Author: Vikram Raval

New Delhi, તા.૨૦ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટિ્‌વટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીની માઇક્રોબ્લોગિંગ સાઇટ ઠના ૧૦૦ મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. ઈલોન મસ્કે પોસ્ટ કર્યું, ’વર્લ્ડ લીડર બનવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન!’ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટિ્‌વટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીની માઇક્રોબ્લોગિંગ સાઇટ ઠના ૧૦૦ મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. ઇલોન મસ્કે પોસ્ટ કર્યું, ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બનવા બદલ…

Read More

Mumbai, તા.૨૦ સિદ્દીકીએ કહ્યું કે તે કમલ હાસનનું ઘણું સન્માન કરે છે અને તેની સાથે ડાયલોગ કોચ તરીકે પણ કામ કર્યું છે. નવાઝુદ્દીને જણાવ્યું કે તેણે કમાલ સાથે ૨૦૦૧ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આલાવંદન’ (હિન્દીમાં ‘અભય’)માં કામ કર્યું હતું. હવે એ સામાન્ય જ્ઞાન છે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ ભારતીય સિનેમાના દંતકથાઓમાંના એક કમલ હાસનની ફિલ્મમાં કામ કર્યું હતું અને તેનો રોલ કાપી નાખવામાં આવ્યો હતો. પરંતુ હવે નવાઝુદ્દીને કહ્યું છે કે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં, તેણે કમલ હાસન સાથે અન્ય રોલમાં પણ કામ કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે કેવી રીતે કમાલ સાથે કામ કરતી વખતે તેણે જોયું કે તે તેના…

Read More

Mumbai, તા.૨૦ અંતે ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોના ફૅન્સની આતુરતાનો અંત આવ્યો છે. હોરર કોમેડીનો ટ્રેન્ડ શરૂ કરનાર ફિલ્મની સિક્વલ ‘સ્ત્રી ૨’નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની રાહ જોવાઈ રહી હતી. ટ્રેલરમાં શ્રદ્ધા કપુર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીને જોઈ શકાય છે. ૨ મિનિટ અને ૫૪ સેકન્ડનાં આ ટ્રેલરમાં ચંદેરીની સ્ત્રીને ભગાવનારી ગેંગ હવે એક નવું પરાક્રમ કરતી જોવા મળે છે, જેમાં તેઓ સરકટા નામના રાક્ષસનો સામનો કરવાની તૈયારી કરી રહ્યાં છે. હોરર સ્ટોરીની સાથે એક નવું રહસ્ય પણ ખુલે છે, ત્યારે રાજકુમાર એટલે કે વિકી ચંદેરીનો રાજુકમાર બની જાય છે.…

Read More

Mumbai, તા.૨૦ ‘માએરી’ જેવા ગીતોથી જાણીતા બૅન્ડ ‘યુફોરિયા’ના ગાયક પલાશ સેન કહે છે કે હવે ફરીથી સ્વતંત્ર ગીતોનો સમય આવી રહ્યો છે પરંતુ ઘણા યુવા સંગીતકારો સત્તા સામે સાચું બોલતાં ડરે છે. તેમણે થોડાં દિવસો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,“બિલકુલ, ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક હવે ફરી સારા તબક્કામાં આવ્યું છે. લોકોએ હવે તેના વિશે વાત કરવાની શરૂ કરી દીધી છે. યુવા કલાકારો તંત્રમાં મજૂર બનવા માગતા નથી.” પલાશ સેન સંગીત ઉદ્યોગમાં કે સમાજમાં રાજકારણ ચાલતું હોવાનું સ્વીકારે છે. પરંતુ આ અંગે યુવા કલાકારો ચિંતિત છે કે નહીં, તે વિશે પલાશ સેન કહે છે,“હા છે જ, પણ તેઓ બોલી શકતા નથી. લોકો ડરે છે.…

Read More

Mumbai, તા.૨૦ નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારને ફિલ્મના દર્શકો તેના અભિનય અને ફિલ્મોની પસંદગી માટે ઓળખે છે, તેના ફૅન્સ માને છે કે નવાઝુદ્દીનને કામમાં પૈસાને બહુ મહત્વ આપતા નથી. ત્યારે નવાઝુદ્દીને તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, સાઉથ ઇન્ડ્યિન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણુ વધારે વળતર આપે છે. તેથી તે સાઉથની ફિલ્મો કરે છે, પરંતુ તેમાં એક્ટિંગ બાબતેચીટિંગ કરતો હોઉં તેમ લાગે છે. તેને લાગે છે કે સાઉથની ફિલ્મોમાં તેનું પોતાના પાત્ર પર કોઈ નિયંત્રણ હોતું નથી, તેમજ તેની ડાયલોગ સમજાવવા માટે તેને સ્થાનિક લોકોની મદદની જરૂર પડે છે તેથી તે અભિનયમાં ચીટિંગ કરતો હોય તેવું લાગે છે.  નવાઝે સાઉથમાં…

Read More

Mumbai, તા.૨૦ હાલ તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ આવી રહી છે, ત્યારે તેના પાત્ર અને તેની ઉમર વિશે કેટલીક ચર્ચાઓ ચાલી છે. તબુએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિાન ફિલ્મોમાં એજિઝમ અને સેક્સિઝમ વિશે વાત કરી હતી. એક તરફ ૫૦-૬૦ વર્ષની ઉંમરે પહોંચેલા અભિનેતાઓ આજે પણ ૩૦-૩૫ વર્ષની ઉમરના પાત્રો કરે છે, ત્યારે તબુ કહે છે કે તેને હવે પડદા પર ૩૦ વર્ષની છોકરીનો રોલ કરવો નથી. તેને એવા રોલ કરવા છે, જે તેની ઉમરને અનુરૂપ હોય. તબુએ આ અંગે કહ્યું,“હું એવી ફિલ્મોને ના પાડી દઈશ. મને નથી લાગતું કે હવે હું ૩૦ વર્ષના પાત્રો કરવા માટે તૈયાર છું.…

Read More

રિચાએ તેને કોઈ સાંભળી રહ્યું છે અને તેની આસપાસ કોઈની હાજરી છે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી Mumbai, તા.૨૦ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ખુશી અને ઉત્સાહપૂર્વક પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેમને ત્યાં ૧૬ જુલાઈએ દિકરીનો જન્મ થયો છે. ત્યારે આ કપલે તેમના પરિવાર પ્રત્યે તેમજ તેમના શુભેચ્છકોના પ્રેમ અને આશીર્વાદ બદલ દિલથી આભાર માન્યો હતો. રિચા અને અલીએ સોશિયલ મીડિયા પર એક ખાસ નોટ લખી, જેમાં લખ્યું,“અમારે ત્યાં ૧૬-૭-૨૪ના રોજ તંદુરસ્ત દિકરી આવી છે તે જાહેર કરતાં અમે ખુશીથી ગુલાબી થઈ ગયા છીએ. અમારા પરિવારનો હરખ માતો નથી અને અમે અમારા દરેક શુભચ્છકોનો પ્રેમ…

Read More

Mumbai,તા.૨૦ ફહમાન ખાન એક લોકપ્રિય ટીવી અભિનેતા છે. ફહમને શો ’ઇમલી’થી વધુ લોકપ્રિયતા મેળવી હતી. હવે તાજેતરમાં, અભિનેતાએ શ્વેતા તિવારી સાથે તેની ડેટિંગ અફવાઓ વિશે ખુલાસો કર્યો છે. ફહમાને ખુલાસો કર્યો કે જ્યારે તેઓ ’મેરે ડૅડ કી દુલ્હન’ શોમાં સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના સંબંધોની અફવાઓએ હેડલાઇન્સ બનાવી હતી. તેણે સ્વીકાર્યું કે તેમની વચ્ચે સારો સંબંધ છે, પરંતુ ડેટિંગની અફવાઓને ફગાવી દીધી. ચાલો જાણીએ અભિનેતાએ શું કહ્યું. પિંકવિલા સાથેની એક મુલાકાતમાં, ફહમને કહ્યું, “મારા દરેક શોમાં અફવાઓ હોય છે, યાર. હું તેના ગુરુજીને બોલાવતો હતો અને તે મને સખી કહેતી હતી કારણ કે તે શોમાં હું તેનો મિત્ર…

Read More

Porbandar,તા.20 પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યા છે જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી- પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી. તે ઉપરાંત પણ અનેક ટ્રેનોને અસર થઇ છે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેકશનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઇ છે. શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકના અનેક જગ્યાએ ધોવાણ થયા છે. પોરબંદરથી ભાણવડ વચ્ચે અનેક જગ્યાએ રેલ્વે ટ્રેકની ઉપરથી અને નીચેથી પૂરના પાણી પસાર થઇ રહ્યા હોવાથી નીચેનો ટેકો અને કોંક્રિટ વગેરે પાણીમાં વહી…

Read More

Dhoraji,તા.20 ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગઇકાલે બપોર બાદ અનરાધાર વરસાદ ચાલુ થયો હતો, જે આજે પણ યથાવતા રહ્યો હતો. 24 કલાકમાં આભ ફાટયું હોય એમ 15 ઇંચ સુધીના વરસાદ વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. તમામ નદીઓ ગાંડીતૂર બની હતી. જળાશયો છલોછલ બન્યા હતા. ખેતરોનું ધોવાણ થઇ ગયું હતું. ધોરાજી શહેરમાં ગઈકાલે રાત્રિના ભારે વરસાદ વરસી જતા 6 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે ધોરાજી તાલુકાના વાડોદર, નાનીમારડ, ચિચોડ, કલાણા, વાડોદર અને મોટીમારડ, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે આભ ફાટયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી. ગઈકાલ સાંજથી લઈને સાંજ સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 13 ઇંચની વચ્ચે વરસાદ નોંધાતા…

Read More