Author: Vikram Raval

મોદીને સમર્પિત કર્યું ગીત : આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતા તથા અનેરી આભાની વાત કરાઈ New Delhi, તા.૧૦ વન્યજીવ પ્રેમી અને સંરક્ષક રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ ૨૦૨૪ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વીડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરાઈ છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે-સાથે છંદો અને અલંકારયુક્ત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે…

Read More

ભારત અત્યાર સુધી ૬ મેડલ જીતી શક્યું છે જેમાં એક સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે New Delhi, તા.૧૦ Paris Olympic 2024 હવે લગભગ પૂરો થવાની તૈયારીમાં છે. ભારત અત્યાર સુધી ૬ મેડલ જીતી શક્યું છે જેમાં એક સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકની તૈયારી માટે ભારત સરકારે ૪૭૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આંકડાઓ પ્રમાણે ભારત સરકારે સૌથી વધારે રૂપિયા એથ્લેટિકસની તૈયારી પાછળ ખર્ચ્યા હતા. જેમાં ભારતને ૧ જ મેડલ મળ્યો છે. તે પણ ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો. નીરજ જેવલીન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય એથ્લેટિકસની…

Read More

ફ્લેટમાં પાર્ટી કરી રહેલા ૩૯ યુવક-યુવતીઓની અટકાયત : સ્થળ પરથી દારૂની બોટલો અને હુક્કા મળ્યા Noida, તા.૧૦ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક રહેણાંક સોસાયટીના ફ્લેટમાં પોલીસે દરોડા પાડીને ૩૯ યુવક-યુવતીઓની અટકાયત કરી છે. ફ્લેટમાં રાત્રે કથિત રીતે રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસના દરોડામાં ઝડપાયેલા તમામ લોકો જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં હરિયાણા લેબલ દારૂની બોટલો અને હુક્કા જપ્ત કર્યા છે. નોઈડા પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે પોલીસને માહિતી મળી હતી કે નોઈડાના સેક્ટર-૯૪ સ્થિત સુપરનોવા સોસાયટીના એક ફ્લેટમાં ઘણા લોકો રેવ પાર્ટી કરી રહ્યા છે. પોલીસે મધરાતે ફ્લેટ પર દરોડો પાડ્યો…

Read More

ભૂસ્ખલમાં મૃત્યુ પામેલા લોકોને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક સહાયતા આપવાનું એલાન Wayanad, તા.૧૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડ જિલ્લામાં પહોંચ્યા હતા અને આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ચુરામાલામાં પગપાળા ચાલીને ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કન્નુર એરપોર્ટથી વાયનાડ પહોંચ્યા અને ૩૦ જુલાઈના રોજ ભૂસ્ખલનની ઘટનાઓથી પ્રભાવિત ચૂરમાલા વિસ્તારમાં પગપાળા નુકસાનની સમીક્ષા કરી. અગાઉ, પ્રધાનમંત્રીએ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી ભૂસ્ખલનથી પ્રભાવિત ચુરલમાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવાઈ સર્વેક્ષણ પછી, પીએમ મોદીનું હેલિકોપ્ટર કલપેટ્ટાના એસકેએમજે વિદ્યાલયમાં ઉતર્યું, જ્યાંથી તેઓ રોડ માર્ગે ચુરલમાલા માટે રવાના થયા.…

Read More

સ્ટેટ અને નેશનલ હાઈવે પર બની રહેલ હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ આ ચેતવણી પત્ર લખ્યો છે New Delhi, તા.૧૦ પંજાબમાં અવારનવાર આતંકી હુમલાથી લઈને ડ્રગ્સ-નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડાવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક પ્રયાસો કરે છે, તકેદારી રાખે છે પરંતુ અવારનવાર આ બધુ થતું રહેતું હોય છે. જોકે કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પંજાબના મુખ્યમંત્રીને અન્ય એક બાબતે ચેતવણી આપી છે. ગડકરીએ પંજાબના મુખ્યમંત્રીને ચેતવણી આપતો એક પત્ર લખ્યો છે. ગડકરીએ કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. સ્ટેટ અને નેશનલ હાઈવે પર બની રહેલ…

Read More

પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ નારો ઉચ્ચાર્યો હતો કે હવે જેલના તાળાં તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે New Delhi, તા.૧૦ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શુક્રવારે (૦૯ ઓગસ્ટ) ૧૭ મહિના બાદ જેલમાંથી છૂટયાં હતા. ત્યારે આજે (૧૦ ઓગસ્ટ) તેમણે આમ આદમી પાર્ટી (છછઁ) કાર્યાલયમાં કાર્યકર્તા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સિસોદિયાએ ભાજપ સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે ’દુનિયાની તમામ તાકાત એકજૂટ થાય તો પણ સત્યને હરાવી શકે નહીં.’ આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું કે ’બજરંગબલીની કૃપા છેકે ૧૭ મહિના બાદ હું જેલમાંથી મુક્ત થયો. સફળતાનો એક જ મંત્ર છે. દિલ્હીમાં દરેક બાળક માટે એક શાનદાર સ્કૂલ બનાવવી છે.…

Read More

મમતા બેનર્જીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી Kolkata, તા.૧૦ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ આખા દેશનો હચમચાવી મૂક્યો છે. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું કે, જરૂર પડશે તો હત્યાના આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દઈશું. શુક્રવારે કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ફરજ પર તેહનાત પીજીટી ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. મહિલા તબીબ હોસ્પિટલના છાતીના રોગની સારવાર વિભાગની બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા…

Read More

કોલકાતામાં RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવતાં ખળભળાટ : પિતાએ પણ ગંભીર આક્ષેપો કર્યા Kolkata, તા.૧૦ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત ઇય્ કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ રાજ્યમાં રાજકીય તાપમાનનો પારો પણ ચડ્યો છે. પોલીસ દ્વારા આ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિ હોસ્પિટલ સાથે સંકળાયેલો ન હતો, પરંતુ તે તબીબી સંસ્થાના વિવિધ વિભાગોમાં અવારનવાર આવતો હતો. પકડાયેલો આરોપી બહારનો છે. તેની શંકાસ્પદ ગતિવિધિઓ દર્શાવે છે કે તે આ ઘટનામાં સામેલ…

Read More

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.250 અને ચાંદીમાં રૂ.1,981ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.14 ઘટ્યો બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોટન-ખાંડી વાયદો રૂ.350 ઘટ્યોઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ  કોમોડિટી વાયદાઓમાં રૂ.1,52,112 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1053738.58 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.46 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2થી 8 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 130,47,704 સોદાઓમાં કુલ રૂ.12,05,896.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,52,112.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1053738.58 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 13,63,830 સોદાઓમાં રૂ.1,03,692.54 કરોડનાં કામકાજ થયાં…

Read More

આરોપીએ દોઢ કલાક રકઝક કરી ધાક-ધમકી આપી યુવાનને છરીનો  ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું તું Rajkot તા.9 ઉપલેટામાં ત્રણ વર્ષ પૂર્વે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હતી. જે હત્યાના ગુનામાં સડોવાયેલા આરોપીને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.  આ કેસની હકીકત મુજબ ઉપલેટા શહેરમાં કદી વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અમિત મહેન્દ્રભાઈ પરમાર નામનો યુવાન તા.7/12/2020 ના રોજ પોતાના ઘરે હતો. ત્યારે આરોપી હાર્દિક જીવા સોલંકી પ્રેમ પ્રકરણનો ખાર રાખી ધસી આવ્યો હતો. અને આશરે દોઢેક કલાક સુધી અમિત પરમાર અને તેના પરિવારને ધાક ધમકી આપી અમિત પરમાર ઉપર છરી વડે હુમલો કરી છરીનો એક ઘા…

Read More