચાલુ કરી દેવાઇ છે ક્યારે છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી આશરે ૯૫ થી વધુ પરિવાર ઝુપડા બાંધીને ત્યાં વસવાટ કરે છે. ત્યારે કોર્પોરેશન નો પ્રોજેક્ટ બહાર પડતાં એસ્ટેટ ઓફિસર દ્વારા વસવાટ કરતા તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને રહેઠાણના પુરાવા રજૂ કરાવવા માટે જાણ કરવામાં આવી હતી. અંતે પુરાવા રજૂ ન કરી શકાતા તમામ ૯૫…
Narmada, તા.૧૦ મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમમાં ૪ લાખ ૨૨ હજાર ૩૮૫ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી ૧૩૨.૪૬ મીટરે પહોંચી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૭૭ મીટર જેટલો વધારો થયો છે. જે બે દિવસમાં ૧૩૮.૬૮ મીટરે પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડેમ છલકાવાની સ્થિતિમાં હોવાથી આસપાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે વહીવટી તંત્રએ મદદ માટે ૧૦૭૭ નંબર જાહેર કર્યો. લોકોને નદીમાં નહીં જવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી છલોછલ ભરાયેલા છે અને હજુ ઓમકારેશ્વરના ૧૮ દરવાજા અને ઇન્દિરા સાગર…
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સાધુનો વેશ ધારણ કરી લૂંટ છેતરપિંડીનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો Lucknow, તા.૧૦ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સાધુનો વેશ ધારણ કરીને લૂંટ અને છેતરપિંડીનો પ્રયાસ કરવાનો મામલો બહાર આવ્યો છે. જ્યારે ગ્રામજનોને છેતરપિંડી થતી હોવાની આશંકા પડી, ત્યારે સાધુનો ઢોંગ કરી રહેલા બદમશોને લાતો અને મુક્કાઓ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપી યુવકોને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે. આ તમામ યુવાનો સાધુનો વેશ ધારણ કરીને ગામમાં ફરતા હતા. પહેલા તો ગામલોકોને લાગ્યું કે, તેઓ સાધુ છે, પરંતુ જ્યારે ગ્રામજનોએ તેમની પૂછપરછ કરી…
જયશંકર માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત કરવા માટે ત્રણ દિવસની ઓફિશિયલ મુલાકાતે પહોંચ્યા New Delhi, તા.૧૦ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે દ્વીપસમૂહના રાષ્ટ્રના નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાટાઘાટો માટે આતુર છે. તમને જણાવી દઈએ કે જયશંકર માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત કરવા માટે ત્રણ દિવસની ઓફિશિયલ મુલાકાતે અહીં પહોંચ્યા છે. ચીન તરફી ગણાતા મુઈઝુએ નવેમ્બર ૨૦૨૩માં ટોચના કાર્યાલયનો હવાલો સંભાળ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જો કે હવે જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેઓ માલદીવ પહોંચીને…
દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકના અલ્ટીમેટમ બાદ ઓબેદુલ હસને નિર્ણય લીધો Dhaka, તા.૧૦ બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે. દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના બાદ ચીફ જસ્ટિસે તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે દેશમાં વર્તમાન સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટના જજોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં શેખ હસીના બાદ હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત તમામ જજ દેખાવકારોના નિશાન પર આવી ગયા છે. બાંગ્લાદેશમાં અનામત માટે…
૭૨-૫૦૦ વિમાનમાં ૫૭ યાત્રી અને પાયલોટ સહિત ૪ ક્રુ મેમ્બર્સ હતા : આ ઘટનામાં કોઈ જીવિત નથી બચ્યું Brazil, તા.૧૦ બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં સવાર બધા જ ૬૧ લોકોના મોત થઈ ગયા છે. વોએપાસ એરલાઈનનું આ ઘટના અંગે કહેવું છે કે ટ્વીન ઈંજીન ટર્બોપ્રોપ પ્લેન દક્ષિણી રાજ્ય પરાનાના કાસ્કેવેલથી સાઓ પાઉલો શહેરના ગ્લારુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું તે સમયે પ્લેન વિન્હેડો શહેરમાં ક્રેશ થઈ ગયું. જાણવા મળતી માહિતી અનુસાર ૭૨-૫૦૦ વિમાનમાં ૫૭ યાત્રી અને પાયલોટ સહિત ૪ ક્રુ મેમ્બર્સ હતા. સ્થાનીય અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જીવિત નથી બચ્યું. બ્રાઝીલમાં…
ચીને ૬ ઓગસ્ટે લોંગ માર્ચ ૬છ રોકેટ લોન્ચ કર્યું હતું, તે રોકેટનો ઉપરનો ભાગ અવકાશમાં તૂટી ગયો હતો અને તેનો કચરો અવકાશમાં ફેલાયો China, તા.૧૦ ચીનની વિસ્તરણવાદી વિચારસરણીથી સૌ વાકેફ છે. પરંતુ વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર ચીને જગ્યા પણ છોડી નથી. તમે વિચારતા હશો કે ચીને હવે અવકાશમાં શું કર્યું છે. તો ચાલો તમને જણાવીએ. અહીં આપણે ચીનના ’કચરાના કોરોના’ વિશે વાત કરી રહ્યા છીએ. આ વાંચીને તમે પૂછશો કે ગાર્બેજ કોરોના શું છે. જે રીતે ચીને આખી દુનિયામાં કોરોના ફેલાવ્યો હતો તે જ રીતે ચીન અવકાશમાં કચરો ફેલાવી રહ્યું છે. અવકાશમાંથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં…
ઈઝરાયલ દ્વારા કરાયેલી એરસ્ટ્ર્કાઈકમાં ઘાયલો મોટી સંખ્યામાં હોવાની આશંકા : હમાસે જાહેર કર્યું નિવેદન Gaza,તા.૧૦ ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ આજે ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં ૧૦૦થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. એક એજન્સીના અહેવાલમાં આ દાવો કરાયો હતો. પૂર્વ ગાઝામાં વિસ્થાપિત લોકો જે સ્કૂલમાં આશરો લઈ રહ્યા હતા તેને જ ઈઝરાયલે નિશાન બનાવી હતી. આ હુમલામાં ૧૦૦થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ઘાયલો પણ મોટી સંખ્યામાં…
મહિલા બોક્સર ઈમાન ખલીફ તેમના માનકોમાં ખરી ઉતરી હોવાનું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું માનવું છે Paris, તા.૧૦ અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગયા શુક્રવારે ઈમાન ખલીફાએ મહિલાઓની ૬૬ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. અલ્જેરિયાની મહિલા બોક્સર લિંગ વિવાદને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ઈમાન ખલીફ પર બાયોલોજિકલ મેલ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ઈમાને ચીનની યાંગ લિયુ સામેની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું માનવું હતું કે તે તેમના માનકોમાં ખરી ઉતરી છે, જેના કારણે તેને સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈમાન આખરે ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ…