- ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
- Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
- Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
- Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
- Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
- Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
- Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
- Rajkot : આટકોટના વિરમગામે ઝેરી જનાવરે ડંખ મારતા મહિલાનું મોત
Author: Vikram Raval
Uttar Pradesh, તા.18 22 જુલાઈથી શરૂ થતી કાંવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે. પોલીસે કાંવડયાત્રાના રુટ પર આવતી તમામ દુકાનો તથા લારી-ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂર લખે જેના લીધે કાવડિયાઓને કોઈ કન્ફ્યુઝન ન થાય. વેપારી-ધંધાર્થી મજબૂર થયા! મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાનો આશરે 240 કિલોમીટરનો રુટ છે. એટલા માટે આ જિલ્લો મહત્ત્વપૂર્ણ મનાય છે. અહીં પોલીસના નિર્દેશ બાદ દુકાન માલિકોએ પોત-પોતાના નામ સાથે કઇ વસ્તુની દુકાન છે તે લખીને પોસ્ટર લગાવી દીધા છે. કોઈએ…
New Delhi તા.18 NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે (18મી જુલાઈ) થનારી સુનાવણી પહેલા સીબીઆઈએ મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. આ ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે સીબીઆઈ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો…
Gandhinagar, તા.18 ગુજરાતમાં વરસાદનુ જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (18મી જુલાઈ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં અત્યંત ભારે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે અને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 19 જુલાઈના રોજ કચ્છ, જામનગર,…
Maharastra, તા.18 શરદ પવારની એનસીપીએ એક મોટો દાવો કર્યો છે કે આરએસએસ સંબ;ધિત મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને અજિત પવારની એનસીપીના ગઠબંધન પર સવાલ ઊઠાવતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જે ઉપમુખ્યમંત્રી અજિત પવારને મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ છોડવા માટે એક મેસેજ છે. આરએસએસ દ્વારા મોટો દાવો કરાયો આરએસએસ સંબંધિત પ્રકાશન વિવેકમાં દાવો કરાયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપવિરોધી થઇ ગઈ છે જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું છે. તેમાં એવો પણ દાવો કરાયો છે કે ભાજપના સભ્યોને પણ અજિત પવાર સાથેનું ગઠબંધન મંજૂર નથી. લોકસભામાં ભાજપને થયું મોટું નુકસાન ઉલ્લેખનીય છે કે…
Mehsana,તા.૧૭ મહેસાણા જિલ્લામાંથી શંકાસ્દ અનાજનો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેને જપ્ત કરવામાં આવ્યો છે. કડી જીઆઈડીસીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ગોડાઉનમાં ભરવામાં આવેલો હોવાને લઈ સ્થાનિક પોલીસના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થાને મિક્સ કરીને અલગ પેકિંગ તૈયાર કરવામાં આવતા હોવાની આશંકા ને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. સ્થળ પર દરોડો પાડવમાં આવતા જ ત્રણ જેટલા ગોડાઉનમાં ભરેલો ૬૦૦ બોરી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. અહીં સરકારી માર્કા વાળા કોથળા પણ સ્થળ પર હાજર હોવાને લઈ પોલીસે તપાસ શરુ કરી…
Ahmedabad,તા.૧૭ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે છોકરીનું નામ અને નંબર પૂછવું ખોટું છે પરંતુ તેને જાતીય સતામણી ગણી શકાય નહીં. ખરેખર, પોલીસે ગાંધીનગરના સમીર રોય સામે ગુનો નોંધ્યો છે. મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ સમીર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ સમીર વિરુદ્ધ ૨૬ એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. સમીરે હાઈકોર્ટને જણાવ્યું કે જ્યારે તેણે પોલીસ પર તેના પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો ત્યારે તેની સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સમીરનું કહેવું છે કે પોલીસે ૨૫મી એપ્રિલે તેને ટોર્ચર કર્યો હતો. આ અંગે તેણે પોલીસ સામે ફરિયાદ પણ કરી હતી. તેણે પોલીસ…
Gandhinagar,તા.૧૭ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રીયુત્ત આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની મૂલાકાતે આવેલું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી હતી. શિઝૂઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉધોગોમાં ચોથા ક્રમનું અગત્યનુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહિ, સૂઝુકી, યામાહા, હોન્ડા અને ટોયટો જેવા ઓટોમોબાઇલ…
Rajkotતા.૧૭ રાજકોટના ટીપીઆર ગેમઝોનમાં ૩૦થી વધુ લોકો હોમાઈ ગયા બાદ વહીવટી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે. આ મામલે ઝડપી તપાસ ચાલી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, જવાબદાર લોકો સામે પગલાં લેવાઈ રહ્યા છે. સાથે જ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. ત્યારે હવે ટીઆરપી અગ્નિ કાંડ મામલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી પોલીસ તપાસ પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અગ્નિકાંડ મામલે હજુ પણ કેટલાક લોકોને છાવરવામાં આવી રહ્યા છે. માત્ર નાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અમે રાજકોટ કલેકટરને અરજી કરશું કે…
Rajkot,તા.૧૭ રાજકોટ શહેર, જિલ્લામાં ગેરરીતિ આચરનાર સંચાલકો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મળેલી બાતમીના આધારે અનેક મેડિકલ સ્ટોર પર તપાસ શરુ કરી હતી. જે પછી ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, ક્રિષ્ના સર્જીટેક, લેજોરા ફોર્મ્યુલેશનના લાયસન્સ રદ કર્યા છે. તો નેપ્ચ્યુન ફાર્મા, સુરભી મેડિકલ સ્ટોર, પ્રગતિ મેડિકલ સ્ટોર સામે પણ તવાઈ હાથ ધરી છે. આ સિવાય નશીલી સીરપ વેચનાર ૨ મેડિકલ સ્ટોર સંચાલકો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ મેડિકલ સ્ટોર સંચાલકો કોઇપણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા હોવાનું સામે આવ્યુ છે.
શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન બની હોવાનો વાલીઓનો આક્ષેપ Bhavnagar,તા.૧૭ ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં વીજપ્રવાહ બંધ થઈ જતા વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. જેથી સંચાલકોએ વિદ્યાર્થિનીઓના વાલીઓને બોલાવ્યા હતા. જે બાદ વાલીઓ વિદ્યાર્થિનીઓને હૉસ્પિટલ લઈ ગયા હતા. એટલું જ નહીં વિદ્યાર્થિનીના વાલીનો આક્ષેપ છે કે, મસમોટી ફી લેતી શાળાઓ વિદ્યાર્થીઓને પાયાની સુવિધા નથી આપી રહી. અને વિદ્યાર્થિનીઓની તબિયત લથડી છતાં તેમની હૉસ્પિટલ તાત્કાલિક ન લઈ ગયા. જ્યારે ઈન્સ્ટિટ્યુટના મેનેજમેન્ટે બચાવ કર્યો કે, તેમણે વિદ્યાર્થિનીઓની પ્રાથમિક તપાસ કરાવી હતી. આ મામલે શિક્ષણાધિકારીએ કહ્યું કે, તેમની ટીમ તપાસ…