Junagadh તા. 22
રાજયસેવક તરીકે હોદો ધરાવતા ના હોવા છતા ખોટી રીતે પોલીસમા હોવાનો દેખાવ કરવા પોતાની પ્રાઇવેટ વાહન કારમા POLICE નુ બોર્ડ લગાવી જૂનાગઢ શહેરમાં નિકળેલ ગોંડલના એક શખ્સને જુનાગઢ બી ડિવિઝન પોલીસે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જીલ્લામા વાહનોમા ખોટી રીતે કોઇપણ પ્રકારનો હોદો દર્શાવતા બોર્ડ, કાળા કાચ, વાહનોમા આગળ પાછળ નંબર પ્લેટ ન લગાડેલ વિગેરે જેવા ટ્રાફીક નિયમોનુ ભંગ કરનારા વાહન ચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના થયેલ હોય, જે અનુસંધાને બી ડીવીજન પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલની સુચના આધારે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા, દરમ્યાન જુનાગઢ ચીતાખાના ચોકથી કોર્ટ તરફ જતા રસ્તે એક અર્ટીકા કાર રજી.નં. જીજે ૦૩ એનબી ૮૧૧૪ મા આગળના કાચમા POLICE લખેલ બોર્ડ વાળી કાર નીકળતા, પોલીસે કાર રોકાવી તપાસ કરતા, કાર ચાલકે પોતે ગોંડલના રવા બજાર, વોરા શેરીમાં.રહેતો નસીરભાઇ ગુલામભાઇ ગોરી (ઉ.વ.૪૨) હોવાનું જણાવી, પોતે કોઇપણ પ્રકારના પોલીસ રાજય સેવક તરીકે હોદો ધરાવતા ના હોય તેમ જણાવતા પોલીસે કાર ચાલકને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.જે. પટેલની સુચના મુજબ પોલીસ હેડ કોન્સ.પરેશભાઇ હુણ, નરેશભાઇ શીંગરખીયા, પો.કોન્સ. મકેશભાઇ મકવાણા તથા રઘુવીરભાઇ વાળા એ જોડાઈ સારી કામગીરી કરી હતી.

