Author: Vikram Raval

New Delhi,તા.22 યોગી સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ દુકાનદારો ભલે પછી કે મહેન્દ્ર હોય કે મોહસીન હોય તેમણે પોતાની દુકાન, લારી-ગલ્લાં કે સંસ્થાની બહાર તેમનું નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ખાસ કરીને મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટમાં આવતા ધંધાર્થીઓ માટે હતો પરંતુ પછીથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ રીતે આદેશ લાગુ કરવામાં આવ્યો. જેને લઈને ભારે વિવાદ થયો અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. જ્યાંથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે યોગી સરકારના આદેશ પર વચગાળાની રોક લગાવી  સુપ્રીમ કોર્ટે હવે યોગી સરકારના આ ફરમાન પર વચગાળાની રોક લગાવતાં કહ્યું છે કે,…

Read More

America ,તા.22 અમેરિકન પ્રમુખ જો બાઈડેને પ્રમુખ પદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરતા જ અમેરિકાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. હવે તેમણે પ્રમુખ પદ માટે ઉપ પ્રમુખ કમલા હેરિસનું સમર્થન કર્યું છે. જો કે તેમના નિર્ણયથી એક સવાલ ઉઠ્યો છે કે તેમણે અચાનક આ નિર્ણય કેમ લીધો? ચાલો એક નજર કરીએ એ સાત મોટી ભૂલો પર જેના કારણે તેઓ ઉમેદવારી પાછી ખેંચવા મજબૂર થયા. બાઈડેન સતત બીજી વખત ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ સતત પ્રચાર પણ કરી રહ્યા છે. પરંતુ વધતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરી…

Read More

Upleta ,તા.22 સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દુકાનોમાં પાણી ઘૂસ્યા ઉપલેટાના લાઠ, ભીમોરા અને મજેઠીનો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો બંધ થયો છે. જ્યારે ઉપલેટાના ઝીકરિયા ચોક, નટવર રોડ, કટલેરી બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ…

Read More

New Delhi,તા.22 સંસદમાં આજથી ચોમાસું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે જ લોકસભામાં પેપર લીક મામલે હોબાળો થઈ ગયો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ‘દેશની પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ છે. શિક્ષણ મંત્રીને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે? દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી…

Read More

New Delhi,તા.22 આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીક, રેલ્વે સુરક્ષા અને કાંવડ યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દા ઉઠાવવાની તૈયારીમાં છે. આવતીકાલે સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આ પહેલા આજે (22 જુલાઈ) નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. સંસદમાં રજૂ થશે મહત્ત્વપૂર્ણ બિલ  આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી ધારણા છે. જેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવાનું બિલ અને જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. બિલની રજૂઆત…

Read More

Uttar-Pradesh,તા.22 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઓછી બેઠકો મળતા ભાજપમાં અંદરો-અંદર જ ‘વિપક્ષ’ રચાયો હેય તેવું લાગી રહ્યું છે. સહયોગી પાર્ટી તો તેમના પર પ્રહાર કરી જ રહી હતી હવે પાર્ટીના ધારાસભ્યો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિચલિત થયા વિના સતત સરકારના કામકાજમાં વ્યસ્ત છે. હેરાન કરનારી બાબત એ છે કે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો દ્વારા સતત સરકારની આલોચના કરીને અનુશાસનહીનતા કર્યા છતાં પણ સંગઠનની સખ્તી નજર નથી આવી રહી. પત્રનું રાજકારણ શરૂ થયું લોકસભા ચૂંટણી બાદ સૌથી પહેલા સહયોગી અપના દળના અનુપ્રિયા પટેલે અનામતના નામ પર પત્ર લખીને સરકાર પર પ્રહાર કર્યા હતા. સરકારના…

Read More

Madhya Pradesh,તા.22  મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ બાગેશ્વર ધામમાં લાગેલી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનું કહ્યું છે. કથાવાચકે કહ્યું કે ધામની તમામ દુકાનો અને હોટલોની બહાર માલિકનું નામ લગાવવું જરૂરી છે અને આ સારું કામ છે. આપણને આપણા પિતાનું નામ લખવામાં શું તકલીફ છે. આ કાર્યના તો વખાણ થવાં જોઈએ. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા માર્ગ પર ખાણી-પીણીના સામાનનો વ્યવસાય કરનાર હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, રેહડી-ઠેલી વાળાને સાઈનબોર્ડ લગાવીને માલિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે. આ જ દેખાદેખીમાં હવે મધ્ય…

Read More

Gandhinagar,તા.૨૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૬ જુલાઈ-૨૦૨૪ના રોજ રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે ૨૩માં સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરવામાં આવશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન ‘હરસિદ્ધિ વન’ ખાતે…

Read More

Vadodara,તા.૨૦ વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ વિસ્તારમાં એક કરૂણ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં આવેલી નારાયણ સ્કૂલના પહેલા માળની લોબીનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે. નીચે રાખવામાં આવેલી ઘણી સાયકલ તૂટી ગઈ હતી. જો કે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે ખૂબ જ ડરામણો છે. આ વીડિયો ક્લાસ રૂમની અંદર લાગેલા સીસીટીવી કેમેરાનો હોવાનું કહેવાય છે. ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શાળાઓમાં આગના બનાવો ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ નગરપાલિકા શાળાઓના માળખાને લઈને કોઈ તકેદારી…

Read More

Ayodhya,તા.૨૦ નેશનલ સિક્યૉરિટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડોએ શુક્રવારે રાત્રે અયોધ્યામાં મોકડ્રીલ હાથ ધરી હતી. એટીએસ,એસટીએફ,પીએસી પોલીસ અને આર્મીની ટુકડી સાથે એનએસજીની ટીમ રસ્તા પર ઉતરી આવી હતી. એનએસજી બખ્તરબંધ વાહનોના કાફલા સાથે રામપથથી નીકળી હતી. ટેઢી બજારમાં થોડીવાર રોકાયા પછી કમાન્ડો આગળ વધ્યા. સૈનિકો રામજન્મભૂમિ સંકુલના ગેટ નંબર ૧૧થી શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં પ્રવેશ્યા હતા. કાફલામાં પોલીસ ઉપરાંત પ્રશાસનના અધિકારીઓ, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સિસ્ટમ સાથે સંબંધિત અન્ય વાહનો પણ સામેલ હતા. ટ્રાફિક પોલીસ માર્ગ ખાલી કરાવવા આગળ વધી રહી હતી. સૈનિકોએ કટોકટીની સ્થિતિમાં સુરક્ષાને કેવી રીતે સંભાળવી અથવા આતંકવાદીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેનું રિહર્સલ પણ કર્યું. એનએસજીના જવાનો ૧૭…

Read More