Washington, તા.9
ઈરાનમાં મુલ્લા શાસન સામે સતત વધી રહેલા વિરોધ તથા દેશભરમાં જે રીતે દેખાવો પ્રદર્શન અને હિંસક વારદાતો બની રહી છે તે વચ્ચે અમેરિકાના સાંસદએ ઈરાનના સર્વોચ્ચ નેતા ઐય્યાતુલ્લા ખામેનેઈને ધમકી આપતા કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ તમને મારી નાંખશે.
તેઓએ ખામેનેઈને અમેરિકાની સામે ન થવા ચેતવણી આપી હતી અને કહ્યું કે આ ડોનાલ્ડ ટ્રમ્પ છે બારાક ઓબામા નહી. તમે તમારી હત્યા પણ થઈ શકે છે. અમેરિકી સેનેટર અને રિપબ્લીકન પાર્ટીના નેતા લીન્ડસેગ્રાહમના આ નિવેદને જબરી સનસનાટી ફેલાવી છે.
ઈરાન એક તરફ આંતરિક હિંસામાં સંડોવાયુ છે અને ખામેનેઈ સામે વિરોધ વધતો જાય છે તે વચ્ચે અમેરિકા કોઈ લશ્કરી કાર્યવાહી પણ કરી શકે છે. ઈરાનમાં પણ ખામેનેઈનો વિરોધ વધતો જાય છે જેથી અમેરિકા માટે એકશન લેવા સરળ બની જશે.

