Junagadh તા.19
શીલના ઝરીયાવાડા ગામે દલીતવાસમાં રહેતા જયાબેન પ્રવિણભાઈ મકડીયા (ઉ.40)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમને તથા તેમના પરીવારમાં ભાઈએ ભાગની મિલકતમાં ભાગે આવેલ મકાન બાબતે મનદુ:ખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓ ગોવિંદ ગેલા મકડીયા, દીપક ગેલા મકડીયા, વિનોદ ગેલા મકડીયા, ગીતાબેન ગોવિંદ મકડીયા, અને રવીના દિપક મકડીયા ગત તા.17/9ની સાંજે 7-30 કલાકે ગે.કા. મંડળી રચી લાકડીઓ સાથે ઘરમાં પ્રવેશી જયાબેન અને ઘરના સભ્યોને ઘર ખાલી કરવાનું કહી રાડારાડ કરતા ગાળો બોલવાની ના પાડતા તમામે લાકડીઓ વડે ફરીયાદી જયાબેન અને ઘરના સભ્યોને શરીરે-માથામાં આડેધડ માર મારી બન્ને હાથ હાંસડીમાં ગંભીર ઈજાઓ કરી જયાબેનના પતિની આંગળીઓ શરીરમાં ઈજાઓ કરી દ્દષ્ટિબેનના માથામાં ગંભીર ઈજા કર્યાની ફરીયાદ નોંધાવી છે.
સામા પક્ષે દિપકભાઈ ગેલાભાઈ મકડીયા (ઉ.42)એ ફરીયાદમાં ભાઈએ ભાઈઓના ભાગના મિલ્કત બાબતેના મનદુ:ખમાં આરોપીઓ પ્રવીણ ગેલા મકડીયા, જયાબેન પ્રવિણ મકડીયા અને દ્દષ્ટિ પ્રવિણભાઈ મકડીયાએ ગાળો બોલી પ્રવિણ ગેલાએ કુહાડી દયાબેન ઉર્ફે ગીતાબેન ગોવિંદભાઈ મકડીયાને માથામાં બે ઘા કુહાડીના મારી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની તપાસ શીલ પોલીસ ઈન્સ્પેકટર એ.પી. ડોડીયાએ હાથ ધરી છે.

