Author: [email protected]

અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા વૉશિગ્ટન, તા.૩૧ અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ દીન નામના આતંકી સંગઠનનો આતંકી હતો જે અલ કાયદાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. આઈડીએફએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.

Read More

મુંબઈ, તા.૩૧ ‘ધ ફેમિલી મેન’ સિરીઝની સફળતા પાછળ રાજ એન્ડ ડિકેની સર્જનાત્મકતા હોવાનું માનવામાં આવે છે. તેમણે બે સીઝનમાં દર્શકોને જકડી રાખે એવી વાર્તા બનાવીને મનોરંજન કરાવ્યું છે. ગયા વર્ષે જ્યારે ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ફૅન્સ ખુશ થઈ ગયા હતા. બીજી સીઝનમાં જેમ સમંથા રુથ પ્રભુ એક અનોખી સરપ્રાઇઝ તરીકે જોવા મળી એમ હવે ત્રીજી સીઝનમાં જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ રહી છે.હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે જયદીપ અહલાવત આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે જોવા મળશે અને મનોજ બાજપાઈ સાથે તેના કાંટાની ટક્કર હશે. આ જાહેરાત પછી જયદીપના ફૅન્સ પણ અનેક કલ્પનાઓ અને…

Read More

ગાંધીનગર, તા.૩૧ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના…

Read More

જાન્યુઆરી મહિનામાં સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ બે મહાન વ્યક્તિના જન્મદિવસ આવી રહ્યા છે. સુભાષચંદ્ર બોઝના રહસ્ય બાબતે ઘણા વિવાદ-ચર્ચા થાય છે અને સ્પષ્ટતા પણ થતી રહે છે, પરંતુ તેમણે દેશ માટે જે કંઇ કર્યું તેના પરથી પ્રેરણા લઇને આગળ વધવાની જરૂર છે. મહાન વ્યક્તિના જીવન હંમેશાં પ્રેરણાને પાત્ર છે. સ્વામી વિવેકાનંદે યુવાશક્તિને ચેતનવંતી કરવા પ્રેરણાદાયી લખાણ અને વક્તવ્ય આપ્યા હતા તેવી જ રીતે સુભાષચંદ્ર બોઝ પણ યુવાનો માટે પ્રેરણાપાત્ર હતા. આઝાદ હિન્દ ફોજ મારફતે સ્વતંત્રતા માટે તેમણે કરેલી કામગીરી આજે એક ઇતિહાસની હકીકત બની ગઇ છે. આજે ઇતિહાસનું મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવામાં આવે તો તે વેળાએ જે વ્યક્તિ દેશપ્રેમને…

Read More

WhatsAppના નવા અપડેટમાં “કસ્ટમ લિસ્ટ્સ” નામની એક સરળ સુવિધા રજૂ કરવામાં આવી છે, જે તમને તમારી ચેટ્સને ચોક્કસ જૂથોમાં ગોઠવવાની મંજૂરી આપે છે. વ્હોટ્સએપનું આ ‘કસ્ટમ લિસ્ટ’ નામનું નવું ફીચર યુઝર્સને તેની ચેટને ‘ફેમિલી’, ‘વર્ક’, ‘ફ્રેન્ડ્સ’ જેવા અલગ અલગ ચોક્કસ ગ્રુપમાં ગોઠવવામાં મદદ કરે છે. આ સુવિધા લિસ્ટમાં નવું ગ્રુપ બનાવવું, નામ બદલવા, કાઢી નાખવા અને ફરીથી ક્રમાંકિત કરવા, સુધારેલ ગ્રુપનું ઝડપી ઍક્સેસ અને ચેટ સૂચિમાં ઘટાડા માટે પરવાનગી આપે છે. કસ્ટમ લિસ્ટનો ઉપયોગ કરીને, તમે તમારા WhatsApp અનુભવને સુવ્યવસ્થિત કરી શકો છો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો * તમારા મોબાઈલ પર WhatsApp ખોલો * મુખ્ય સ્ક્રીન પર જાઓ. *…

Read More

Jamnagar,તા.૧૨ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલી જામનગરના આહિર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહ સંદર્ભે સામુહિક આપઘાતના નોંધાયેલા પ્રકરણમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા બે શખ્સો સામે પોતાના ભાઈ તેમજ તેમના પરિવારજનોને મરી જવા માટે મજબૂર કરવા સબબની ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે જામનગરના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં માધવબાગ – ૧ ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ. ૪૨), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. ૪૨), જીજ્ઞેશ અશોકભાઈ…

Read More

દુબઈથી પંજાબ આવતા જ ધરપકડ : ફેબ્રુઆરી ૨૦૨૪માં પોલીસે લુક આઉટ સર્ક્‌યુલર ઈશ્યુ કર્યો હતો અમદાવાદ, તા.૧૩ શહેરમાં કરોડોની કિંમતનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. આ સટ્ટો રમાડવામાં દુબઈમાં બેઠેલા મોટા ગજાના સટોડિયાઓનો હાથ છે. ૨૦૨૩માં પોલીસે પકડેલા ક્રિકેટ બેટિંગ સટ્ટામાં ધવલ પટેલ નામના બુકીની ધરપકડ કરી હતી. પોલીસે ધવલ પટેલની પુછપરછ કરી હતી. જેમાં અનેક ખુલાસાઓ થયાં છે અને માસ્ટર આઈ બનાવીને લોકોને સટ્ટો રમવા માટે આપનાર મુખ્ય આરોપી પાર્થ દોશી સટ્ટાના ગુનામાં નાસતો ફરતો હતો અને તેની સામે ફેબ્રુઆરી ૨૦૨૪મા લુક આઉટ સર્ક્‌યુલર ઈશ્યુ કરવામાં આવ્યો હતો. જે હવે પોલીસના હાથે પકડાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે…

Read More

રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ અને TMC એ ૪-૪ બેઠકો જીતી, જ્યારે ભાજપ ૨ બેઠકો જીતી શક્યું હતું દેશના સાત રાજ્યોમાં ૧૦ જુલાઈએ યોજાયેલી ૧૩ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતગણતરી થઈ હતી. ભાજપની આગેવાની હેઠળના એનડીએએ બે બેઠકો જીતી છે. ૭ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ અને TMC એ ૪-૪ બેઠકો જીતી છે. જ્યારે ભાજપ ૨ બેઠકો જીતી શકી હતી. જલંધર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. ટીએમસીએ પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો કબજે કરી લીધી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં ૨-૧થી મુકાબલો રહ્યો હતો, જ્યાં સત્તાધારી કોંગ્રેસે…

Read More

નવીદિલ્હી,તા.૧૨ મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા ૨૫ જૂનને ’સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ૨૫ જૂન ૧૯૭૫ના રોજ દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ૨૫ જૂનને ’બંધારણીય હત્યા દિવસ’ તરીકે જાહેર કરવાની માહિતી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે અસંખ્ય યાતનાઓ અને જુલમનો સામનો કરીને લોકશાહીને પુનર્જીવિત કરી છે શું કરવું. ‘સંવિધાન હત્યા દિવસ’ લોકશાહીનું રક્ષણ કરવા…

Read More

શનિવારે ઇઝરાયલી સુરક્ષા દળોના હુમલામાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા ઇઝરાયેલ, તા.૮ ઇઝરાયલી સુરક્ષા દળોએ શનિવારે મધ્ય ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટિનિયન પરિવારોને આશ્રય આપતી શાળાને નિશાન બનાવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે, જ્યારે ઈઝરાયેલનું કહેવું છે કે આ હુમલામાં આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.શનિવારે મધ્ય ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટિનિયન પરિવારો પર ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા ૧૬ લોકો માર્યા ગયા હતા, પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે અલ-નુસિરતમાં શાળા પર થયેલા હુમલામાં…

Read More