- Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
- 07 સપ્ટેમ્બર નું પંચાંગ
- 07 સપ્ટેમ્બર નું રાશિફળ
- Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
- ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
- ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે
- Rocky Cage નાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી
- Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
Author: Vikram Raval
Paris,તા.30 26 જુલાઈ શુક્રવારથી ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક્સ 2024નો પ્રારંભ થઈ ગયો છે. ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં પાકિસ્તાનને પોતાના એથલીટ્સની સંખ્યાને લઈને શર્મિદા થવું પડ્યું હતું. સમારોહ દરમિયાન એક કોમેન્ટેટરે પાકિસ્તાન માટે એવી વાત કહી જેને પાકિસ્તાની દેશ માટે શરમજનક ગણાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં પાકિસ્તાનમાંથી 18 સભ્યોએ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી માત્ર 7 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના 7 એથ્લેટ સાથે 11 અધિકારીઓ ઓલિમ્પિક માટે પેરિસ પહોંચ્યા છે. ઓપનિંગ સેરેમની દરમિયાન પાકિસ્તાનની 18 સભ્યોની ટીમને જોઈને એક કોમેન્ટેટરે કહ્યું, ‘પાકિસ્તાન 24 કરોડથી વધુની વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ ઓલિમ્પિકમાં માત્ર 7 ખેલાડીઓ જ ભાગ લઈ રહ્યા છે.’ ઉદ્ઘાટન સમારોહ દરમિયાનનો…
New Delhi, તા.30 ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમના પૂર્વ મુખ્ય કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ એક ચોંકાવનારી સલાહ આપી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાએ બને તેટલી વધારે મેચ રમવી જોઈએ. જો તે ફીટ હોય તો તેણે આરામ ન કરીને મેચ માટે ફિટનેસ અકબંધ રાખવી જોઈએ. મારા મતે ફિટનેસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં પણ T20 મેચ હોય ત્યાં હાર્દિકે રમવું જોઈએ અને જો તેને લાગે છે કે તે ફીટ અને મજબૂત છે તો તેણે વન ડે મેચો પણ રમવી જોઈએ.’ ફિટનેસનું સ્તર વધારવાની સલાહ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હાર્દિક પંડ્યા કરતાં તેના શરીરને બીજું કોઈ સારી રીતે…
New Delhi, તા.30 ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું યજમાન પાકિસ્તાન છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતનો પ્રવાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એશિયા કપ 2025નું આયોજન છે. શું પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત આવશે? ભારત 2025માં મેન્સ એશિયા કપની યજમાની કરશે. જેમાં 6 ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને છઠ્ઠી ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડ દ્વારા નક્કી થશે. આ સ્થિતિમાં પાકિસ્તાનની ટીમે આવતા વર્ષે ભારતનો પ્રવાસ કરવો પડશે. અગાઉ 2023માં એશિયા કપ પાકિસ્તાનમાં યોજાયો હતો.…
Zimbabwe,તા.30 ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વે ટીમને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. ઝિમ્બાબ્વેના એક ફિલ્ડરે ચાર રન બચાવવાના પ્રયાસમાં પાંચ રન આપી દીધા હતા. રિચર્ડ એનગવારા 18મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો, તેના પહેલા જ બોલ પર ટકરે સિંગલ લીધો હતો. ત્યારબાદ આગામી બોલ પર મેકબ્રાયને કવર તરફ શોટ માર્યો હતો. ઝિમ્બાબ્વેનો ફિલ્ડર બાઉન્ડ્રી રોકવાનો પુરતો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો અને તેણે બૉલને બાઉન્ડ્રીની બહાર જતા રોકી પણ લીધો હતો પરંતુ ફિલ્ડરે ચોગ્ગો તો બચાવી લીધો હતો, પરંતુ…
New Delhi, તા.30 ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના આરે હવે માત્ર બે દિવસ જ બાકી છે. 31 જુલાઈ બાદ આઈટીઆર ફાઈલિંગ પર પેનલ્ટી લાગશે. જેથી આ કામ પહેલાં પૂરુ કરી પેનલ્ટી અને રિફંડમાં સમસ્યાઓથી બચી શકો છો. 26 જુલાઈ સુધી 5 કરોડથી વધુ કરદાતાઓ રિટર્ન ફાઈલ કર્યું છે. આ વખતે ગતવર્ષની તુલનાએ વધુ રિટર્ન ફાઈલ થશે, તેવો આશાવાદ છે. ગતવર્ષે 6.88 કરોડ કરદાતાઓ રિટર્ન ફાઈલ કર્યા હતા. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા સતત રિમાન્ડર મોકલી રહ્યું છે. મોડા રિટર્ન ફાઈલિંગ પર રિફંડ મળશે નહીં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટીડીએસ સહિતના રિફંડ આપે છે. જો તમે પણ વર્ષ દરમિયાન…
Israel,તા.30 ઈઝરાયલના કબ્જામાં રહેલા ગોલન હાઈટ્સ વિસ્તાર સ્થિત મજદલ શામ્સ શહેર નજીકનાં ડ્રૂઝ ગામ પાસેનાં ખુલ્લાં મેદાનમાં શનિવારે સાંજે ફૂટબોલ રમતાં બાળકો ઉપર રોકેટ્સ પડતાં 11 બાળકોનાં મોત થયાં હતાં. આ સમાચાર અત્યારે યુ.એસ.ની મુલાકાતે ગયેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂને મળતાં તેમણે કહ્યું હતું કે, આ દુષ્ટકૃત્ય કરનાર હિઝબુલહને તે માટે ભારે હિંમત ચૂકવવી પડશે, ઇઝરાયલ તેને જવાબ આપ્યા વિના નહીં રહે. ઇઝરાયલના વડાપ્રધાનનાં કાર્યાલયે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હવે વડાપ્રધાન બની શકે તેટલા વહેલા સ્વદેશ પાછા ફરવા માગે છે. તેઓ પ્રમુખ બાયડેનને પણ મળ્યા હતા, અને અમેરિકી સંસદ (કોંગ્રેસ)નાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ આ સપ્તાહે સંબોધને…
Indonesia, તા.30 ભારતમાં સોનાના દાગીના સામાજિક રિત રિવાજોમાં પણ મહત્વના હોવાથી ઓછા વત્તા પ્રમાણમાં બધાને જરુર પડે છે. આથી જ તો સોનાના ભાવ પર મધ્યમવર્ગ હોય કે ધનવાન વર્ગ દરેકની નજર હોય છે. ભારતમાં સોનાની કુલ જરુરીયાત કરતા ઓછું પ્રોસેસ થતું હોવાથી સોનાની આયાત કરવામાં આવે છે. કેટલાક દેશો એવા છે જયાં ભારતમાં મળતા સોનાની કિંમત કરતા ઓછા ભાવમાં મળે છે. દૂબઇ,મલાવી કોલંબિયા,ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં ભારત કરતા ઓછી કિંમત હોવાનું જણાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુબઇમાં ૧૦ જુલાઇના રોજ ૨૪ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત ૫૭૭૯ રુપિયા જેટલી હતી. મલાવીમાં ૨૪ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત ૬૩૪૬,ઓસ્ટ્રેલિયામાં ૬૩૪૭, કોલંબિયામાં ૬૩૫૧…
Kenya,તા.30 દુનિયા ભરના બંદરગાહો પર લાખો શિપિંગ કન્ટેનર્સ ખાલી પડયા રહે છે. આવરદા પુરી થાય ત્યારે નિવૃત કરતા શિપિંગ કન્ટેનરમાંથી સસ્તા આવાસ તૈયાર કરવાનું દુનિયામાં અનેક ઠેકાણે ચાલે છે પરંતુ આફ્રિકાના કેન્યામાં કન્ટેનર મકાન સૌથી વધુ લોકપ્રિય થઇ રહયા છે. રહેઠાણએ દરેક વ્યકિતની પાયાની જરુરિયાત છે અને તેને પ્રાપ્ત કરવું દરેક માટે શકય બનતું નથી. આથી જ તો ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો ઝુગ્ગી -ઝુંપડીઓમાં રહેવા મજબૂર બને છે. કેન્યામાં ૨.૬ કરોડ લોકો અસુરક્ષિત આવાસોમાં રહે છે. જેને એફોર્ડેબલ કહી શકાય તેવી સસ્તી કિંમતના ૨ કરોડ રહેઠાણોની જરુરિયાત છે. આવા સંજોગોમાં સસ્તા અને ટકાઉ વિકલ્પ તરીકે શિપિંગ કન્ટેનરોમાંથી ઘર…
Uttar-Pradesh,તા.30 ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ થોડા દિવસો પહેલા આપેલા નિવેદનથી રાજકારણ ગરમાયું છે. લખનઉથી લઈને દિલ્હી સુધી તેની ચર્ચા ચાલી છે. સીએમ યોગી આદિત્યનાથે સાથે તેમના તણાવની ખબરો વાયુ વેગે ફેલાઈ છે. જોકે, દિલ્હીમાં બેઠક થયા બાદ સ્થિતિ સામાન્ય બની રહી હોય તેવું નજર આવ્યું. થોડા કલાકો પહેલા ડેપ્યુટી સીએમ મુખ્યમંત્રી યોગીની બાજુમાં બેઠેલા નજર આવ્યા. પરંતુ બાદમાં તેમણે જે કહ્યું તે ફરી એક વાર ચર્ચામાં છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે, પાર્ટી જ ચૂંટણી લડે છે અને જીતે છે. સરકારના બળ પર ચૂંટણી નથી જીતાતી. અગાઉ શું કહ્યું હતું મોર્યની આ ટિપ્પણી એટલા માટે…
New Delhi, તા.30 સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી પંચને મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે EVM મશીનો સાથે VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ‘અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે 26 એપ્રિલના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો કોઈ મામલો બનતો નથી.’ શું છે સમગ્ર મામલો? ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલે, સુપ્રીમ કોર્ટે VVPAT અને EVM મશીનની સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેને પણ…