- અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
- 22 નવેમ્બર નું પંચાંગ
- 22 નવેમ્બર નું રાશિફળ
- “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
- બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
- હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
- Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
- જો મોક્ષની ઇચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દેવા જોઇએ
Author: Vikram Raval
Gandhinagar ,તા.23 ગુજરાત મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવા બણાં ફુંકવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું છે. કેન્દ્ર સરકારના રુરલ હેલ્થ સ્ટેટેસ્ટીક્સ 2022ના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 334 કમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં પિડીયાટ્રીશિયન, ગાયનેક સહિત સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો જ નથી.ગુજરાતમાં માત્રને માત્ર 14 કમ્યુનિટી હેલ્થ સેન્ટર જ એવાં છે જ્યાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે. રાજ્યમાં ચાંદીપુરા વકર્યો છે ત્યારે બધુ રામભરોસે રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ વકર્યો છે ત્યારે પિડીયાટ્રિશિયન જ નથી તો બાળકોની સારવારને લઈને સવાલો ઉઠ્યા છે. આ જોતાં ગુજરાતમાં આરોગ્ય તંત્ર સદંતર ખાડે ગયુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. તેમાં ય ગામડાઓમાં તો આરોગ્ય તંત્ર રામભરોસે…
ભારતના ઘાકડ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ના એક નિવેદનને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે નારાજગી વ્યક્ત કરી છે. શમીના નિવેદનની આકરી પ્રતિક્રિયા આપતા પાક.ના પૂર્વ ક્રિકેટર કહ્યું હતું કે ‘શમીની ભાષા બહુ ખરાબ હતી અને તેને 300 દિવસ રડવાનો દિવસ રડવાનો વારો આવશે.’ બાસિત અલીએ શમીના શબ્દોને વખોડ્યો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી (Basit Ali)એ ભારતીય ફાસ્ટ બોલર શમીના શબ્દોને વખોડ્યો છે. અને શમીની ભાષાને બહુ ખરાબ ગણાવી છે. પૂર્વ પાકિસ્તાની બેટરે વધુમાં કહ્યું કે ‘ભારતીય ફાસ્ટ બોલરે તેના શબ્દો યોગ્ય રીતે પસંદ કરવા જોઈતા હતા.’ બાસિતે પોતાની યુટ્યુબ ચેનલ પર શમીના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું, ‘જો તમને લાગે કે…
માણાવદર પંથકમાં જળપ્રલય જેવી હાલત : પાણી ટ્રાન્સફોર્મર સુધી પહોંચી ગયું : ગામડાંમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં નુકસાન, 378 લોકોનું સ્થળાંતર : 8 દિવસની બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરાયા Manavadar ,તા.23 માણાવદર શહેરમાં 10 તેમજ જીંજરી, શેરડી, સરદારગઢ, ગણા સહિતના ગામડાઓમાં 14-15 ઇંચ તેમજ લીંબુડા, સરાડીયા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગામડાઓમાં નવથી દસ ઇંચ વરસાદ પડતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. માણાવદર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી પહોંચી ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી જતા 378 લોકોને સ્થળાંતર કરવું પડયું હતું. જ્યારે આઠ દિવસની એક બાળકી સહિત 10 લોકોનું રેસ્ક્યુ કરવા પડયું હતું. માણાવદર…
Surat ,તા.23 સુરત જિલ્લામાં શરૂ થયેલ મેઘરાજાની ધમાકેદાર ઇનિગ્સમાં ગત 24 કલાકમાં મૂશળધાર વરસાદ ચાલુ રહેતા પલસાણામાં 8.5 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સહિત તમામ તાલુકામાં સાંબલેધાર વરસાદી પાણી પડતા પાણીની રેલમછેલ થઇ હતી. ભારે વરસાદના કારણે કોઝવે ઓવરટોપીંગ થવાના કારણે તથા રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક ગામો સંર્પક વિહોણા બન્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની થયેલી આગાહી વચ્ચે રવિવાર મોડી સાંજે છ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના લીધે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. રવિવારે સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીના 24 કલાકમાં પલસાણા તાલુકામાં 8.5…
Surat ,તા.23 સુરત શહેરમાં આજે દિવસના મેઘરાજાનું જોર યથાવત રહેતા સરથાણા ઝોનમાં 6 ઇંચ, લિંબાયત, વરાછામાં 5.50 ઇંચ સહિત તમામ ઝોનમાં દેમાર વરસાદના કારણે 12 કલાકમાં સરેરાશ 3.35 ઇંચ અને 24 કલાકમાં સરેરાશ 8.63 ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેરમાં પૂર વગર પાણીથી શહેર તરબોળ થઇ ગયુ હતુ. ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં રવિવારે સાંજે છ વાગ્યાથી શરૂ થયેલ આક્રમક વરસાદનું જોર આજે પણ યથાવત રહ્યુ હતુ. આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના 12 કલાકમાં સરથાણા ઝોનમાં છ ઇંચ, રાંદેર, વરાછા ઝોનમાં 5.50 ઇંચ સહિત તમામ ઝોનમાં 671 મિ.મિ અને સરેરાશ 3.35 ઇંચ વરસાદી પાણી પડયું…
Mumbai,તા.23 દેશને ચલાવવા માટે અને તેના વિકાસ માટે જનતા પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ એ કોઈપણ દેશની સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોમાં લોકોને ટેક્સ ચૂકવવો પડે છે. જો કે, તેનાથી વિપરિત ઘણા દેશો એવા છે કે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ દેશો નથી વસૂલતા ટેક્સ સાઉદી અરેબિયા, કતાર, યુનાઈટેડ આરબ અમીરાત, ઓમાન, બહેરીન, કુવૈત, બરમુડા, બ્રુનેઇ, મોનાકો વગેરે એવા દેશો છે જ્યાં જનતાને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ તેમ છતાં આ દેશો ઘણા સમૃદ્ધ છે. અહીં પૈસાની કોઈ કમી નથી. ટેક્સ ન લેવા છતાં દેશ કેવી રીતે…
Mumbai,તા.23 કેન્દ્રીય બજેટ 2024ની જાહેરાત થવાની સાથે જ સેન્સેક્સમાં 300 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, હજી કોઈ સ્પષ્ટ વલણ ન જણાતાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સૌ કોઈની નજર બજેટમાં થનારી જાહેરાતો પર છે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ 220 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. 10.45 વાગ્યે 97.64 પોઈન્ટ ઘટાડે 80404.44 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજેટ શરૂ થતાં જ સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 24500ના લેવલ પરત મેળવ્યું છે. નિફ્ટી 24568.90 પર ખૂલ્યા બાદ વધી 24582.55 થયો હતો. જો કે, બાદમાં વોલેટિલિટીના કારણે 24500નું લેવલ તોડ્યું હતું. 10.46 વાગ્યે 45.60 પોઈન્ટના ઘટાડે 24463.65…
Surat,તા.23 સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર સામેલ હોવાનું બહાર આવ્યું છે. વિકાસ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે. આ ડ્રગ્સ ડિલરના ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ, લિંબાયતના ધારાસભ્ય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જ્યારે ટેગલાઈનો અપાઈ છે, સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે. ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે. એમ.ડી ડ્રગ્સ ડિલર વિકાસ આહીર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર ડ્રગ્સ મંગાવનારા પૈકી સુરતની ખટોદરા કોલોની, શાસ્ત્રીનગરમાં રહેતો વિકાસ આહિર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર છે. ગુજરાતના…
Canada તા.23 કેનેડામાં હિંદુ પૂજા સ્થળો પર ચાલી રહેલા હુમલાની વચ્ચે એડમોન્ટનના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું કે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર સવારે ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા. સાથે જ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર હુમલો કરવામાં આવ્યો. ખાલિસ્તાની સમર્થકો પર આ ઘટનાના આરોપ લાગી રહ્યાં છે. નેપિયન સંસદ સભ્ય ચંદ્ર આર્યએ હિંદુ-કેનેડિયન સમુદાયો વિરુદ્ધ હિંસાની વધતી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. આર્યએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, એડમોન્ટનમાં હિંદુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ફરીથી તોડી દેવામાં આવ્યું છે. છેલ્લા અમુક વર્ષોથી ગ્રેટર ટોરન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા અને કેનેડાના અન્ય સ્થળોમાં ભારત…
Valsad,તા.૨૨ વલસાડના મોગરાવાડીમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. મોગરાવાડીમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળ પર પંહોચી. દિવાલ ધરાશાયી થતા વાહનોનો નીચે ચગદાયા. આ ઘટનામાં બે કાર અને ત્રણ બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો. બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર, નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું આંકલન કર્યું. જો કે આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મોગરાવાડીમાં વરસાદી પાણીના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હોવાનું અનુમાન છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા અનેક મકાનોની દિવાલોમાં તિરાડો પડે છે. ખાસ કરીને ખાનગી આવાસો કે જે જર્જરીત અવસ્થામાં છે…
