Author: Vikram Raval

કર્મચારીઓને પગાર આપવાના પણ ફાંફા Gujarat તા,16 વાઈબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યની 107 નગરપાલિકાઓની એવી દશા છે કે, ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકા નાણાંકીય સધ્ધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી. મહત્ત્વનું છે કે, ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઇ પડતાં આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીએ પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, 107 નગરપાલિકા એવી છે જેમાં ચીફ ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગારના ફાંફા છે. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી…

Read More

તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે Hyderabad, તા.૧૫ પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહને ચાર અન્ય લોકો સાથે કથિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. કહેવાય છે કે આ વેચાણ માટે હૈદરાબાદ લાવવામાં આવ્યું હતું. ઈડીએ ગત વર્ષે રકુલ પ્રીત સિંહને માદક પદાર્થોની તસ્કરી અને ઉપભોગ મામલામાં પૂછપરછ કરી હતી. આ સંબંધમાં તપાસ એજન્સીએ ૩૩ વર્ષિય અભિનેત્રીનું નિવેદન ૨૦૨૨ અને ૨૦૨૧માં નોંધ્યું હતું. અમન પ્રીત સિંહ, અનિકેત રેડ્ડી, પ્રસાદ, મધુસુદન અને નિખિલ દમન તરીકે ઓળખાયેલા તમામ પાં આરોપી…

Read More

Washington,તા.૧૫ રાષ્ટ્રપતિ જો બાઈડને હમણાં જ તેમની રીઇલેક્શન કેમ્પેઇન ફેરફાર શરૂ કયર્િ હતા. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ એટેક બાદ તેમના કામમાં ખલેલ પડી શકે છે કેમ કે, તેમનું લક્ષ્?ય હતું ટ્રમ્પનું જાહેર વર્તન વર્તન અને બીજા ગાળાના એજન્ડા તરફ ધ્યાન દોરવું. તેમની માનસિક તંદુરસ્તી અંગેની શંકાઓ દૂર કરવા બાઈડને શુક્રવારે ડેટ્રોઇટમાં લોકોને ઘણું ભાષણ આપ્યું. તેના લગભગ ૨૪ કલાક પછી, અને લગભગ ૨૦૦ માઇલ દૂર જ, બટલર, પેન્સિલવેનિયામાં ટ્રમ્પ્ની રેલીમાં ગોળી ચલાવવામાં આવી હતી, બાઈડનનું પહેલેથી જ મુશ્કેલીગ્રસ્ત અભિયાન હવે તે કેવી રીતે આગળ વધારે છે તે જોવું રહ્યું. રાજકીય હિંસા તેના કેસની દલીલ કરવાના બાઈડન પ્રયત્નોને…

Read More

Washington ,તા.૧૫ સાઉથ કોરિયાએ ચેતવણી આપી હતી કે જો નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યો તો તે પાડોશી દેશના શાસનને નષ્ટ કરી દેશે. પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. નોર્થ કોરિયાના અગાઉના નિવેદનના જવાબમાં સાઉથ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યા પછી નોર્થ કોરિયાનું શાસન ટકી શકશે એવો કોઈ માહોલ નથી.વોશિંગ્ટનમાં સાઉથ કોરિયા અને અમેરિકાએ કોરિયન પેનિનસુલા પર ન્યુક્લિયર ડિટરન્સ એન્ડ ન્યુક્લિયર ઓપરેશન્સ માટે ગાઈડલાઈન્સ’ અપનાવી હતી. આ ગાઈડલાઈન્સ અપનાવ્યા બાદ નોર્થ કોરિયાએ તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી તેની નિંદા કરી અને ધમકી આપી કે સિઓલ…

Read More

Washington,તા.૧૫ અમેરિકાના પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક ખ્રિસ્તી પાદરીએ પહેલા જ ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી કરી હતી. ટ્રમ્પ પર હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પાદરીની ભવિષ્યવાણીનો આ વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પ પર હુમલાની આગાહી કરનાર પાદરીનું નામ બ્રાન્ડોન બિગ્સ છે, જે માર્ચ ૨૦૨૪ માં યુટ્યુબ પર શેર કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં બિગ્સ કહે છે કે ભગવાને તેમને એવી ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે જે…

Read More

Mumbai,તા.૧૫ લોકપ્રિય ટીવી સ્ટાર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા દુનિયાભરમાં ફરતા રહે છે. જોકે, તાજેતરમાં યુરોપના પ્રવાસ દરમિયાન તેમની સાથે લૂંટની ઘટના બની હતી. ઈટલીના ફ્લોરેન્સમાં આ કપલનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સહિતનો સમગ્ર સામાન ચોરાઈ ગયો હતો. આ પછી દિવ્યાંકા અને વિવેકે મદદ માટે વિનંતી કરી. હવે આ કપલ ભારતીય દૂતાવાસની મદદથી દેશ પરત ફરી રહ્યું છે. દિવ્યાંકા અને વિવેકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો છે કે, ઈટલીમાં તેમની સાથે બનેલી લૂંટની ઘટના પછી તેઓ આખરે ભારત પરત ફરી રહ્યા છે. તેમણે તેમના પ્રેમ અને સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને ભારતીય દૂતાવાસ દ્વારા તેમની…

Read More

Mumbai,તા.૧૫ ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે. બોલિવૂડ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથેની દિલજીતની ફિલ્મ ’ચમકીલા’ના ખૂબ વખાણ થયા હતા, તો બીજી તરફ ’ક્રુ’માં તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. તો બીજી તરફ વિદેશમાં તેની મ્યુઝિક ટૂરનો ક્રેઝ શ્રોતાઓને આકર્ષિત કરી રહ્યો છે. હવે દિલજીત માટે વધુ એક ગર્વની ક્ષણ આવી છે. કેનેડામાં પર્ફોર્મ કરી રહેલા દિલજીતના શોની મુલાકાત વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતે લીધી હતી. દિલજીતના કોન્સર્ટમાં સરપ્રાઈઝ વિઝિટ કરનાર ટ્રૂડોએ તેની સાથે તસવીર ક્લિક કરાવી અને સ્ટેજ પર રમૂજી પળો પણ શેર કરી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ દિલજીત સાથેની તસવીરો શેર…

Read More

Sabarkantha, તા.૧૫ સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસના લીધે થયેલા મોતના લીધે ચકચાર મચી છે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે ચાંદીપુરા કોઇ નવો વાયરસ નથી વર્ષ ૧૯૬૫માં પ્રથમ કેસ નોંધાયો હતો. આ સામાન્ય રીતે વરસાદી ઋતુમાં સામાન્યતઃ જોવા મળતો રોગ છે. આ રોગ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તારના બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું ગુજરાતમાં આ રોગના અત્યારસુધીમાં ૧૨ કેસ જોવા મળ્યા, તેમાથી ૬…

Read More

Rajkot,તા.૧૫ રાજકોટમાં  એસ્ટેટ બ્રોકર, નાસ્તાગૃહનાં સંચાલક તેમજ હાર્ડવેરનાં ધંધાર્થીઓને ત્યાં જીએસટીની ટીમ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસથી ચાલી રહેલી તપાસમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવા પામી છે. તેમજ ટીમને મોટા પ્રમાણમાં દસ્તાવેજી સાહિત્ય મળી આવ્યું છે. જે તમામ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે. ત્યારે તપાસ પૂર્ણ થયા બાદ મોટી કરચોરી બહાર આવવાની શક્યતા હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. તપાસ અધિકારીનાં જણાવ્યા અનુસાર રાજકોટમાં એસ્ટેટ બ્રોકર, ધંધાર્થી, નાસ્તગૃહનાં સંચાલકો દ્વારા જે ટેક્સ ભરવાનો થાય તે ટેક્સ તેઓ દ્વારા ભરવામાં આવ્યો નથી. જે બાબત ધ્યાને આવતા જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે એસ્ટેટ બ્રોકર,…

Read More

Anand,તા.૧૫ સોમવારની સવાર ગોજારા સમાચાર લઈને આવી છે. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ ઘટનામાં ૬ લોકોના મોતની ખબર સામે આવી છે. માહિતી એવી પણ મળી રહી છેકે, અકસ્માતમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એટલેકે, આ માર્ગ અકસ્માતમાં ૬ થી વધુ નાં મોતની સંભાવના છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ટાયર ફાટતા ઉભેલી લકઝરી બસને પાછળથી ટ્રકએ ટક્કર મારી હતી. લકઝરી બસની આગળ ડિવાઇડર પર બેઠેલા મુસાફરો પર લકઝરી બસ ફરી વળી હતી. આ ગોજારા અકસ્માતમાં ૬થી વધુ લોકોના મોતની સંભાવના…

Read More